સરકાર જે કામ કરોડો રૂપિયા ખર્ચીને ન કરી શકે તે લોકડાઉનથી 12 દિવસમાં થઈ ગયું, કોઈ પણ પ્રકારના ખર્ચ વગર યમુના 60%થી વધુ સાફ થઈ ગઈ
લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અને મોટી-મોટી યોજનાઓ બનાવવામાં આવ્યા બાદ પણ કેન્દ્ર અને દિલ્હી સરકાર 25 વર્ષમાં યમુનાને સાફ કરી શકી નથી. જોકે કોરોનાવાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનના કારણે દિલ્હીમાં યમુના લગભગ 60 ટકા સાફ થઈ ગઈ છે. 12 દિવસમાં પલ્લાથી વજીરાબાદ બેરેજ સુધી અને સિગ્નેચર બ્રિજથી ઓખલા બેરજ સુધીનું પાણી શીશા જેવું […]