રાજકોટમાં આજથી ફાકી, તમાકુ અને સિગારેટ પીનાર સામે આ કલમ હેઠળ ગુનો નોંધી કેસ થશે- પોલીસ કમિશનરનો આદેશ

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત જાતના ઉધામા કરે છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીનેમોટા નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ […]

દેશમાં લોકડાઉન લંબાશે તો કોરોના વાયરસથી નહીં ભૂખમરાથી લોકો મરશે: નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરી શકે છે. મૂર્તિએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસને ન્યૂ નોર્મલ (નવી સ્થિતિ જેને સામાન્ય […]

સુરત સિવિલની ઘોર બેદરકારી: બે દિવસ પહેલા હૉસ્પિટલમાંથી ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીની લાશ સિવિલમાંથી જ મળી!

બેદરકારી બાબતે જાણે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Covid 19 Hospital)પ્રથમ નંબર મેળવશે તેવો ઘાટ ઘડાયો છે. મંગળવારે સિવિલ હૉસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ એક દર્દી (Corona Positive Patient) ભાગી ગયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં પોલીસે તેને શોધવા માટે દોડાદોડી કરી હતી. હવે એવા સમાચાર મળ્યા છે કે આ દર્દીની લાશ (Dead Body) સિવિલ હૉસ્પિટલમાંથી જ […]

‘રામ રાખે તેને કોણ ચાખે’ અમદાવાદમાં 4 મહિનાનાં બાળકે માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવ્યો

અમદાવાદ શહેરના નરોડા રોડની વિજય મિલની આસપાસના શ્રમજીવી વિસ્તારમાં આવેલી અંબાપુરાંની ચાલીમાં ૪ મહિનાના મહાવીર નામના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત તા.૧૮મી એપ્રિલના રોજ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સાત દિવસની સારવારમાં બાળકે કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયો હતો. એસવીપીમાંથી બાળકને ૨૪મી એપ્રિલના રોજ રજા આપી દેવાઈ […]

રાત્રે ચાલવા નીકળતા લોકો સામે પણ કાર્યવાહી થશે, પોલીસ સાઈકલ પર આવીને પકડશે : DGP

કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા […]

અમેરિકામાં મૂળ આણંદના ડોક્ટર અરવિંદ પટેલનું કોરોનાથી કરૂણ મોત, 25 દિવસની સારવાર બાદ દુનિયાને કહી અલવિદા

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલો છે ત્યારે વૈશ્વિક બિમારીના ભરડામાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે. મહાસત્તા હોવા છતાં કોરોના સામે અમેરિકા નતમસ્તક બની ગયું છે. કોરોનાના ભરડામાં અમેરિકામાં વસતા ઘણા બધા ગુજરાતીઓ સહિત ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગુજરાતીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આણંદમાં પાળજના નાગરિકનું અમેરિકામાં […]

જલ્પા ગાંધી પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાની પાસે રાખી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની કરે છે સેવા

કોરોનાના ચેપને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રશાસન દ્વારા કોઇપણ કચાસ છોડવામાં આવી રહી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈની કામગીરી જેઓ નિભાવી રહ્યાં છે તે પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવામાં રત છે. સિવિલમાં સેવા […]

લોક ડાઉનમા માનવતા દેખાડતા ઉઘાડા પગે ચાલીને જતા બાળકોને જોઈને મામલતદારે ખોલાવી દુકાન, દુકાનદારે પૈસા ન લીધા

વાત જાણે એમ બની કે, કોડીનાર મામલતદાર એન નાયબ મામલતદાર (સુપર) ગત તા. 25 એપ્રિલે સ્યુગર ફેક્ટરી તરફથી ઓફિસ તરફ જઇ રહ્યા હતા. એ વખતે રોડ પર ત્રણેક દેવીપૂજક પરિવાર પગપાળા શહેર તરફ જઇ રહ્યો હતો. તેમની સાથેના દસેક બાળકો ઉઘાડા પગે ચાલતા હતા. અને છાંયડો આવે તેનો સહારો લેતા હતા. મામલતદારને પોતાનું એ રીતે […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 313 નવા કેસ નોંધાયા, 17ના મોત થતાં મૃત્યુઆંક 214, કુલ દર્દી 4395

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 313 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ […]

ગરમીમાં PPE કિટથી પરસેવાના રેલા ઉતરે છે, છતાંય ફરજમાં અડગ છે પોલીસ અને મેડિકલ સ્ટાફને દીલથી સલામ

કોરોનાથી બચવા હવે પોલીસ પણ પ્રોટેક્શન સૂટ પહેરીને ફરજ બજાવી રહી છે. જોકે, આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આખુંય શરીર કવર થઈ જાય તેવો પ્રોટેક્શન સૂટ પહેરી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નોકરી કરવી આપણે કલ્પના પણ ના કરી શકીએ તેટલી અઘરી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત મકવાણાને પેટ્રોલિંગમાં જતાં પહેલા પ્રોકેક્શન સૂટ તેમજ અન્ય પર્સનલ […]