સુરતમાં ચર્ચાના ચકડોળે ચડેલા વેવાઈ અને વેવાણે ફરી સાથે ભાગી જઈને નવું ઘર વસાવ્યું, ભાડાના મકાનમાં માંડ્યો સંસાર

સુરતમાં ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો […]

લગ્નના બે જ અઠવાડિયા બાદ પતિ છોડીને ચાલ્યો ગયો, પછી કઠીન પરીશ્રમ કરીને ગુજરાતની આ યુવતી બની IAS અધિકારી

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો… આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા. તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ નહોતી, તેમ છતાં કઠીન પરીશ્રમનો સામનો કરીને ગુજરાતના સાવરકુંડલાની કોમલ IAS બની […]

પોલીસ ધરપકડ કરે તો એ સંજોગોમાં આપણને મળે છે આ 10 અધિકારો, જાણો અને શેર કરો

દેશનો કાયદો નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે. મજબૂત સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કાયદો અને વ્યવસ્થા સક્ષમ અને મજબુત હોય એ જરૂરી છે. તેથી તમારા અધિકારોને સમજવા અને તેમના ઉપયોગને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પોલીસ સ્ટેશન અને પોલીસથી ડરવાની જરૂર નથી પરંતુ તમારા અધિકારોથી સભાન હોવાની જરૂર છે. પ્રથમ અધિકાર જો પોલીસ CrPCની […]

રેશનિંગની દુકાનમાં રબ્બરના અંગૂઠાની નકલી ફિંગરપ્રિન્ટથી ગરીબોનું અનાજ છીનવવાના કૌભાંડમાં રાજકોટના 5 વેપારી પકડાયા

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગત ડિસેમ્બરમાં બોગસ રબ્બરના થમ્બના આધારે રેશનિંગનું અનાજ હડપ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડનો ગત ડિસેમ્બરમાં પર્દાફાશ કર્યા બાદ ગુરૂવારે રાજકોટ શહેરમાંથી સસ્તા અનાજના ચાર વેપારી અને પુરવઠા વિભાગના ઓપરેટરને ઉઠાવી લીધો હતો અને તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના પીઆઇ એસ.આર.મુછાળે જણાવ્યું હતું કે […]

નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર લાંચ પેટે વાર્ષિક 48000 કરોડ રૂપિયા આપે છે: સર્વેમાં ખુલાસો

એક વર્ષમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિક આશરે રૂ. 48000 કરોડ રૂપિયા નેશનલ હાઈવે પર પોલીસ, ટ્રાંસપોર્ટ અને ટેક્સ વિભાગને લાંચ પેટે આપે છે. એવો એક સર્વેમાંથી ખુલાસો થયો છે. દેશના 10 મોટા અને મહત્ત્વના હાઈવે રસ્તાઓ પર થયેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. આમ છેલ્લા 12 વર્ષમાં આ રીતે આપવામાં આવતી લાંચમાં […]

બે મહિલાઓએ નોકરી છોડીને માત્ર ત્રણ પશુ સાથે શરૂ કરી ડેરી, આજે મહિને ત્રણ લાખની કમાણી કરે છે

હરિયાણાના હિંસારના આદમપુરમાં રહેતી બે મહિલા અરૂણા અને સુનિતાએ અધ્યાપક અને ખાનગી નોકરી છોડીને પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે. શરૂઆતમાં માત્ર ત્રણ પશુઓથી આ વ્યવસાય તેણે શરૂ કર્યો હતો. આજે બંનેની ડેરીમાં કુલ 80 પશુઓ છે. દુઘની બનાવટ તૈયાર કરીને માર્કેટમાં વેચીને દર મહિને બંને ત્રણથી ચાર લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. સુનિતાએ અન્ય મહિલાઓને […]

ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે ખરીદી વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર

વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી. જેમાં સૌથી પહેલી કાર અમદાવાદી દિપક મેવાડાને મળી હતી. કાર ખરીદવા માટે […]

બનાસકાંઠા: ચાલુ શાળામાં શિક્ષિકા કાર શીખી રહી હતી, વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત થયું

બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. રાણપુર આંબા […]

વઢવાણના શહીદ થયેલા જવાનને 10 વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, પુત્રની સ્કૂલે ધો. 12 સુધીના અભ્યાસની ફી માફ કરી

વઢવાણ શહેરમાં ભરતસિંહ પરમાર શહીદ થતા હજારોની સંખ્યામાં શહેરીજનો સલામી આપવા ઉમટ્યા હતા. જ્યારે શહીદના પાર્થિવદેહને વઢવાણ લવાતા આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાઇ અપાઇ હતી. આ સમયે શહેરની શેરીઓ નાની પડે એટલી ભીડ સાથે શહીદ અમર રહોના નારાઓ ગુંજ્યા હતા. શહીદનો પુત્ર સુરેન્દ્રનગરની સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 5મા અભ્યાસ કરી રહ્યો છે. શાળાએ શહીદ પુત્રની […]

દિલ્હીમાં હિંસા સમયે હિંદુ બહેનના લગ્નમાં આંચ ન આવે એટલા માટે ઘર બહાર પહેરો ભરી રહ્યા હતા મુસ્લિમ ભાઈઓ

એક તરફ જ્યાં દિલ્હી સળગી રહ્યું છે અને સાંપ્રદાયીક હિંસામાં માણસ એકબીજાના લોહીનો તરસ્યો બન્યો છે. હિંસાગ્રસ્ત દિલ્હીના વેરાન રસ્તાઓ એક ભયાનક તસવીરો દેખાડી રહ્યા છે. ત્યારે હિંસાથી સૌથી પ્રભાવિત ચાંદબાગમાં એક ભાઈચારા અને પ્રેમની અજબ ઘટના સામે આવી છે. અહીં મુસ્લિમ મેજોરિટી ધરાવતા વિસ્તારમાં 25મી ફેબ્રુઆરીના રોજ એક હિંદુ પરિવારની દીકરીના લગ્ન હતા અને […]