કામવાળા બહેને કહ્યું કે ફ્લેટોમાં હવે કોરોનાના ડરથી અમને કામ કરવા માટે પ્રવેશ નથી આપતા, પતિ વિકલાંગ છે તેવામાં ઘર કેવી રીતે ચલાવું?

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જે તારીખ 3 મે સુધી ખતમ થતું હતું તે કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા તારીખ 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોના વાયરસના લોકડાઉનના કારણે હવે લોકો ઘરમાં જ છે અને બહારના લોકોના પ્રવેશ નહીં કરવા દેતા શહેરોની સોસાયટી અને ફ્લેટમાં કામ […]

સુરતના વરાછામાં મસાલો આપવાની ના પાડતા યવકે ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો કર્યો

કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના (Tobacco Products) વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા (Pan Masala) ન મળતા હોવાથી તેઓ માંગે એ કિંમત પણ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક માવો લેવા માટે ગયો હતો. જોકે, પાનના ગલ્લાવાળાએ […]

લોકડાઉનમાં આંડા સંબંધોનો અનોખો કિસ્સો આવ્યો સામે, પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે, તેની પત્નીને કહ્યું-મારી સંપત્તિ લઇ લે પણ તારો પતિ આપી દે!

લોકડાઉન હાલ અનેક લોકોની પોલ ખોલી રહ્યો છે. આંડા સંબંધોનો આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાં થયો છે. તમે ઉર્મિલા માંતોડકર, શ્રીદેવી અને અનિલ કપૂરની ફિલ્મ જુદાઇ જોઇ હતી. બસ આવું જ કંઇક જે સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં થતું વિચારીએ છીએ તે રીયલ લાઇફમાં થયું છે. અહીં એક 57 વર્ષીય પ્રેમીકાએ પોતાના 45 વર્ષીય […]

સુરતથી પરપ્રાંતિય લોકોને વતન પહોંચાડવા સ્પેશ્યલ ટ્રેન દોડશે, આજે પ્રથમ ટ્રેન જશે ઓરિસ્સા

કોરોના મહામારીને પગલે હાલમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કામદારોમાં ખાસ કરીને વતન જવા માટે ભારે આક્રોશ છે. આવા સમયે સુરતના સ્થાનિક અધિકારીઓ અને રેલવે સત્તાધિશો વચ્ચેના સંકલનના અભાવે આજે સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન ઉપડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેની જાણ થતાં મોટી સંખ્યામાં કામદારો યેનકેન રીતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જેમને […]

SVNITના પ્રોફેસર, 4 વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવ્યું, હવે 15 મિનિટમાં જણાશે કે પેશન્ટને કોવિડ-19 છે કે નહીં, તે પણ માત્ર રૂ. 50માં

પેશન્ટને કોવિડ-19 છે કે નહીં? તેનો રિપોર્ટ 15 કલાકની જગ્યાએ હવે 15 જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપોર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. 50નો જ ખર્ચ થનારો છે. SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા પ્રો. ડો જ્યોતિર્મય બેનર્જીઅને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ […]

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને ટ્રાન્સપોર્ટેશન અંગેની વિગતો ભરવી પડશે. આપાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અંગે ગુજરાત પોલીસે ટ્વિટ પણ કર્યું […]

ભાવનગર કલેક્ટર ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરતા પ્યુન નિવૃત્ત થતા કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી આપી વિદાય

ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ દિવસે હિંમતભાઇને કલેક્ટરની ચેમ્બરમાં કલેક્ટરની ખુરશી પર બેસાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પળ તેમના જીવન માટે યાદગાર […]

કોરોનાના દર્દીઓ પર ઈબોલા વાયરસની દવા કરી રહી છે અસર, શિકાગોમાં 125માંથી 123 દર્દીઓ સાજા થઈ ગયા

કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા માટે એક સારી ખબર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાના ખાત્મા માટે તૈયાર કરાયેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ પર જાદુઈ અસર કરી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોની આ જાહેરાત બાદ હવે આ મહામારી સામેની જંગમાં દુનિયાભરમાં આશાનું નવું કિરણ જાગી ગયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236, કુલ દર્દી 4,721

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન વધારાયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા […]