સાબરકાંઠાનું તખતગઢ ગામ 24 કલાક પાણી આપતું ગુજરાતનું પ્રથમ ગામ બન્યું: લોકોને 1 રૂપિયામાં મળે છે 1000 લીટર પાણી, અન્ય ગામોને નવી રાહ ચીંધી

શહેરોમાં પણ ચોવીસ કલાક પાણી વિતરણ કરવાના સરકાર દ્વારા પ્રયાસો થયા છે પરંતુ, તેમાં જોઈએ તેવી સફળતા મળી નથી. ત્યારે સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાનું તખતગઢ ગામ છે કે જેને ગામલોકોને ચોવીસ કલાક આપી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તખતગઢ ગામ એવું છે કે, જ્યાં ઘરમાં લોકો જ્યારે નળ ખોલે ત્યારે પાણી મળી રહે છે. પાણીનો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘેર મીટર લગાવી દેવાયા છે. જેનાથી પાણીનો વપરાશ અને બગાડ ઘટ્યો છે.

પાણીના મીટરથી ગામમાં અનેક ફાયદાઓ થયા
તખતગઢ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે પાણી આપવા માટે મીટરપ્રથાનો અમલ કર્યો છે. લોકો પાસેથી 1000 લીટર પાણીનો માત્ર એક રૂપિયો જ વસૂલવામાં આવે છે. જો કે, મીટરના કારણે પાણીનો જે વેડફાટ થતો હતો તે બંધ થઈ ગયો છે. પૈસા ન ખર્ચવા પડે તે માટે લોકો જરુર પૂરતો જ પાણીનો વપરાશ કરે છે. બિનજરુરી વપરાશ બંધ થઈ જતાં શેરી ગલીઓમાં થતી ગંદકીની સમસ્યાનો પણ હલ થઈ ગયો છે. પહેલા ગ્રામ પંચાયતની મોટર વધુ ચલાવવાના કારણએ વીજ વપરાશ વધુ થતો હતો. જે પણ હાલ અડધો થઈ ચૂક્યો છે.

ગામમાં લોકોને ઘરે 24 કલાક પાણી મળે છે
મીટરના કારણે લોકો જરુરિયાત મુજબના પાણીનો જ ઉપયોગ કરે છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા ઘરે નળ વાટે 24 કલાક પાણી આપવામાં આવતું હોવા છતાં પાણીનો બગાડ થતો નથી. મહત્વનું છે કે, ગામલોકો 24 કલાક પાણી મેળવતા હોય તેવું તખતગઢ ગામ ગુજરાતનું પહેલું ગામ છે.

24 કલાક પાણી આપવા ગ્રામ પંચાયતે શું કર્યું?
તખતગઢ ગામની પાણી સમિતિના સભ્ય રસીલાબેન પટેલે કહ્યું હતું કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો હતો. એમાં રાજ્ય સરકારની ‘વાસ્મો’ ની મદદથી એક લાખ લીટર પાણીનો ટાંકો ગામમાં નવીન બનાવાયો. તો મીટર પાણીની લાઈનો સહિતનો ખર્ચમાં પણ સરકારે મદદ કરી અને એના પ્રતાપે આજે ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહી છે.

શું કહી રહ્યા છે તખતગઢના સરપંચ?
ભારત સરકાર દ્રારા પશ્વિમ ઝોનની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરી તેને રાષ્ટ્રીય કક્ષાનો નાનાજી દેશમુખ એવોર્ડ મેળવ્યો છે અને અન્ય સાત એવોર્ડ મળેલ છે.ગામના સરપંચ નિશાંતભાઇ પટેલ જણાવે છે કે, અમારા ગામમાં 350 ઘર છે અને લગભગ 2500 જેટલી વસ્તી છે. આ ગામનાં કોઈપણ વ્યક્તિના ઘરે-ગમે તે સમયે જઈને પાણીનો નળ શરુ કરશો તો તમને પીવાનું પાણી મળશે જ. ભારત સરકાર અને રાજ્ય સરકારનો ઉદેશ્ય છે કે, પાણીની સમસ્યા અંગે લોકો જાગૃત થાય. તમામ સરપંચોને મારી અપીલ છે કે, મીટર સાથેની યોજના બનાવી દરેક ઘરે પાણી પહોંચાડીએ તો પાણીનો ખોટો દુરુપયોગ ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો