રાજસ્થાનના બુંદીમાં ભયંકર અકસ્તામત: જાનૈયાઓની બસ નદીમાં ખાબકતા 24ના મોત, મૃતકોમાં 11 મહિલાઓ અને 3 બાળકો

રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે. આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન કોટાથી સવાઈમાધોપુર જતી હતી. બસમાં કુલ 30 લોકો હતા. ઘટના હાઈવેના પાપડી ગામ પાસે થઈ છે. મૃતકોમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 10 પુરુષો હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકારેદરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.

પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઘટના સમયે બસ ખૂબ સ્પીડમાં હતી. મેજ નદીના પુલ પર બસ અનિયંત્રીત થઈ ગઈ અને નદીમાં પડી હતી. ગ્રામીણોએ પણ લોકોને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ગ્રામીણોએ પોલીસ અને પ્રશાસને પણ માહિતી આપી હતી. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામા આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જાનૈયાઓથી ભરેલી આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે બસ અસંતુલિત થઈને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના રાજસ્થાનના બૂંદીમાં સ્થિત કોટા લાલસોત મેગા હાઈવે પર સ્થિત લાખેરીમાં સર્જાય છે. ફુલ સ્પીડમાં દોડતી બસ અચાનક પોતાનું સંતુલન ગુમાવીને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી પોલીસને તે અંગે જાણકારી આપી હતી.

સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી, મૃતદેહોને બસમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. દુર્ઘટના અંગે જાણકારી મળતા જ ભારે ભીડ ઘટના સ્થળ પર એકત્ર થઈ ગઈ હતી. નદીમાં પાણી હોવાના કારણે રાહત અને બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો..

બૂંદી જિલ્લાના કોટા-દૌસા મેગા હાઈવે પર બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને ગેહલોત સરકારે તાત્કાલિક મદદ આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોને 2-2 લાખ વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.

બૂંદી જિલ્લાધિકારી અંતર સિંહે નેહરાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાના સમાચાર મળતા જ ઘટના સ્થળ પર જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ પહોંચી ગઈ હતી. NDRFની ટીમ બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. અત્યારસુધીમાં 12-13 શવોને બહાર કાઢવામાં આવી ચુક્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો