નડિયાદ હાઈવે નજીક ભયંકર અકસ્માત, બે કાર ઘડાકાભેર અથડાતા અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5ના મોત

કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બંને કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. નેશનલ હાઈવે-8 પર નડિયાદ નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી […]

ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરુપતિ ઓઈલના માલિક નિલેશ પટેલનું અવસાન

ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K પ્રોટીન્સના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા આશરે ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી કંપનીને આજે સફળતાના શિખરે લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો. […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 78,783 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]

ચોમાસામાં ગળા અને છાતીમાં કફ જામી જાય તો અપનાવો આ 5 નુસખા, દવાઓ વિના તરત જ મટાડી દેશે

ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરના નુસખાઓ અપનાવવા જોઈએ. ચાલો જાણી લો અક્સીર ઈલાજ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

મામલતદારના ઘરે ACBની રેડ, અધિકારીના ઘરેથી લાંચના એટલા રૂપિયા પકડાયા કે ઢગલો થઈ ગયો

હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. મામલતદાર ઉપર કથિત રીતે 28 એકર જમીન સંબંધી કોઈ મામલામાં આ લાંચ લેવાનો આરોપ છે. એસીબીએ શુક્રવારે રાત્રે મામલતદાર બલારાજૂ નાગરાજૂના ઘરે છાપો માર્યો હતો અને લાંચની રકમ સાથે તેને […]

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર પર કરી રહી છે વિચાર, PMએ કરી દીધો ઇશારો, ન્યૂનતમ ઉંમર 18થી વધારીને આટલી કરી શકાય છે

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. કહેવાય છે કે હવે છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 કરી શકાય છે. તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંય ફેરફાર આવશે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર હ્યું કે આપણે દીકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચાર કરવા માટે […]

અમદાવાદ શહેરમાં બે દિવસમાં 5 હત્યા બાદ અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લામાં તલવાર અને છરી લઇ નિકળ્યા

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમા અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વટવામાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવવા તલવાર વડે વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાર પડેને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં તો કાયદાનો કોઈ ડર ન હોય તેમ પાંચ જેટલા […]

અમદાવાદમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવેલી હોટલમાં પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો

અમદાવાદમાં દારૂની મહેફિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોનાનાં સમયમાં ક્વોરન્ટાઈન માટે બનાવેલી હોટલમાં એક પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ આવ્યો છે. અને આ હોટલમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે તેનો મિત્ર કેવી રીતે રૂમ સુધી પહોંચી ગયો, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. […]

માંડવીના નાયબ મામલતદારનું કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ એક્સિડન્ટમાં મોત

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માનિત થવા જઈ રહેલા કોરોના વોરિયર અને તેમના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.વાંકલ-ઝંખવાવ રોડ પર પાતલદેવી પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું અવસાન થયું છે. પતિ-પત્નીના મોતના પગલે તેમના સંતાને માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ માંડવીમાં તેમના અવસાનને લઈને શોકનું મોજુ ફરી […]

અક્ષય કુમારે ફરી બતાવી દરિયાદિલી: બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે 1-1 કરોડ રૂપિયાની જાહેરાત કરી

અક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 1-1 કરોડ રૂપિયા દેવાની શપથ લીધી છે. 13 ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને મુખ્યમંત્રીઓએ તેની દરિયાદિલી માટે તેનો આભાર માન્યો અને મદદ કરવા બદલ તેના વખાણ પણ કર્યા. લેટેસ્ટ […]