અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો, હુમલાખોરોએ ગાડીના કાચ તોડ્યાં, 15ની અટકાયત કરાઈ

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. હુમલાખોરોએ પોલીસની વાન પર પણ પથ્થરમારો કર્યો છે. […]

કોરોના દર્દીની સારવાર કરનારા હેલ્થ વર્કર કપલની ભાવુક પળોની આ તસવીર જોઈને તમે પણ રડી પડશો

કોરોના વાયરસની સામે યુદ્ધના મેદાનમાં જો કોઈ સૌથી આગળ રહીને લડી રહ્યું છે, તો તે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ. પોતાની ફરજ બજાવવા માટે તેઓ ઘણા બધા બલિદાનો આપી રહ્યા છે. પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને તેઓ લોકોને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેઓ આપણાં ફ્રંટલાઈન યોદ્ધા છે. થોડા દિવસ પહેલા જ એક ખબર આવી […]

કોરોના માટે દવા આપીને આજે ભારતે 69 વર્ષ જૂનાં અમેરિકાના ઉપકારનો બદલો વાળી દીધો

સમય-સમયની વાત છે. એક સમય હતો જ્યારે ભારત ભયંકર ભૂખમરા અને અનાજની અછત સામે મરવા પડ્યું હતું. ત્યારે અમેરિકા પાસેથી મદદ માગી હતી અને અમેરિકાએ ભારતને મદદ કરી હતી. પરંતુ આજે દુનિયાનો સુપર પાવર દેશ કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે મદદ માગી રહ્યો છે. કોવિડ-19ના વધતા કેસના કારણે અમેરિકા પડી ભાંગ્યુ છે. દરરોજ કોરોનાના કારણે […]

કોરોના મહામારીના સંકટના સમયમાં 108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

નોકરી કરતી માતાને પોતાના બાળકની સૌથી વધુ ચિંતા રહેતી હોય છે. અને ખાસ કરીને જો બાળકને તકલીફ હોય તો ખાસ તેની વધુ ચિંતા સતાવતી હોય છે પરંતુ અમદાવાદમાં કોરોના વાઇરસ સામે જંગમાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં સાચા રાષ્ટ્ર રક્ષક એવા જયા રાઠોડ 6 વર્ષ બાદ જન્મેલા ટ્વિન્સ બાળકોમાં એક બાળકનું એક મહિના પહેલા જ ઓપરેશન […]

લોકડાઉન પુરું થતા પહેલાં પ્રધાનમંત્રી મોદી ફરી દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત કરી શકે છે. વડાપ્રધાનનું શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ પણ થનાર છે. મોદીએ 24 માર્ચે તેમના બીજા […]

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં તૈયાર કરી

રાજકોટમાં 1 લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. આ સિલસિલો હજુ આગળ વધ્યો છે અને 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર 7 દિવસમાં 10,000 કિટનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આ કિટ તૈયાર કરવામાં ઘણી […]

કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા આ પતિ-પત્ની ખરા અર્થમાં બન્યા રાષ્ટ્રરક્ષક, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને કરે છે રાષ્ટ્ર સેવા

કોરોના વાઈરસની મહામારીને પગલે આખો દેશ લોકડાઉન છે, ત્યારે લોકડાઉન દરમિયાન નર્મદા જિલ્લાનું દંપતી સાચા અર્થમાં રાષ્ટ્ર રક્ષક બની રહ્યું છે. આ દંપતી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના 8 મહિનાના બાળકને ઘરે મૂકીને કોરોના સામેની લડાઇમાં ખડેપગે છે. પોતાના દીકરાને ચેપ ના લાગે તે માટે દાદા-દાદી પાસે મોકલી દીધો છે. કોરોનાને હરાવવા માટે […]

સુરતની કંપની STPLએ 6 કલાક પાવર વગર ચાલી શકતું 8 કિલોનું વેન્ટીલેટર તૈયાર કર્યું, કિંમત માત્ર રૂ.50 હજાર

મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ મદદરૂપ એવું વજનમાં માત્ર 8 કિલો વાળું વેન્ટીલેટર સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલું એસટીપીએલ કંપનીનું વેન્ટીલેટર માત્ર રૂ.50,000ની કિંમતમાં તૈયાર થયેલું છે. વેન્ટીલેટરમાં ઈન્ડિયન બેટરીઓ હોવાથી પાર્ટસની શોર્ટેજ નડશે નહીં આ અંગે કંપનીના સીઈઓ રાહુલ ગાયવાલા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, […]

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આજે સાંજે 7.16 વાગ્યે અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતાનથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા […]

ગરીબોની મફતમાં સારવાર કરતા આ ડોક્ટરને કોરોના ભરખી ગયો, કોરોનાને કારણે દેશમાં પહેલીવાર ડૉક્ટરનું મોત

દેશમાં કોરોનાના કારણે પહેલીવાર કોઈ ડોક્ટરનું મોત થયું છે. ઈન્દૌરમાં બનેલી આ ઘટનામાં 62 વર્ષના જનરલ ફિઝિશિયન ડૉ. શત્રુઘ્ન પંજવાણી મોતને ભેટ્યા છે. ચાર દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સારવાર અરવિંદો મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી, જોકે કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉ. પંજવાણીના મિત્ર ડૉ. ડી. નટવરના જણાવ્યા અનુસાર, […]