ગુજરાત સરકારે જાહેર કર્યું 14 હજાર કરોડનું રાહત પેકેજ, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, જાણો કોને શું મળ્યું

કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ તેજ કરવા માટે ગુરુવારે ગુજરાત સરકારે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે રચેલી કમિટિની ભલામણોના આધારે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કમિટિએ ત્રણ દિવસ પહેલા સરકારને રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મંત્રીઓ, અધિકારીઓ, વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠકો કર્યા બાદ રાજ્ય સરકારે આ પેકેજની જાહેરાત કરી છે. પેકેજમાં 2300 કરોડની વીજ બિલ, વાહન કર તથા પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈઓ છે. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નાના વેપારીઓ માટે વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાશે

અંદાજે 33 વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડાં, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ અને મૉલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવા જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાશે. આ સાથે ખાનગી વાહનોના રોડ ટેક્સમાંથી 6 મહિનાની મુક્તિ અપાઈ છે.

આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજના મુખ્યઅંશ

  • શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે
  • 100 યુનિટ સુધીનું વીજબિલ માફ થશે
  • 92 લાખ વીજગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે
  • 1 એપ્રિલથી 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો
  • જુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે
  • આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે
  • MSME માટે જિલ્લા નોડલ અધિકારીઓ નિમાયા
  • પશુપાલકોને ગાયદીઠ 900 રૂપિયા ચુકવાશે
  • 20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે
  • એસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયા
  • નાના વેપારીઓને 5 ટકા વીજબીલ માફ
  • ખેતરોમાં ગોડાઉન બનાવવા રૂપિયા 350 કરોડની ફાળવણી
  • વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
  • GIDCને ધમધમતી કરવા સરકારનો પ્રયાસ
  • CM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવ્યા
  • રૂા.10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી નોટીસ પરત ખેંચાશે.
  • અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી

રૂ. 14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો

પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી
પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. 2300 કરોડ) વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.
100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ
માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.
ઉદ્યોગોને કુલ રૂ. 200 કરોડનો ફિક્સ્‍ડ ચાર્જ માફ
અંદાજે 33 લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જિસનું રૂ. 400 કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર 2020 થી ડિસેમ્બર 2020 એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.

નાના દુકાનદારોને વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો
વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી.આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 80 કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.

63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી
લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-2020 થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત 63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી મળશે.

સરકારી કામો માટે કોન્ટ્રાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન
આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.

ઉદ્યોગ વ્યવસાયો માટે રૂ.3,038 કરોડની પ્રોત્સાહક સબસીડી
રાજ્યમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડી
રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ 2020 સુધીમાં કરવામાં આવશે. કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.

વેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ
રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે. રાજ્યના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે.

સોલાર રુફ ટોપ માટેની રૂ. 190 કરોડની સબસીડી
સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રૂ. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ. 90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
વાણિજ્યિક એકમો જેવા કે દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, દવાખાનાઓ અને નર્સિગ હોમ્સ વગરે ને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની રાહત ૨૩ લાખ વાણિજ્યિક એકમો ૬૦૦
રહેણાંક મિલકતોના ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવાના થતા વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રોપર્ટી ટેક્સમાં ૧૦%ની રાહત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકો ૧૪૪
માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજળી બીલમાં ૧૦૦ યુનિટ ની માફી ૯૨ લાખ વીજ ગ્રાહકો ૬૫૦
4વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્‍ડ ચાર્જ માફી ૩૦ લાખ ગ્રાહકો ૨૦૦
નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે ૩૦ લાખ દુકાનદારો ૮૦
હાઇ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જિસના મે મહિના ના ચુકવણા ની મુદતમાં વધારો કરી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ ૧૫૦૦૦ ૪૦૦
કોન્ટ્રાકટ કેરેજ બસો તથા મેક્સી કેબના ઉદ્યોગ ધંધાને એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૬ મહિનાના ટેક્ષ ભરવામાં માફી ૬૩ હજાર વાહન ધારકો ૨૨૧
ઇન્ફ્રાસ્ટ્રકર પ્રોજેક્ટસ માટે હંગામી ધોરણે ફિક્સડ વીજ બિલને માફી

ઉધ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી

ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૧૭૦૦૦ યુનિટ ૭૬૮
ટેક્ષટાઇલ ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૪૦૦ યુનિટ ૪૫૦
મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૧૫ યુનિટ ૧૫૦
રાજ્યના વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં સબસીડીની રકમ સત્વરે ચુકવવામાં આવશે. ૨૭ હજાર ૧૯૦
સોલર રૂફ ટોપ યોજના ૬૫ હજાર ૧૯૦
ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો & ફુડ પ્રોસેસીંગ એક્મો ને કેપીટલ અને વ્યાજ સબસીડી આપવામાં આવશે. ૯૦.૦૦

વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા

ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
રૂ. ૧૦ કરોડથી ઓછુ વાર્ષિક ટર્ન-ઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેચવામાં આવશે ૮૫,૦૦૦ થી વધુ કરદાતાઓને લાભ
વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. ૨૬,૦૦૦ વેપારીઓ
વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે

ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉધ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા

ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે તેમજ વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ અને બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે ૩૧૦૦ ઉદ્યોગકારો ૪૧.૧૦
સદર ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓ ૩.૩૧
જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકો
૨૭૦૦ ઉદ્યોગકારો
૬૦.૪૩
ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી ૩૭૩૩ ઉદ્યોગકારો ૬૦
નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમા સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ તેમના હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે ૭૨૭ ઉદ્યોગકારો ૧૬.૧૨
કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ માર્ચ અને એપ્રિલ- ૨૦૨૦ના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કરેલ છે. ૧૯૨૬૭ ઉદ્યોગો ૧.૩૨
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે, વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી ૧૩૩.૦૦
જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી ૧૫૩૧૫ ઉદ્યોગકારો ૯૫.૦૦
ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસી આ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે ૩૫૨ ઉદ્યોગકારો ૭.૮૯
૧૦ ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયેલ છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટ
૧૧ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે સારૂ જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર- પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી ૧૪૨૮ લાભાર્થીઓ
૧૨ ૨ વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે ૧૯૯૧ ઉદ્યોગકારો ૪૦.૪૨
૧૩ જીઆઇડીસીમાં આવેલ અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી, હાલ ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ કરવામાં આવે છે.
હાઉસિંગ ક્ષેત્ર
ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે ૧.૬૦ લાખ મકાનો ૧૦૦૦

કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ

ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
પાક ધિરાણ: ખેડુતોને ‘શુન્‍ય’ ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે. ૨૪ લાખ ૪૧૦.૦૦
દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ. ૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે. ૬૧,૫૭૪ ખેડુતો ૬૬.૫૦
કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવામાં આવશે. એક લાખ લાભાર્થીઓ ૧૩.૫૦
વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે ૧.૨ લાખ ૩૫૦
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજાર થી ૭૫ હજાર સુધીની સહાય. ૧૦ હજાર ૫૦
કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય ૧૦૦
તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો. ૧ લાખ માછીમાર ૨૦૦
સ્વરોજગાર
ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. ૩ લાખ ૩૦૦
મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય ૧૦ લાખ બહનો અને ૧ લાખ
સ્વ-સહાય
૨૦૦
સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે ૩૨૦૦૦થી વધુ લાભાર્થીઓ ૧૧.૧૧
શ્રમિક કલ્યાણ
ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે ૧ લાખ ૧૦
અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકો ૫૦
બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવામાં આવશે ૨૫૦૦
જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦ સબસીડી આપવામાં આવશે. ૧ લાખ લાભાર્થીઓ ૩૫૦
અન્ય રાહતો
ક્રમ. સહાય/રાહત નો પ્રકાર લાભાર્થી સહાય/રાહત
(રૂ. કરોડમાં)
ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા ૧૦૦૦ નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો ૪૩૭૫.૬૮
પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ ૬૨ લાખ કુટુંબો ૩૦૦
લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય ૧૨૦
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસ માં રાહત ૧૨૫૦ ઉદ્યોગ ૩૦

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો