ગુજરાતમાં કોરોનાનો વધતો કહેર: આજે નવા રેકોર્ડબ્રેક 1159 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 60,285 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં છે. […]

દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દિલ્હી સરકારે એક ઝાટકે રૂ.8.36નો ધરખમ ઘટાડો કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણ લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, ક્વોરેન્ટાઇન દરમિયાન 84 ડૉક્ટરો 28 દિવસમાં 50 લાખનું ભોજન ખાઇ ગયા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરો દ્વારા 50 લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય સમીક્ષામાં ક્વોરેન્ટાઇન 84 ડૉક્ટરો દ્વારા 28 દિવસમાં 50 લાખ રૂપિયાનું ભોજન જમવાનું બિલ સામે આવ્યું તો બેઠકમાં મોજૂદ અપર મુખ્ય સચિવ(ચિકિત્સા શિક્ષા) […]

મુંબઈમાં એવી જગ્યા કે જ્યાં કોરોનાનો રાફડો ફાટવાનો ડર હતો ત્યાં 50%થી વધુ લોકોને કોરોના થઈને મટી ગયો અને તેમને ખબર પણ ના પડી.. સેમ્પલમાં એન્ટીબોડી જોવા મળ્યાં

કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા 57% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને ખબર પણ ના પડી. BMC અધિકારીઓએ આ બાબતને સકારાત્મક પરિવર્તન ગણાવ્યું […]

‘હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ’, ભાઈએ 181ને ફોન કરીને રક્ષાનું વચન નીભાવ્યું

અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત થઈ શકતી નહોતી. આખરે ભાઈ એ રાજ્ય સરકાર દ્વારા […]

જસદણમાં માણસાઈની હત્યા: કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત થયું, ડોક્ટરે કહ્યું ગામમાં ખાડો ખોદી લાશ દાટી દો

જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું હોય તેવો રાજકોટનો આ પહેલો બનાવ છે. કરુણતા એ છે કે, શબને પ્લાસ્ટિકમાં વીંટવા માટે આરોગ્ય […]

ટીવી સિરિયલ ‘ભાખરવડી’ના ક્રૂ મેમ્બરનું કોરોનાને કારણે અવસાન, ટીમના આઠ લોકો પણ પોઝિટિવ

ટીવી સિરિયલ ‘ભાખરવડી’માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ 19ને કારણે 21 જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે 26 જુલાઈથી ત્રણ દિવસ માટે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને પૂરી કાસ્ટ તથા ક્રૂનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. […]

સુરતમાં દોઢ મહિનામાં જ માસ્ક વિના ફરતા લોકો પાસેથી 2.74 કરોડ રૂપિયાની વસૂલાત થઈ, પાલિકા કરતા તો પોલીસે 4 ગણી દંડની વસૂલાત કરી

માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવાની સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે 2.19 કરોડની વસૂલાત કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

કેન્દ્ર સરકારે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો તેમાં કઈ-કઈ છૂટછાટો આપવામાં આવી…

ગૃહમંત્રાલયે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજ સાંજ સુધીમાં રેકોર્ડબ્રેક 1144 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 59,126 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં અનલૉક બાદ […]