અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહાસત્તા અમેરિકા તેને ફેલાતો રોકવામાં અસફળ સાબિત થઈ રહ્યું છે. જે રીતે તેનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એ જોતા તે ઈટલીના આંકને વટાવી દેશે એવું વિશેષજ્ઞોનું માનવું છે. અમેરિકમાં 24 કલાકમાં 2357 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 65984 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંકડો 311,357 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 8,452 લોકોના મોત નિપજ્યા છે. હાલ અહીં એક્ટિવ કેસની સંખ્યા 288,080 છે. જ્યારે સાજા થનારાની સંખ્યા બહું ઓછી એટલે કે 14,825 છે.
- 24 કલાકમાં કોરોનાથી 2357 લોકોના મોત
- 24 કલાકમાં 65984 નવા કેસ નોંધાયા
- અમેરિકમાં હાલ દર્દીઓનો આંકડો 311,357 થયો જ્યારે 8,452 લોકો મૃત્યુ પામ્યા
જોન હોપ્કિન્સ યુનિવર્સિટીના જણાવ્યાનુંસાર અમેરિકામાં સંક્રમણની સંખ્યા વધીને 3 લાખને પાર થઈ ગઈ છે. ત્યારે દુનિયાની સરખામણમાં આ સૌથી વધારે છે. જ્યારે અહીં મૃતકોનો આંક 8 હજારથી પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે 206 દેશમાં ફેલાયેલા કોરોનાની ઝપેટલમાં વિશ્વમાં 1,201,964 લોક આવી ગયા છે. ત્યારે 64,727 લોકોના મોત નિપજ્યા છે.
ન્યૂયોર્કમાં એક જ દિવસમાં 630 લોકોના મોત નિપજ્યા છે. ગવર્નર એન્ડ્યૂ ક્યોમોએ વધારે જરુરિયાત ધરાવનારા હોસ્પિટલોમાં વેન્ટીલેટર્સ અને રક્ષાત્મક ઉપકરણોને ફરીથી વિતરણ કરવા મંજૂરી આપી દીધી છે. અમેરિકામાં કોરોનાનું એપીસેન્ટર બનેલા ન્યૂયોર્કમાં દર્દીઓની સંખ્યા 1 લાખ કરતા પણ વધારે છે. અહીં દર દોઢ મિનિટમાં એક મોત નિપજે છે. ન્યૂયોર્કમાં 3 દિવસમાં મૃતકોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. અહીં 3 હજાર કરતા પણ વધારે લોકોનો જીવ ગયો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધીમાં 14 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂકયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્સમાં કહ્યું હતું કે હાઈડ્રોક્સીક્લોરોફાઈનની ગોળી હું પણ લઈ શકું છે. બસ મને મારા ડૉક્ટર સાથે વાત કરવી પડશે. ટ્રમ્પે આ વાત ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોટા પ્રમાણમાં હાઈડ્રોક્સીક્લોરોફાઈનની ગોળીઓ અમેરિકાને મોકલવાના સંદર્ભમાં કરી હતી. ટ્રમ્પે કહ્યું હતુ કે મેલેરિયા- ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોફાઈનથી કોરોના વાયરસના દર્દીઓમાં થોડા સારા પરિણામ સામે આવ્યા છે.
ટ્રમ્પે પોતાના દેશવાસીઓને કોરોનાથી બચવા માટે જ્યારે બહાર નિકળો ત્યારે ચહેરો સ્કાફ અથવા ઘરમાં બનેલા કોઈ કપડાથી કે માસ્કથી ઢાંકવાની સલાહ આપી હતી. સાથે લોકોને હાથ સાફ કરવાની રીત અપનાવવા કહ્યું હતું. જોકો ટ્રમ્પે પોતે માસ્ક પહેરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હું પોતે અને પહેવા નથી માંગતો. આ ફક્ત સલાહ છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે યૂએસ સેન્ટર ફોક ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ સામાન્ય માણસ માટે મેડિકલ ગ્રેડ અથવા સર્જિકલગ્રેડના માસ્ક પહેરવાની સલાહ નથી આપી. આ માસ્ક સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે છે.
અમેરિકામાં આ વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે ચૂંટણી નક્કી કરેલા સમયે એટલે કે 3 નવેમ્બરનાં રોજ યોજાશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે તેઓ મતદાન માટે વપરાતી બેલેટ પદ્ધતિને સમર્થન નથી આપી રહ્યા. તેમના મતે મતદાન પોલિંગ બૂથ પર જ થવું જોઈએ. ઉલ્લેનીય છે કે કોરોનાને કારણે અનેક રાજ્યોમાં ચૂંટણી હાલ પુરતી રદ્દ કરવામાં આવી છે. એટલું જ નહીં ડેમોક્રેટિક પાર્ટીએ કોરોનાને લીધી જુલાઈ અને ઓગસ્ટની વચ્ચે નામાંકન સંમેલન પણ રદ્દ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..