નડિયાદ હાઈવે નજીક ભયંકર અકસ્માત, બે કાર ઘડાકાભેર અથડાતા અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5ના મોત

કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બંને કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

નેશનલ હાઈવે-8 પર નડિયાદ નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કારમાં એક બાળક અને બે વ્યક્તિ ફસાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગત પ્રમાણે આજે સાંજે 9 વાગ્યાના અરસામાં અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે નંબર 8 પર નડિયાદ અને ખેડા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નડિયાદના પીજ ચોકડી પાસે નડીયાદથી અમદાવાદ તરફના રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં મૃત પામેલાઓમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે. નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાય હતો.

અકસ્માતગ્રસ્ત બંને કારમાંથી મળીને કુલ 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. આ અકસ્માતનો ભોગ બનેલા બંને વાહનો અમદાવાદ પાસિંગના છે. ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને અન્ય સ્થાનિકોએ બચાવકામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળ રીતસરનું હ્યદયદ્રાવક ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. કારમાંનો સામાન રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. બંને વાહનો રીતસરની કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

આ દુર્ઘટના એટલી તો ગંભીર હતી કે એક બાળકનો ચહેરો ઓળખવો મુશ્કેલ બન્યો હતો. રસ્તા પર લાશો રીતસરની ફંગોળાઈ ગઈ હતી. જ્યારે ગંભીર ઈજાના કારણે ઈજાગ્રસ્તો કણસી રહ્યાં હતાં જેમની સ્થિતિ જોઈ ભલભલાનું કાળજુ કંપી ગયું હતું.

અકસ્માતમાં ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

વીડિયો કોલ કરી ઈજાગ્રસ્તોની ઓળખ મેળવાઈ
આ ઘટનામાં પ્રમુખ ચંદુલાલ પટેલ, સમીરાબેન યાકુબભાઈ શેખ, જીયાબાનુ વસીમભાઈ શેખ, સહદ શેખ અને નીદાબાનુ ઈમરાન શેખને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ઘટનાની જાણ થતાં તેમના નજીકના સંબંધીઓ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરંતુ ઈજાગ્રસ્ત કોણ છે તે તેમને જાણ ન હોવાથી તેમના ઓળખીતાઓને વીડિયો કોલ કરીને તેઓ તેમના નામ-ઠામ પૂછીને ઓળખાણ કાઢી રહ્યા હતા.

મૃતકના નામ

  • યાકુબ શેખ
  • કૌશરબીબી
  • સીમા
  • જિયા
  • ઇનાયા

ઇજાગ્રસ્તોના નામ

  • પ્રમુખ પટેલ
  • જિયા શેખ
  • સહદ શેખ
  • નિદાબાનું
  • ​​​​​​​સમીરા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો