નડિયાદની મહિલાએ ન્યૂઝ પેપરમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી બનાવ્યાં, વિસર્જન બાદ જળચર જીવો ખાઇ શકે તેવા શણગાર પણ બનાવ્યા છે
છાપામાંથી બાપ્પા – કોન્સેપ્ટ જ એકદમ હટકે છે. આ અલગ કોન્સેપ્ટના બાપ્પા નડિયાદના હિનાબેન જાનીએ તૈયાર કર્યા છે. તેઓ 10 વર્ષથી ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્થાપન કરે છે. પર્યાવરણનો વિચાર કરીને તેઓ શરૂઆતમાં માટીની મૂર્તિ નડિયાદ કે આણંદથી લાવતાં. જોકે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવા ઉપરાંત તેમાં વપરાતા રંગ પણ જળચર જીવ માટે હાનિકારક હોવાથી […]