ગુજરાત સરકારે જાહેર કર્યું 14 હજાર કરોડનું રાહત પેકેજ, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, જાણો કોને શું મળ્યું

કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ તેજ કરવા માટે ગુરુવારે ગુજરાત સરકારે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે રચેલી કમિટિની ભલામણોના આધારે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કમિટિએ ત્રણ દિવસ પહેલા સરકારને રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટનો અભ્યાસ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા અને 33ના મોત, મૃત્યુઆંક 1155 અને કુલ 18,609 કેસ

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. આ સાથે જ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 492 […]

મેડ ઈન ચાઈનાનો બહિષ્કાર કરવાની માત્ર વાતો, ચાઈનીઝ એપ તો ડિલિટ કરી શકાય, પણ ફોનનું શું કરવું?

દેશમાં આજકાલ ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનું સોશિયલ મીડિયા પર જોરદાર કેમ્પેઈન ચાલી રહ્યું છે. જોકે, ઓનલાઈન અને ઓફલાઈન સેલર્સને નથી લાગતું કે તેનાથી લોકો ચાઈનીઝ વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, બહિષ્કારની વાતો વચ્ચે પણ ચોક્કસ બજેટમાં ફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે ચાઈનીઝ ફોન લેવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સાવધાન! સુરતમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ માંગ્યા, પૈસા ન મળતા બળાત્કાર કેસમાં ફસાવ્યો?

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 5/3/2020ના રોજ નોંધાયેલા એક બળાત્કારના ગુનાની ફરિયાદ રદ કરવા આરોપી યુવક પંકજકુમાર પોપટલાલ સવાણીની કવોશિંગ પિટિશનનો સ્વીકાર કરીને હાઇકોર્ટે તે ફરિયાદના કામે અરજદાર આરોપી વિરુદ્ધ કોઇ પગલા નહીં લેવા તથા તેની ધરપકડ નહીં કરવાનો વચગાળાનો આદેશ ફરમાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

કોરોનાની મહામારીમાં સ્કૂલોએ ફીની ઉઘરાણી શરૂ કરતા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ, ફી માફીની માંગ કરી

કોરોના વાઈરસની મહામારીમાં માનવતા નેવે મુકીને વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહેલા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓ દ્વારા સ્કૂલો FRC મુજબ ફી વસુલ કરે અને કોવિડ-19ના પગલે ફી માફ કરવા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાંથી વિદ્યાર્થીને LC આપી દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાના વાલીઓના આક્ષેપ કોરોના વાઈરસની મહામારીના પગલે સ્કૂલો […]

ભાગેડૂ લિકર કિંગનો ખેલ ખતમ! વિજય માલ્યાને લઈ આજે ગમે ત્યારે મુંબઈમાં ઉતરી શકે છે વિમાન

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં તેના વિરૂદ્ધ કેસ નોંધાયેલા છે, માટે તેને સૌથી પહેલા મુંબઈ લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે જ માલ્યાને વિમાન મારફતે મુંબઈ લાવવામાં આવી સકે છે. મુંબઈ પહોંચતા જ તેને શરૂઆતમાં સીબીઆઈની ઓફિસ લઈ જવામાં આવશે. ત્યાર બાદ તેને કોર્ટમાં લઈ […]

આ તે કેવો વિકાસ: ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર દીકરી પાણી ભરવા 1000 મીટર ચાલીને જાય છે

2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે એ ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે હજુ પણ પીવાના પાણી માટે તેનો સંઘર્ષ […]

અમરનાથના બરફના શિવલિંગની પહેલી તસવીર સામે આવી, શ્રાઈન બોર્ડે સરકારને 15 દિવસની યાત્રા કરાવવાની દરખાસ્ત કરી

બાબા બર્ફાનીની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં અમરનાથ ગુફા તથા આજુબાજુનો વિસ્તાર જોવા મળે છે. ચોતરફ બરફ છવાયેલો છે અને ગુફાની અંદર બરફના શિવલિંગની રચના થઈ ગઈછે. જોકે આ તસવીર કોણે લીધી છે તે અંગે માહિતી મળી શકી નથી. 23 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે, પણ કોરોનાને પગલે યાત્રા થશે કે નહીં […]

માનવતાને શર્મસાર કરતી ઘટના, સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવ્યું અને પછી…

ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શરમમાં મૂકે એવી ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે તે મરવા માટે નદીમાં જઈને ઊભી રહી ગઈ. આ મામલો ગત ગુરુવારનો છે. જેમાં […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોઁધાયા, 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1122 અને કુલ કેસ 18117 થયા

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે […]