આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે દર વર્ષે બે ચાસ પશુ-પક્ષીઓ માટે રાખો

આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો ગેંગે-ફેંફે કરવા લાગે છે. પણ આટકોટના વૃદ્ધ ખેડૂત ધીરુભાઈ પટેલ કોઈ એવા સશક્ત કે શ્રીમંત […]

400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ કર્યું

સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ વિડીયો કોલ કરી પ્રથમ વખત જોઇ પત્નીને પોતાની ધ્યાન રાખવાનું કહી પોતાની ફરજ પર લાગી […]

અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં લાવવા કરાશે હવે આ છેલ્લો ઉપાય, શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈને દવા-દૂધ સિવાયની બધી જ દુકાનો ૧૫મી મે સુધી બંધ રખાઈ છે. જો બીજી કોઈ દુકાનો ખૂલશે તો દુકાનદાર સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી થશે. સાથોસાથ અમદાવાદમાં વધુ અમુક રસ્તા બંધ કરાયા છે, તેથી જો કારણ વગર અવરજવર થશે તો પોલીસ ગુનો […]

વિશાખાપટ્ટનમમાં સર્જાયેલ ગેસ કાંડના વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે : 3 KM સુધી લોકો ઠેર-ઠેર રસ્તા પર ઢળી પડ્યા

આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બીમાર છે. આ એવો તે કેવો ગેસ છે જે આટલો ઝેરી છે? કેટલો ઘાતક છે આ ગેસ? જે પ્લાન્ટમાંથી ગેસ લીક થયો, તેમાં શું બને છે અને તેમાં આ ગેસનો શો ઉપયોગ થાય છે? આવો […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17 લોકોનાં મોત

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ નોંધાયા, 29ના મોત કુલ મૃત્યુઆંક 425, કુલ દર્દી 7013

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે તો અમદાવાદને બાનમાં લીધું છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. આ […]

બચત અને કૃષિ અર્થતંત્ર પર ખરાબ અસર થવા નહીં દે, આંત્રપ્રિન્યોર અને ખેતી જોડાય તો વિકાસની ક્રાન્તિ સર્જાય: સ્ટીવ હેન્કી ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કી.

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-19નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આવું કહેવું છે, જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કીનું. અમેરિકા સહિત 10થી વધુ દેશોના સલાહકાર રહી ચૂકેલા પ્રો. હેન્કી કહે છે કે વિશ્વને સિંગાપોરના લી ક્યુઆન જેવા નેતાઓની […]

1100 કિલોમીટર ચાલીને વતન જવા નીકળેલા શ્રમિક યુગલની કહાની સાંભળીને સુરત પોલીસની માનવીય સંવેદના જાગી, ઘરખર્ચી માટે પૈસા આપીને વતન જવાની વ્યવસ્થા કરી આપી

ઉધના પોલીસની ટીમ નવસારી રોડ ઉપર પેટ્રોલિંગ કરતા લક્ષ્મીનારાયણ મંદિર પાસે પહોંચી. અહીં સર્વિસ રોડ સાથેના ફૂટપાથ ઉપર એક યુગલ બેસેલું દેખાયું. સૂકાભટ-ચિંતાતુર ચહેરે બેસેલા આ દંપતી પર નજર પડતાં પીસીઆર વાન તેમની પાસે પહોંચી. ગાડી ઊભી રહી એટલે મહિલાના પાલવમાંથી એક માસૂમ ચહેરો બહાર આવ્યો. માંડ દોઢ વર્ષનું આ બાળક એકીટસે પોલીસની ગાડી તરફ […]

રાજકોટમાં પરપ્રાંતિય શ્રમિકે વતન જવા નહીં મળે તેના ડરથી આત્મહત્યા કરી લીધી,

લોકડાઉનનો ત્રીજો તબક્કો ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો માટે આફત બનીને આવ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં નહીં રહીં શકાઈ તેમ માની હજારો શ્રમિકો રસ્તા પર ઉતરી આવે છે. ગુજરાતમાં સતત ક્યાંકને ક્યાંક ત્રણેક દિવસથી હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેવામાં રાજકોટમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વતન જવા નહીં મળે તેના ડરથી એક શ્રમિકે […]

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝને ઠાર મરાયાની ઇનસાઇડ સ્ટોરી

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂ પુલવામામાં સુરક્ષાદળોની સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આતંકવાદી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકવાદી હતો. લાંબા સમયથી સેના તેની શોધમાં હતી. રિયાઝ નાયકૂ ઘણો જ ચાલાક આતંકવાદી હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના ઘરે આવવા-જવા માટે સુરંગો બનાવી હતી. આ વાતની જાણ […]