જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને […]

સુરતીઓ સાવધાન! શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે, આવતા બે સપ્તાહ સૌથી ખતરનાક

કોરોનાથી બચવા માટે ફરજિયાત ઘરબંધી એકમાત્ર હાથવગો ઉપાય.. સ્વૈચ્છિક લૉકડાઉન તાતી જરૂરિયાત…. શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે કોવિડ-૧૯ના સત્તાવાર સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત દિવસે દિવસે જંગી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.. કોરોનાના પેથોલોજીકલ ટેસ્ટની મર્યાદિત સંખ્યા સામે સિટીસ્કેનથી કોરોનાની સંભાવના […]

સુરતમાં કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ, મૃતદેહ અન્ય સ્મશાને લઈ જતા હોવાનો વીડિયો થયો વાઈરલ

કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ હોવાથી મૃતદેહ અન્ય સ્મશાન લઈ જતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેથી અશ્વિની કુમાર સ્મશાનમાં તપાસ કરતા હાલ રોજ 70થી વધુ મૃતદેહ આવી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

સુરતમાં કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે નોંધાયો ગુનો

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં મારી નજરે લાશો જોઈ છે. તમે રિસ્ક ન લો અને ગામડે જતાં […]

કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી યુવક રોડ પર ઢળી પડતા માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરને ભગવાન માનવામાં આવી રહ્યા છે. આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ડોક્ટરો પોતાનો ધર્મ નીભાવી યુવકની જિંદગી બચાવવા પ્રસાય કર્યો હતો.આજે મંગળવારે સવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.અજીતસિંહ વોકિંગ કરતાં હતા. ત્યારે ગુલામ હુસેન નામના મુસ્લિમ યુવકને હાર્ટ એટેકનો હુમલો […]

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂકલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને નિર્ણય રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટોરીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 915 કેસ, કુલ દર્દીઓનો આંકડો 43,723 પર‬ પહોંચ્યો અને મૃત્યુઆંક 2,071 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. […]

શ્વાસની તકલીફ રહેતી હોય તો શરૂ કરી દો આ 3 ઘરેલૂ ઉપાય, જડમૂળથી મટી જશે

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે. જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને નાક ઢાંકીને નીકળવું અને ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જેનાથી શ્વાસની […]

સુરતના ડૉક્ટરે કહ્યું કે, અમને બીક લાગે છે, કારણ કે દર્દીઓ એટલા બધા હોય છે હોસ્પિટલની બહાર વેઈટીંગ છે, લોકોએ વર્તમાન સમયની ગંભીરતા સમજવાની જરૂર છે

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ઘણા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. વર્તમાન સમયની ગંભીરતા સમજીને લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે સુરતના એક ડૉક્ટરે અપીલ કરી છે. ડૉક્ટરે લોકોને એમ પણ કહ્યું છે કે, હોસ્પિટલમાં બેડ નથી. કોઈ પરિવાર જન બીમાર પડશે તો બેડ મળવો પણ મુશ્કેલ છે. […]

અંબાજીમાં પોલીસે માનવતાને નેવે મુકી, માસ્ક વિના સગર્ભાને હોસ્પિટલે લઈ જતા વાહનને એક કલાકથી વધુ રોકી રાખતા શિશુનું મોત, મૃત બાળક લઈ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી

અંબાજી સર્કલ પર માસ્ક પહેર્યું ન હોવાનું કહીને પોલીસે એક વાહનને રોક્યું હતુ. જેમાં એક સગર્ભાને હોસ્પિટલમાં લઈ જવાતી હતી. પરંતુ પોલીસે માનવતાને નેવે મુકીને આ વાહનને અંબાજી પોલીસ મથકે લઈ જઈ એક કલાકથી વધુ રોકી રાખ્યુ હતુ. જેને કારણે મહિલાના ગર્ભમાં રહેલા બાળનું મોત નીપજ્યુ હતુ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]