અમદાવાદ શહેરમાં ફરી વ્યાજખોરો (Financer)નો આતંક સામે આવ્યો છે. રામોલ વિસ્તાર (Ramol Area)માં આ બનાવ બન્યો છે. આ મામલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વેપારીએ ચાર વ્યાજખોરો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માટે વેપારીએ તેનું મકાન ગીરવે મૂક્યું હતું. વ્યાજખોરો મકાન પચાવી પાડવાની ધમકી આપતાં આખરે વેપારીએ કંટાળીને આપઘાત કરી લેતાં સમગ્ર મામલે હવે રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
રામોલ ટોલ ટેક્ષ પાસે આવેલા જમાઈ નગરમાં રહેતા સાહિસ્તાબાનુ પઠાણ તેમના પરિવાર સાથે રહે છે. બે વર્ષ પહેલા તેમના પતિ દૂધના ટેન્કરની સફાઇ કરવાનો ધંધો કરતા હતા. પતિએ ધંધા માટે ઈબ્રાહિમ મલેક પાસેથી ધંધા માટે પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેના બદલામાં તેમનું મકાન ગીરવે આપ્યું હતું. તેઓ મહિને દસ હજાર રૂપિયા ચૂકવતા હતા.
મૃતકે સીબુભાઈ પાસેથી પણ એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેઓને પણ મહિને દસ હજાર વ્યાજ આપતા હતા. બાદમાં રામોલમાં રહેતાં ઝાકીરભાઇ પાસેથી પણ ફરિયાદી સાહિસ્તાબાનુના પતિએ ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને મહિને 30 હજાર વ્યાજ આપતા હતા. જ્યારે અકુમીયા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લઈ મહિને દસ હજાર વ્યાજ આપતા હતા. આમ છતાં આ ચારેય લોકોએ સાહિસ્તા બાનુના પતિ શોકતખાન પાસેથી પૈસાની ઉઘરાણી કરી તેમને ત્રાસ આપતા હતા.
આ તમામ લોકો પૈસાની માગણી કરવા ઘરે પણ આવતા હતા. આ ચારેય લોકો છેલ્લા કેટલાય સમયથી વેપારીને ત્રાસ આપતા અને પૈસા તથા વ્યાજની માગણી કરતા હતા. જેથી શોકતખાન ટેન્શનમાં રહેતા હતા. ઇબ્રાહિમ મિયાએ શોકતખાનને જણાવ્યું હતું કે, તમામ પૈસા ત્રણ મહિનામાં વ્યાજ સાથે પૂરા નહીં કરે તો ઘર ખાલી કરાવી દેશે.
લૉકડાઉનને કારણે ધંધો ચાલતો ન હોવાથી શોકતખાન વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી શક્યા ન હતા. જેનો ગેરફાયદો ઉઠાવી આ ચારેય લોકો અવારનવાર તેમના ઘરે જઈને તેમજ ફોન ઉપર ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા. જેના કારણે કંટાળીને શોકતખાને દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આટલું જ નહીં તેમને મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો. જેમાં વ્યાજખોરો કેવી રીતે ત્રાસ આપતા અને કેમ આપઘાત કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. આ આપઘાત બાદ રામોલ પોલીસે ચારેય વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતકે અંતિમ વીડિયોમાં શું કહ્યું?
મૃતકે ગળેફાંસો ખાધા પહેલા એક વીડિયો ઉતાર્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, “મારા મોત માટે એ લોકો જવાબદાર ગણાશે જેમણે મને વ્યાજે પૈસા આપ્યા હતા. આ લોકો મને વ્યાજ માંગીને પરેશાન કરે છે. બસ આના સિવાય મારે કંઈક કહેવું કે લખવું નથી.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..