લોકડાઉન બાદ વાતાવરણ ચોખ્ખુ થતા પહેલી વાર… 40 કિમી દૂરથી જ સાપુતારાની ગિરિમાળા દેખાઈ

કોરોના લોકડાઉન બાદ ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારાની ગિરિકંદરામાં હરિયાળી છવાઈ ગઈ છે. સાપુતારાની ટોચ પરથી નજર કરીએ તો 40 કિ.મી. દૂર આહવાના ઘરો અને 60 કિમી દૂર ડોન પર્વત પર છુટા છવાયા ઝૂંપડાઓ સ્પષ્ટ નજરે ચડે છે, એજ રીતે ડોન પર્વત અને આહવાના ઘરોમાંથી સાપુતારાની ગિરિમાળા દેખાય છે. જે આ લોકડાઉન બાદ જ શક્ય […]

ચીનમાંથી જાપાન તેની કંપનીઓને પાછી લાવવા માટે 2.2 બિલિયન ડોલરનો કરશે ખર્ચ, આ નિર્ણયથી ચીનમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઘટી જશે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સ્થાનિક કંપનીઓને બચાવવા માટે 108.2 ટ્રીલિયન યેનનું (993 બિલિયન ડોલર)નું પેકેજ જાહેર કર્યું છે. તે જાપાનના આર્થિક ઉત્પાદનની વીસ ટકા જેટલી રકમ છે. તેમાંથી 2.2 બિલિયન ડોલરનો ખર્ચો તેમની કંપનીઓનું ઉત્પાદન ચીનથી ખસેડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકીની રકમ કંપનીઓને અન્ય દેશોમાં ઉત્પાદન ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ નિર્ણયથી ચીનમાં […]

એક માએ લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું અને બીજા રાજ્યમાંથી દીકરાને લઈ આવી

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન (21 days lockdown in India) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગામડાઓમાંથી શહેરમાં મજૂરી કરવા આવેલા લોકો અને નોકરી માટે આવેલા લોકો રેલવે, રોડ માર્ગ, હવાઈ માર્ગને અટકાવી દેવામાં આવ્યો હોવાના કારણે જ્યાં હતા ત્યાં જ રહેવા માટે મજબૂર થઈ ગયા […]

અક્ષય કુમારે 25 કરોડ આપ્યા બાદ ફરી બતાવી દરિયાદિલી, ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે BMCને 3 કરોડ રૂપિયા દાન કર્યા

કોરોના વાયરસની મહામારી સામે લડવા બોલિવુડ સેલેબ્સે દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અક્ષય કુમારે કોરોના સામેની જંગમાં અગાઉ PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. હવે અક્ષયે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો કોરોના વાયરસ […]

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાને લોકડાઉન લંબાવીને યોગ્ય નિર્ણય કર્યો, આજે રાત્રે PM મોદી દેશને કરી શકે છે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું. કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યારે ભારતની પરિસ્થિતિ અન્ય દેશો કરતા એટલા માટે સારી છે […]

ગુજરાતની પોલીસને સલામ: એકવાર જોઈ લો.. તમને કશું ના થાય એ માટે ગુજરાત પોલીસના જવાનો તડકામાં તપે છે, જાતે જમવાનું પણ બનાવે છે

આમ તો પોલીસને તમામ લોકો શંકા અને નકારાત્મક નજરથી જ જોતા હોય છે, પરંતુ પોલીસ સાચા અર્થમાં પ્રજાની રક્ષક છે તેવા અનેક દ્રશ્યો આ કપરા સમયમાં આખા રાજ્યમાં જોવા મળે છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ સમયે રાજકોટથી 30 […]

સ્વસ્થ દેખાતા વ્યક્તિને પણ હોઈ શકે છે કોરોના, અમદાવાદમાં કોરોનાના કોઈ જ લક્ષણો ના હોય તેવા 30 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા

અમદાવાદ શહેરમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે નોંધાયેલા તમામ […]

કોરોનાના સંકટ સમયે નિવૃત્ત સૈનિકે ગ્રેજ્યુઈટી અને પેન્શનની 15 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી

કોરોના સામે લડવા માટે સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જુનિયર કમિશન ઓફિસર મોહિન્દર સિંહે ગ્રેજ્યુઈટી અને પેન્શન તથા કમાણીની 15.11 લાખ રૂપિયાની રકમ પીએમ કેયર્સ રિલીફ ફંડમાં દાન કરી દીધી છે. તેમણે કહ્યું કે,‘મને જે પણ મળ્યું દેશથી મળ્યું. હવે જ્યારે દેશને જરૂર છે ત્યારે તેને પરત કરી રહ્યો છું.’ હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, […]

હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે આર્મીને શેરીઓમાં ઉતારવાનો સમય પાકી ગયો!

અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. રોજબરોજ પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરીને ક્લસ્ટરિંગ કરાઈ રહ્યું છે. પરંતુ હવે સ્થાનિક મ્યુનિ. અને પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર લોકડાઉનના ચુસ્ત અમલ અને ઘરે-ઘરે મેગા સર્વે કરીને લોકોનું ટેસ્ટિંગ કરવાનો છે. આ બંને બાબતોમાં […]

ગુજરાતમાં આજે કોરોનાના નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ સાથે કુલ કેસ 432 થયા, તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 228 પર પહોંચ્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય […]