ફળોમાં થૂંક લગાડી રહેલા મુસ્લિમ લારીવાળાનો વીડિયો વાયરલ થતા પોલીસે કેસ દાખલ કર્યો, દીકરીએ કહ્યું: “પિતા માનસિક રીતે અસ્વસ્થ”

મધ્યપ્રદેશના રાયસેનમાં એક ફળ વેચનાર મુસ્લિમ વ્યક્તિનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં ફળ વેચનાર શેરૂ મિંયા તેના ફળો ગોઠવતી વખતે થૂંક લગાડતો દેખાઇ રહ્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે પોલીસે આ વીડિયો પર ગંભીરતા દાખવી હતી. શેરૂ વિરુદ્ધ કલમ […]

મનસેના પ્રમુખ રાજ ઠાકરે તબલીગી જમાત પર વિફર્યા, કહ્યું: આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતનાં લોકોને લઇને શનિવારનાં એક નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા મહિલા મેડિકલ સ્ટાફની સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરેએ કહ્યું કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. તેમણે આવા લોકોની સારવાર રોકવાની પણ વાત કરી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ […]

રાજકોટમાં 75 વર્ષના વૃદ્ધા કોરોના સામેની લડાઈ જીત્યા, વયોવૃધ્ધ દર્દી હોવા છતાં પણ વેન્ટિલેટરની જરૂર નથી પડી, જાણો સમગ્ર કહાની

રાજકોટમાં 24મીએ 75 વર્ષના વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કુલ 10 કેસ રાજકોટમાં નોંધાયા છે તેમાંથી આ વૃધ્ધા સૌથી મોટી ઉંમરના છે પણ કોરોનાની લડાઈમાં તેઓ આગળ નીકળી ગયા છે અને માત્ર 9 જ દિવસમાં તેમણે રિકવરી કરી છે જેની પાછળ સારી રોગપ્રતિકારક શક્તિનો મહત્વનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. વિદેશની હોસ્પિટલને પણ […]

અમદાવાદમાં સ્થિતિ ગંભીર બનતાં પોલીસનો કડક નિર્ણય, 14 એપ્રિલ સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો […]

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 14 કેસ, એકનું મોત, જમાતના વધુ 5 પોઝિટિવ, કુલ આંકડો 122 પર પહોંચી ગયો

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત […]

કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાએ ભારત પાસે માંગી મદદ, ટ્રમ્પે કહ્યું- મેં મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા મોકલવાની વિનંતી કરી છે

કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર છે. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે શનિવારે સાંજે ફોન પર વાતચીત થઈ. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતથી કેવી રીતે લડવું તેના પર ચર્ચા થઈ. આ દરમિયાન અમેરિકી પ્રમુખે પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો મોકલવાનો આગ્રહ કર્યો. […]

અમેરિકામાં કોરોનાનો કહેર: 24 કલાકમાં જ કોરોનાથી 2357 લોકોના મોત અને 65984 નવા કેસ નોંધાયા

અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહાસત્તા અમેરિકા તેને ફેલાતો રોકવામાં અસફળ સાબિત થઈ રહ્યું છે. જે રીતે તેનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એ જોતા તે ઈટલીના આંકને વટાવી દેશે એવું વિશેષજ્ઞોનું માનવું છે. અમેરિકમાં 24 કલાકમાં 2357 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 65984 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંકડો […]

કોરોનાના નવા લક્ષણોએ વધાર્યું ડોક્ટર્સનું ટેન્શન, મગજને પણ નુક્સાન પહોંચાડી રહ્યો છે કોરોના! બ્રેન સ્કેનમાં ડોક્ટર્સને કંઈક અજુગતું દેખાયું

કોરોના વાયરસને કારણે શરીરના કિડની તેમજ ફેફસા જેવા અંગો પર વિપરિત અસર થાય છે, અને તેના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પણ થતું હોય છે. જોકે, અમેરિકાના ડોક્ટર્સને પહેલીવાર કોરોના વાયરસની મગજ પર કેવી અસર થાય છે તેનો એક ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. લાઈવ સાયન્સ તેમજ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા […]

દેશમાં લોકડાઉન હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા, જાણો વિવિધ સંભાવના

કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown)છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા […]

અમદાવાદમાં બે ડૉક્ટરે ના પાડી પણ ત્રીજા ડૉક્ટરે દેખાડી માનવતા, ગરીબ પરિવારની મુશ્કેલી જોઈને રાત્રે ફ્રીમાં ડિલિવરી કરી

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના તમામ ધંધા રોજગારો બંધ છે. લોકડાઉનમાં ઇમર્જન્સી હોસ્પિટલોમાં શરૂ રાખવામાં આવી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ડૉક્ટરની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગર્ભાને અચાનક રાત્રે પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનોએ બે ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ ડૉક્ટરોએ અલગ-અલગ બહાના કાઢીને સગર્ભાની પ્રસૂતિ કરવાનું […]