પેશન્ટને કોવિડ-19 છે કે નહીં? તેનો રિપોર્ટ 15 કલાકની જગ્યાએ હવે 15 જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપોર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. 50નો જ ખર્ચ થનારો છે. SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા પ્રો. ડો જ્યોતિર્મય બેનર્જીઅને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ડીપ લર્નિંગથી સોફ્ટવેર બનાવ્યું છે. ડોક્ટરોએ સોફ્ટવેરમાં સ્પેક્ટેડ પેશન્ટની ચેસ્ટનો એક્સ-રે પાડીને સોફ્ટ કોપી નખાતા કોવિડ-19 છે કે નહીં? તે જાણી શકશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
એરપોર્ટ, રેલવે કે બસ સ્ટેશન પર ફરતા પેશન્ટને શોધી કાઢશે
વિદ્યાર્થી નિખિલ કહે છે કે, સોફ્ટવેર સાથે થર્મલ ઇન્ફ્રારેડ કેમેરો પણ અટેચ કરી શકાય છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ સહિતની ભીડ થનારી જ્યાઓ પરથી કોવિડ-19ના પેશન્ટને શોધી કાઢશે. આ સોફ્ટવેરમાં થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાના કોવિડ-19 કે સ્પેક્ટેડના ડેટા ઇન્સ્ટોલ કરાયા છે. જેથી
થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાને તેની સાથે જોડાય તો તે સ્પેક્ટેડ કે પેશન્ટને શોધી કાઢશે.
હવે રોબોટમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવશે
હાલમાં પેશન્ટને સારવાર આપતા ડોક્ટરોને પણ કોવિડ-19પોઝિટિવ આવી રહ્યો છે. જેથી રોબોટ બનાવીને તેમાં આસોફ્ટવેર ઇન્સટોલ કરનારા છે. જેથી ડોક્ટર પોતાની જ ચેમ્બરમાં બેસી સસ્પેક્ટેડ કોવિડ-19ના પેશન્ટને તપાસી શકે. આમ, આ રોબોટ બનાવવા માટે એમએચઆરડી પાસે ફંડ મંગાયું છે. તેવું વિદ્યાર્થી નિખિલે અંતે જણાવ્યું હતું.
દેશ-વિદેશના કોવિડ-19ના લક્ષણનો ડેટા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરાયો છે
વિદ્યાર્થી નિખિલ વ્યાસે વધુમાં કહ્યું કે, આ સોફ્ટવેરમાં દેશ-વિદેશના કોવિડ-19ના લક્ષણોનો ડેટા ઇન્સ્ટોલ કરાયો છે. તેવામાં કોવિડ-19 નવા લક્ષણોનો ડેટા આવશે, તો તે પણ સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..