સુરતમાં માથાભારે ગુંડાઓનો આતંક: ગાળાગાળી કરવાની ના પાડનાર યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા, યુવાનનું મોત

શહેરના અમરોલી વિસ્તારમાં માથા ભારે ઈસમોને ગાળ બોલવા બાબતે ઠપકો આપનાર યુવાન પર માથા ભારે ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઇને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. સુરતમાં સામાન્ય બાબતે અનેક વખત હત્યાની ઘટના બની છે, […]

મંદિરના પૂજારી દલિત શ્રદ્ધાળુને ખભા ઉપર બેસાડીને મંદિરમાં લઈ ગયા, સનાતન ધર્મની મિસાલ કાયમ કરી

તેલંગણામાં સોમવારે એક સામાજિક સમતા અને સમરસતાની એક મિસાલ જોવા મળી. જ્યાં એક પૂજારી દતિલ વ્યક્તિને ખભા પર ઊંચકીને તેને મંદિરની અંદર લઈ ગયા. આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગુટ્ટાની છે. ખમ્મમમાં ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ સ્વામી મંદિરમાં સામાજિક સમરસતા વેદિકા, નરસિંહ વાહિની અને અન્ય સંગઠનોએ સાથે મંદિર સંરક્ષણ આંદોલનનું આયોજન કર્યું. આ મંદિરના […]

વતન પ્રેમનું અનોખું ઉદાહરણ: અમેરિકામાં રહેતાં ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં સમાજ માટે કરી ગયા મોટું કામ

કહેવાય છે કે એક ગુજરાતી ભલે વર્ષો સુધી વિદેશમાં રહે પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ તેના હ્યદયમાં સદાય જીવંત રહે છે. કલોલ પાસેના પલીયડ ગામના મૂળ રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં NRIએ તેમના અંતિમ શ્વાસ વતનની ધરતી પર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમના મૃત્યુ બાદ તેમની માલિકીની લાખો રૂપિયાની જમીન સમાજને અર્પણ કરી […]

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થતા ઢોલીને ગોળી વાગતા ઈજાગ્રસ્ત

લગ્ન પ્રસંગમાં અવાર-નવાર ફાયરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને કેટલીક ઘટનાઓમાં ગોળી વાગવાથી લોકોન મોત થવાના અથવા તો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પણ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં […]

સુરતમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરીને દોઢ લાખ રૂપિયાની નોકરી છોડીને બે યુવકોએ શરૂ કરી ચાની દુકાન

તમે એન્જિનિયર વિદ્યાર્થીઓને નવી-નવી વસ્તુઓ બનાવતા જોયા હશે પરંતુ સુરતમાં એન્જિનિયર મિત્રોએ સાથે મળીને ચાની દુકાન શરૂ કરી છે. આ ચાની દુકાનમાં કોઈ કારીગર નહીં પણ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલો યુવક ચા બનાવે છે. આ યુવક એક બે પ્રકારની નહીં પણ અલગ-અલગ નવ ફ્લેવરની ચા બનાવે છે. ‘કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઓર […]

ચીન બાદ આ દેશમાં કોરોનાનો કહેર, અહીંના સ્વાસ્થ્ય મંત્રી પણ આવી ગયા કોરોનાની ઝપટમાં, 15 લોકોના મોત

કોરોનાની ઝપટમાં હવે ઇરાનના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર પણ આવી ગયા છે. તેઓને કોરોના સંક્રમિત થયો. મંત્રાલયના એક અધિકારીએ મંગળવારના રોજ આ માહિતી આપી. સ્વાસ્થ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરજા વહાબજાદેહે એક ટ્વીટમાં કહ્યું કે ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઇરાજ હરીચીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 50 લોકોના મોતનો દાવો ખોટો હરીચીને ખૂબ ઉધરસ આવતી રહેતી હતી […]

શહીદ કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને 1 કરોડ અને ઘરના 1 સભ્યને નોકરી આપવાની CM કેજરીવાલે જાહેરાત કરી

દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતન લાલના પરિવારને કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. ગોકુલપુરીમાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહાયક પોલીસ […]

19 વર્ષ આર્મીમાં ફરજ બજાવનાર રમેશભાઈ પટેલના પાર્થિવદેહને ચાર દીકરીઓએ અગ્નિદાહ આપ્યો

ધરમપુર ખાતે રહેતા રમેશભાઈ પટેલ 19 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સરહદ પર દેશ માટે રક્ષા કરી હતી. જેમનું ગત રોજ તેમના ધરમપુર મુકામે આકસ્મિક મોત નીપજ્યું હતું. ત્યારે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવા તેમની દીકરી અમદાવાદ ખાતે ટ્રમ્પના બંદોબસ્ત હોય ત્યાંથી આવી પિતાને અગ્નિદાહ આપતા ઉપસ્થિત લોકોની આંખો ભીની થઇ હતી. દીકરીને અમદાવાદ પિતાના મોત અંગે […]

રાજસ્થાનના બુંદીમાં ભયંકર અકસ્તામત: જાનૈયાઓની બસ નદીમાં ખાબકતા 24ના મોત, મૃતકોમાં 11 મહિલાઓ અને 3 બાળકો

રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે. આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન કોટાથી સવાઈમાધોપુર જતી હતી. બસમાં કુલ 30 લોકો હતા. ઘટના હાઈવેના પાપડી ગામ પાસે થઈ છે. મૃતકોમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 10 પુરુષો હોવાની માહિતી મળી […]

ફિટ રહેવા માટે કસરત સિવાય બીજું શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ જણાવ્યો પ્રયોગ એક મિનિટમાં માત્ર 400 તાળીઓ પાડશો તો સ્નાયુ થશે મજબૂત, દિવસ તરોતાજા જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી, ત્યારે ખેતસીભાઈ જણાવે છે કે માત્ર એક મિનિટમાં 400 તાળીઓ પાડવાથી સ્નાયુઓ મજબૂત થશે અને દિવસ […]