કોરોનાના યોદ્ધાઓના સન્માનની જગ્યાએ સુરતની આ સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

સુરતની ખાનગી હોસ્પિટલ માં કામ કરતી મહિલા નર્સને તેના રહેઠાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો મુખ્ય માર્ગને બંધ કરીને પાછળના ભાગેથી પ્રેવેશ આપવા માટે હેરાન કરતા હોવાનો મામલો પોલીસ મથકે પોંહોચ્યો છે. નર્સ પોતાની ચાર માસની દીકરી સાથે કોરોના વાઇરસ રોગ સામે લડતા લોકોની સેવા કરી પોતાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે આવા લોકોને સમાજે સન્માન ની જગ્યા પર અપમાન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નર્સનો આક્ષેપ છે કે આ સોસાયટીમાં કોઈ પણ કોરોના પોઝિટિવ આવ્યો તો તમારી જવાબદારી રહેશે. નર્સ પાસેથી આ પ્રકારનું લખાણ માંગતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

કોરોના વાઇરસ ને લઇને એક બાજુ લોકડાઉન છે અને લોકોને પોતાના ઘરે રહેવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે કેટલાક લોકો એવા છે કે જે ઘરની બહાર નહીં નીકળવું હોય છતાંય પોતાની સમાજ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળતા હોય છે, ત્યારે આવા લોકોનું સન્માન કરવાની જગ્યા પર તેમને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી છે.

કારણ કે આવા લોકો પોતાના જીવની પરવાહ કર્યા વગર બીજાના જીવ બચાવવા માટે સતત મહેનત કરતા હોય છે. ત્યારે આવી એક નર્સ જે ભેસ્તાનની જાનકી પાર્ક સોસાયટીમાં રહે છે. નિરાલી પટેલ નામની આ મહિલા સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે તે નર્સને માનસિક રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે.

જોકે આ મહિલા સાડા ચાર માસની ન્યુ બોર્ન પુત્ર જન્મ આપ્યો છે સાથે ખાનગી હોસ્પિટલમાં ઇન્ફેક્શન વિભાગની જવાબદારી નિભાવતી રહી છે. હાલ કોરોના વાઇરસ સામે આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે. જેને લઈ સાથી સ્ટાફ કર્મચારીઓને ઇન્ફેક્શન મુક્ત રાખવાની જવાબદારી આ મહિલા નર્સને સોંપાય છે.

આવા સંજોગોમાં શિફ્ટ ડ્યુટીમાં કામ કરતા તેમને છેલ્લા બે દિવસથી સોસાયટીના મેઈન ગેટ પર તાળા બંધીને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી છે. એક સમય બાદ કોઈના માટે પણ મેઈન ગેટનું તાળું ખુલશે નહીં એવું કહેતા સોસાયટીના પ્રમુખ પાછળના દરવાજેથી અવર-જવર કરવા જણાવી રહ્યા છે. પણ તેઓ ભૂલી ગયા છે કે, પાછળના દરવાજા બહાર અસામાજિક તત્વોનો અડ્ડો 365 દિવસ હોય છે.

દારૂ અને જુગારના અડ્ડાવાળા સુમશાન વિસ્તારમાંથી પસાર થનારી કોઈ મહિલા કેવી રીતે સુરીક્ષિત રહેશે હાલ તેમને સાડા ચાર મહિનાનો દીકરો છે ઘરની જવાબદારી ત્યારબાદ હોસ્પિટલની જવાબદારી આ બન્ને વચ્ચે સોસાયટીના 126 જેટલા મકાનમાં રહેતા લોકો પાસેથી સોસાયટીના પ્રમુખ લખાણ માંગી રહ્યા છે કે જો આ સોસાયટીમાં કોઈ પણ કોરોના પોઝિટિવ આવ્યો તો એની જવાબદાર આ નર્સ રહેશે

આવી માનસિકતા વચ્ચે એક નર્સ પોતાનો હોસ્પિટલની જવાબદારી કેવી રીતે નિભાવી શકે એ એક પ્રશ્ન બની ગયો છે. ભેસ્તાન પોલીસ ચોકીના કર્મચારીઓ પણ આવી સમસ્યાને લઈ લાચાર હોય એમ લાગી રહ્યું છે એટલે પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અરજી કરી છે ત્યારે દેશના વડા પ્રધાન આવા યોદ્ધા નું સન્માન કરવાની વાત કરે છે ત્યારે અહીંયા તો સમાજની સેવા કરતી આ નર્સને હેરાન કરવાની ઘટના સામે આવે છે ત્યારે તંત્ર હવે આ મામલે ક્યાં પ્રકારના પગલાં લે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો