રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને એકઠા ન થવા માટેની સૂચના આપવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે લોકોમાં જાગૃતતા પણ આવી છે. જેથી લોકો સ્વજનના મૃત્યુ બાદ બેસણામાં લોકોને બોલાવતા નથી. કેટલાક લોકો ટેલિફોનિક બેસણું રાખીને લોકોને એકઠા ન કરી તેમને સુરક્ષિત રાખી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક અનોખું બેસણું યોજાયું હતું. જેમાં અમદાવાદમાં કેન્સરથી પીડિત મહિલાનું મોત થતા પરિવારના સભ્યોએ મહિલાને શ્રદ્ધાંજલિ આપવા માટે ડ્રાઈવ થ્રુ બેસણાનું આયોજન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ અનુસાર, અમદાવાદના પ્રહલાદ નગરના શિવલિક બંગ્લોઝમાં રહેતા કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થયું હતું. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ઠક્કર પરિવાર પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપવા કઈ રીતે બેસણું યોજવું તેની ચર્ચા-વિચારણા કરી અનોખી રીતે બેસણાનું આયોજન કર્યું હતું. પન્ના ઠક્કરના પરિવારજનોએ ડ્રાઈવ થ્રુ બેસણાનું આયોજન કર્યું હતું.
જેમાં સ્નેહીજનો પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે ઘરના દરવાજા પર જ બેસણામાં આવતા લોકોને કારમાં ફુલ આપવામાં આવતા હતા અને કાર સોસાયટીમાં રાખવામાં આવેલા પન્ના ઠક્કરના ફોટા પાસે લઈ જઇ ફોટા પર ફૂલ ચઢાવીને લોકો પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપતા હતા.
ડ્રાઈવ થ્રુ બેસણામાં સામાજિક અંતર અને સેનિટાઇઝેશનના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તો બીજી તરફ જે સંબંધીઓ શ્રદ્ધાંજલિ આપવા આવતા હતા તે સંબંધીઓને ઠક્કર પરિવાર દ્વારા તુલસીનો ક્યારો, ભગવદ ગીતા અને બાજોટ આપવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે, પન્ના ઠક્કરે 5 વર્ષ કેન્સર સામેની ફાઇટમાં ઘણા લોકોને કાઉન્સિલ પણ કર્યા છે. આ બાબતે પન્ના ઠક્કરના પુત્ર પ્રેમ ઠક્કરનું કહેવું છે કે, મારા માતાને 2015માં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. તેની સામે ફાઈટ આપી તેના પર વિજય મેળવ્યો હતો, ત્યારબાદ 2019માં તેમને લંગ કેન્સર ડિટેક્ટ થયું હતું. છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાથી તેઓ 14 મહિના તેની સામે ફાઇટ આપી શક્યા અને તેમણે દુનિયામાંથી વિદાય લીધી હતી. તેઓ મિત્રો અને સોસાયટીમાં ખૂબ જ લોકપ્રિય હોવાથી તેમને અંજલિ આપવા માટે લોકો ખૂબ જ ફોન કરતા હતા અને કેટલાક લોકો રૂબરૂ મળવાની લાગણી દર્શાવતા હતા. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને રવિવારે સવારે 8:30થી 11:00 વાગ્યા દરમિયાન ડ્રાઈવ થ્રુ બેસણું સોસાયટીમાં રાખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..