દાદાના પેન્શનના રૂપિયા પૌત્ર એ PUBGમાં ઉડાવી દીધા, ખાતામાં માત્ર રૂ.275 બચ્યા છે તેવો મેસેજ આવતા તેમના હોશ જ ઊડી ગયા

દિલ્હીમાં રહેતા એક રિટાયર્ડ BSNL કર્મચારીના મોબાઇલ પર બેન્કમાંથી એક મેસેજ આવ્યો. વાંચતા જ 65 વર્ષના વૃદ્ધના હોંશ ઉડી ગયા. લખ્યું હતું કે એકાઉન્ટમાં માત્ર 275 રૂપિયા બચ્યા છે. તરત જ વૃદ્ધ એ સાઇબર સેલ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બે લાખથી વધુ રૂપિયાની રકમ તેમની જાણ વગર ઉપાડી દેવામાં આવી હતી. જ્યારે સાઇબર સેલે […]

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસને આંશિક રીતે શરૂ કરવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી, વિદ્યાર્થીઓ માતા-પિતાની મંજૂરીથી શાળાએ જઈ શકશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી છે. 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આ નિયમોનું પાલન સૌએ કરવાનું રહેશે શિક્ષકો, વિદ્યાર્થીઓ […]

તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે હાર્ટ અટેકથી મોત, સાઉથ સ્ટાર્સે શોક વ્યકત કર્યો

તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન થયું હતું. મંગળવાર, આઠ સપ્ટેમ્બરના રોજ 74 વર્ષીય રેડ્ડીનું આંધ્ર પ્રદેશ સ્થિત ગુંટૂરમાં પોતાના ઘરમાં હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ અટેક આવ્યા બાદ રેડ્ડી બાથરૂમમાં પડી ગયા હતા. રેડ્ડી ટીચરમાંથી એક્ટર બન્યા હતા રિપોર્ટના મતે, […]

આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ ભરવો પડશે

આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થવાની છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે. ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા દસ્તાવેજો રજૂ કરાવી શકાશે મુખ્યમંત્રી […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1295 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,06,966 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 41 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દીઓ નોંધાયા છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા […]

ચોમાસામાં ઘરમાં ભેજ આવતો હોય તો આ ઉપાયોની મદદથી દીવાલોને ભેજમુક્ત બનાવો, જાણો અને શેર કરો

વરસાદની ઋતુ જેટલી મનને શાંતિ આપે છે તેટલી જ ઘરમાં મુશ્કેલી પણ ઉત્પન્ન કરે છે. ચોમાસામાં સૌથી વધારે ઘરની દીવાલોને અસર થાય છે. થોડા સમય પહેલાં સુંદર દેખાનારી દીવાલો પર સતત વરસાદને કારણે લીકેજ, ક્રેક્સ અને ફંગસ આવી જાય છે. આપણે વરસાદને તો રોકી નથી શકતા, પરંતુ ઘરને બચાવવા માટે કેટલાક ઉપાય કરી શકીએ. સમસ્યા […]

સુરતમાં 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિક ( Quarry Owner)ના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથક (Rander Police Station PI)ના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાજણની એક જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી (Patidar Leader)એ આપઘાત કરી લીધો હતો. પાટીદાર […]

સામાન્ય લાગતી આ તકલીફો હોઈ શકે છે લો બ્લડપ્રેશરના લક્ષણ, તમને થાય તો તરત જ કરજો આ ઘરેલૂ ઉપાય

ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે. જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ […]

રાશનકાર્ડમાંથી નામ કમી થઈ જાય તો આ સરળ પ્રોસેસથી ફરી કરાવો એડ, નવું નામ પણ ઉમેરી શકો છો, જાણો શું કરવું પડશે

જો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે અથવા તમારું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તો હવે ચિંતા ન કરતાં, કારણ કે મોદી સરકાર આવા લોકોની સમસ્યા દૂર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવા રાશનકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ કાપી કાઢવામાં આવ્યા છે. જેનું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તે હવે ફરીથી […]

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, મકાન પચાવી પાડવાની ધમકી આપતા વેપારીનો આપઘાત, જાણો અંતિમ વીડિયોમાં શું કહ્યું?

અમદાવાદ શહેરમાં ફરી વ્યાજખોરો (Financer)નો આતંક સામે આવ્યો છે. રામોલ વિસ્તાર (Ramol Area)માં આ બનાવ બન્યો છે. આ મામલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વેપારીએ ચાર વ્યાજખોરો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માટે વેપારીએ તેનું મકાન ગીરવે મૂક્યું હતું. વ્યાજખોરો મકાન પચાવી પાડવાની ધમકી આપતાં આખરે વેપારીએ કંટાળીને આપઘાત કરી […]