લગ્નના બે જ અઠવાડિયા બાદ પતિ છોડીને ચાલ્યો ગયો, પછી કઠીન પરીશ્રમ કરીને ગુજરાતની આ યુવતી બની IAS અધિકારી

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો… આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા. તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ નહોતી, તેમ છતાં કઠીન પરીશ્રમનો સામનો કરીને ગુજરાતના સાવરકુંડલાની કોમલ IAS બની શકી છે. તો આજે આપણે જાણીશું કે કોમલે પોતાની જિંદગીમાં નાનપણથી IAS સુધીની સફર કેવી રહી છે…

કોમલ ગણાત્રાના લગ્ન 26 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. લગ્ન પછી એક છોકરી જે સપનાઓ જોવે છે કોમલે તેવી જ રીતો પોતાની જિંદગીમાં સપનાઓ જોયા હતા, પરંતુ જરૂરી નથી હોતું કે તમે જોયેલા તમામ સપનાઓ પુરો થાય, અમુક સંજોગોવસાત તમારા સપનાઓ ચકનાચૂર પણ થઈ જતા હોય છે. બસ કંઈક આવું જ થયું કોમલની જિંદગીમાં.. લગ્નના માત્ર બે જ અઠવાડિયામાં કોમલને તેનો પતિ છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટનાથી કોમલ દુ:ખી હતી અને અંદરથી ભાંગી પણ પડી હતી. પરંતુ કોમલે મુશ્કેલ સમયમાં હિંમત રાખી અને નિર્ડરતાથી પોતાના નિર્ણયો લીધો હતો.

નવી પરણેલી દુલ્હન બનીને આવેલી કોમલના પતિએ તેણીને છોડી ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો. ત્યારપછી કોમલના પતિએ પાછળ ફરીને ક્યારેય જોયું નથી. તમને જણાવી દઈએ કે, કોમલના લગ્ન એક NRI યુવાન સાથે થયા હતા. પતિ છોડીને ચાલ્યો ગયો હોવા છતાં કોમલ અંદરથી દુ:ખી હતી, પરંતુ તેણે પોતાના ચહેરા પર અહેસાસ થવા દીધો નહોતો. કોમલે અંદરથી હિંમત હારી નહોતી. ત્યારબાદ કોમલે પોતાની જિંદગીમાં કંઈક બનવાનો નિર્ધાર કર્યો હતો અને તેણે યૂપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી.

કોમલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આપણે હંમશાં વિચારીએ છીએ કે લગ્ન એક છોકરીને પોતાના જિંદગીમાં પરિપૂર્ણ બનાવે છે, હું પણ એવું જ વિચારતી હતી, પરંતુ મારો પતિ મને છોડીને ચાલ્યો ગયો બાદ હું સમજી ગઈ હતી કે એક છોકરીની જિંદગીમાં લગ્ન જ બધું નથી. તેનું જીવન તેનાથી પણ આગળ છે. કોમલે યૂપીએસસીની તૈયારી કરવાનું વિચાર્યું હતું. કોમલ જાણી ચૂકી હતી કે એક છોકરી માટે તેનું કરિયર સૌથી વધુ ઈમ્પોટેટ છે.

કોમલે કઠીન પરિશ્રમ અને દ્દઢ આત્મવિશ્વાસના કારણે તે યૂપીએસસીની પરીક્ષાની તૈયારીમાં સફળ રહી હતી. હાલમાં કોમલ ગણાત્રા સંરક્ષણ મંત્રાલયમાં એડમિનિસ્ટ્રેટટિવ ઓફિસરના પદ પર પોતાની ફરજ બજાવે છે. કોમલનો અભ્યાસ ગુજરાતી મીડિયમમાં થયો છે. જે વર્ષે કોમલે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી, તેજ વર્ષે તે ગુજરાતી લિટરેચરની ટોપર હતી. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં મારા પિતાએ અમને પોતાની જિંદગીમાં આગળ વધતા શીખવ્યું છે, જ્યારે હું નાની હતી, ત્યારથી મારા પિતાજી કહેતા હતા કે તું મોટી થઈને IAS બનજે, પરંતુ તે સમયે મને કંઈ ખબર પડતી નહોતી. યૂપીએસસી વિશે મને કંઈ વધારે જાણકારી નહોતી.

કોમલે જણાવ્યું કે, મારા પિતાએ હંમેશાં મને હિંમત આપી છે. તેમણે મને સમજાવ્યું કે તું શ્રેષ્ઠ છે. કોમલે ઓપન યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ કોમલે ત્રણ ભાષાઓમાં અલગ અલગ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

લગ્ન પહેલા કોમલે 1000 રૂપિયાની સેલરીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સ્કૂલમાં ભણાવવા માટે જતી હતી. તેમણે ગુજરાત લોક સેવા આયોગ (GPSC)ના મેંસ પણ ક્લિયર કરી લીધા હતા. એવામાં તેના લગ્ન એક NRI યુવાન સાથે નક્કી થયા હતા, પરંતુ તે સમયે મારા પતિ નહોતા ઈચ્છતા કે હું GPSCનો ઈન્ટરવ્યૂ આપું. કારણ કે તેઓ ન્યૂઝીલેન્ડ રહેતા હતા, મેં પણ પરિસ્થિતિ સાથે સમજૂતી કરીને પતિની વાત માની લીધી હતી.

પરંતુ મારું મન અંદરોઅંદર બેચેન રહેતું હતું, હું GPSCનો ઈન્ટરવ્યૂ આપવા માંગતી હતી, પરંતુ મેં ના આપ્યું, કારણ કે હું તેમને પ્રેમ કરતી હતી. એવી પરિસ્થિતિમાં મેં મારા પતિની વાત માની લીધી હતી. કોમલે જણાવ્યું કે, હું એવું સપનામાં પણ વિચાર્યું નહોતું કે, હું જેણે આટલો પ્રેમ કરું છું, તે એક દિવસ મને છોડીને ચાલ્યો જશ, અને તે પણ લગ્નના 15 દિવસ પછી.. જ્યારે મારા એક્સ પતિ ન્યૂઝીલેન્ડ ગયા પછી મને ક્યારેય ત્યાંથી ફોન કર્યો નથી. જ્યારે મને ખબર પડી કે તેઓ હવે મને છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે મેં વિચાર્યું કે હું પણ તેમના પાછળ ન્યૂઝીલેન્ડ જઈશ અને તેમને પાછા લઈને આવીશ. કારણ કે તે વખતે મારી દુનિયા રોકાયેલી હતી. મારી જિંદગીમાં તે એટલો મોટો ઝાટકો હતો કે તે આજે પણ મારા સપનામાં આવ્યા કરે છે.

થોડાક સમય પછી મને અહેસાસ થયો કે કોઈ પણ વ્યક્તિને જબરદસ્તી પોતાના જીવનમાં લાવી શકાય નહીં. સાથે કોઈ પણ વ્યક્તિના પાછળ ભાગવું તે આપણી જિંદગીનો હેતું ના હોવો જોઈએ. ત્યાર પછી મને મારા જીવનનો લક્ષ્યાંક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.

કોમલને લોકોએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લઈને ફરીથી લગ્ન કરવાની સલાહ આપી હતી, પરંતુ કોમલે નક્કી કરી લીધું હતું કે, હવે મારે પોતાનું કરિયર બનાવું છે. તેણે યૂપીએસસીની તૈયારી શરૂ કરવાનું વિચારી લીધું હતું. તે દરમિયાન કોમલને 5000 રૂપિયાની ટીચરની નોકરી મળી હતી પોતાના માતા-પિતા અને સાસરિયાથી દૂર, કોમલ એક ગામમાં જઈને રહેવા લાગી હતી. જ્યાં ના તો ઈન્ટરનેટ હતું અને ના તો મેગ્ઝીન અને ના તો ન્યૂઝ પેપર. પરંતુ તેમ છતાં કોમલ યૂપીએસસી પરીક્ષાની તૈયારી ચાલું રાખી હતી. તમને જણાવી દઈએ કે, કોમલ ગણાત્રા આઈએએસ બની ફરી લગ્નસંસાર શરૂ કરનાર કોમલના પતિ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, તેઓને એક ક્યુટ દીકરી પણ છે.

યૂપીએસસીની તૈયારી દરમિયાન કોમલને એક પણ રજા મળતી નહોતી. મેંસ પરીક્ષા દરમિયાન કોમલ મુંબઈ પરીક્ષા આપવા જતી હતી. રાતભર ટ્રેનમાં બેસીને મુંબઈ જતી અને રવિવારે સાંજે તે પોતાના ગામ પાછી આવતી હતી. અને ફરી સોમવારે સ્કૂલ જતી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કોમલને દિલ્હી આવવાનું હતું. ત્યારે પણ કોમલે એક પણ રજા લીધી નહોતી. આજે ગુજરાતની કોમલ ગણાત્રા ઘણી મહિલાઓ માટે એક પ્રેરણારૂપ બનેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો