અમદાવાદમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો કોન્સ્ટેબલ રાજા, મોતના 7 દિવસ બાદ પણ હત્યારાઓ ન પકડાતાં કેન્ડલ માર્ચ કાઢી

થોડા દિવસો પહેલાં જ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો. લારી પર નાસ્તો કરવા માટે ગયેલાં પોલીસ કોન્સ્ટેબલને ચાઈનીઝ ગેંગ દ્વારા સાતથી વધારે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હજુ સુધી તમામ આરોપીઓને પોલીસ પકડી શકી નથી. જેને કારણે સ્થાનિકો દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી […]

અમદાવાદમાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ, વિરોધ માટે બેસેલાં મહિલા અને પુરૂષોને હટાવ્યા

અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક લીમડી ચોક પાસે પહોંચી ત્યાં સીએએના વિરોધ માટે બેસેલાં મહિલા તેમજ પુરૂષોને અમદાવાદ પોલીસે હટાવ્યા હતા. દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ […]

ગોંડલના પ્રકૃતિ પ્રેમી પરિવારે પુત્રીના લગ્નમાં આવેલા ચાંદલાની રકમ વૃક્ષારોપણ, પક્ષી, પ્રાણી સેવામાં વાપરવાનો સંકલ્પ કરીને સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલ હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી અંજલીના શુભલગ્નનો પ્રસંગ આવતા તેમણે અંજલીની ઈચ્છા મુજબ અને પિતા યોગેશભાઈ અને માતા બિંદીયાબેનના માર્ગદર્શનથી લગ્નપ્રસંગે આવેલી ચાંદલાની તમામ રકમ વૃક્ષ વાવેતર, પ્રાણી-પક્ષી, […]

હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ- શિક્ષકની વ્યથા રજૂ કરતો વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ

હિંમતનગરના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા સિવાય પણ કેટલી કામગીરી હોય છે તેની આ વાત છે વર્ગમાં જાવ છું, શાળામાં જાવ છું તો મને […]

અક્ષય કુમારે ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર હોમ માટે દાનમાં આપ્યા 1.5 કરોડ રૂપિયા

બોલિવૂડમાંથી અક્ષય કુમાર એક એવો એક્ટર છે, જે સમાજ માટે કામમાં સહેજ પણ પાછળ પડતોનથી. ‘ભારત કે વીર’ થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે. દોઢ કરોડ રૂપિયા દાનમાં આપ્યા ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ […]

અમદાવાદમાં કારમાં આગ લાગતા સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક બહાર નીકળી ન શકતા સીટ પર જ ભડથું થયો

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ગામ પાસે મધર ડેરી નજીક શોર્ટસર્કિટથી કારમાં આગ લાગતા ચાલક અંદર જ ભડથું થઈ ગયો હતો. સોલામાં રહેતા 50 વર્ષના યોગેશ પ્રજાપતિ સાંજે 4 વાગ્યે કાર લઈને જતા હતા ત્યારે ભાટ મધર ડેરી પાસે અચાનક કારમાં આગ લાગી હતી. સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક કારની બહાર નીકળી શક્યા ન હતા. યોગેશ પ્રજાપતિ કાકા […]

સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માનતા આશરે 52 જેટલા શંકમંદ લોકોને ઝડપી પાડી નવી સિવિલ હૉસ્પિટલ […]

શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી દરિયામાં માર્યો કૂદકો

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી. કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા પોર્ટ પરથી રવાના થઈ રહ્યું હતું તે દરમિયાન 34 વર્ષીય મહિલા શિપમાંથી પડી ગઈ. આ […]

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યાનુસાર, સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી […]

લીમડો જ નહીં તેના ફુલ પણ છે ફાયદાકારક, સડસડાટ ઓછું થશે વજન સાથેજ થશે અઢળક ફાયદાઓ

લીમડાના પાનના ફાયદા અંગે તો તમે જાણતા જ હશો પરંતુ તેના ફુલોમાં પણ ઔષધીય ગુણ રહેલા છે. જોવામાં આવે તો લીમડાના છોડના દરેક ભાગથી કઇને કઇ લાભ કે ફાયદો થાય છે આજે અમે તમને ઝણાવીશુ કે લીમડાના ફુલોથી થનારા સ્વાસ્થ્ય લાભ અંગે… જેનાથી તમને અઢળક ફાયદાઓ થઇ શકે છે. વજન ઓછું કરવામાં મદદરૂપ વજન ઓછું […]