ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સારો વરસાદ થવાની સંભાવના

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. 18થી 22ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આજે વેધર વોચ ગ્રૂપનો વેબીનાર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે આજે સવારે 6 થી બપોરના 2 સુઘી 115 તાલુકાઓમાં 1 મીમી થી લઇ 62 મીમી સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 62 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 18 ઓગસ્ટ સુધી 694.63 મી.મી. વરસાદ નોંધાયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 83.59% છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 18 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 80.64 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 75.51 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 94.99% વાવેતર થવા પામ્યું છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યું હતુ કે સરદાર સરોવર જળાશયમાં 181997 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 54.48% છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 64.37% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-98 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-9 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 14 જળાશય છે.

આગામી સપ્તાહમાં 18 થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો