કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે. એવામાં તમે સ્વીટ કોર્ન સૂપ ટ્રાય કરી શકો છો. જેનાથી […]

પ્રામાણિકતા હજી નથી મરી પરવારી: મોરબીમાં એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાની સુવાસ ફેલાવી

હાલ કોરોના મહામારીને (corona pandemic) કારણે લોકોના રોજગાર ધંધા બરાબર ચાલતા નથી એની સામે આપણને ઘણી જ લૂંટફાટનાં કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે મોરબીમાં (Morbi) એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. મોરબીના એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરીને પોતાની પ્રામાણિકતાની (Honesty) સુવાસ ફેલાવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ટંકારાના બંગાવડીની […]

સુરતમાં બેરોજગાર ચોકીદારે લોનના હપ્તા ન ચુકવી શકતા કર્યો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

કોરોનાની મહામારી વચ્ચે (Coronavirus) સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં (Amroli surat) રહેતા એક આધેડે પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ (Man commits suicide) અને પોતાનું જીવન ટૂંકાવી લીધું […]

એરપોર્ટ બાદ હવે રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની કરાશે હરાજી, અદાણી પણ રેસમાં

નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં […]

રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો થયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની દુર્દશા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને ગાર્ડ તો ખભે બૂટ સાથેનો પગ રાખી દબાવી રહ્યો છે. આ ઘટનાના ત્રણ જ દિવસ બાદ દર્દીનું […]

કાલાવડમાં PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરેલી કારનો વ્યક્તિગત ઉપયોગ શરૂ કરતાં PSI રાદડીયા સસ્પેન્ડ

જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. હાલ આ કાર અને PSIના પત્નીનો વીડિયો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,379 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,19,088 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,379 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો […]

નાસ્તામાં રોજ ખાઓ ફણગાવેલા મગ, કબજિયાત કે અપચાની સમસ્યા થતી હોય તો થશે દૂર, બીજા પણ થશે અધધ ફાયદાઓ

તમારે રોજ નક્કી કરવું મુશ્કેલ કામ હોય છે કે નાસ્તામાં શું ખાવું ? સવારે બ્રેકફાસ્ટ માટે ઓફિસ ટિફિનમાં શું પેક કરવું છે તો આજે અમે તમને એક હેલ્ધી બ્રેક ફાસ્ટ અંગે જણાવીશું જેને તૈયાર કરવું સહેલું છે અને જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. – મગના સ્પ્રાઉટ બનાવવા માટે તમારી તેને 2-3 દિવસ પહેલા પાણીમાં […]

ગુજરાતીઓની ફેવરિટ એવી છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે

કેટલીક વખત રોજ-રોજ શું બનાવવું આપણે વિચારીએ છીએ, આજે અમે તમારા માટે વઘારેલી રોટલીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. જેને તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો. સામગ્રી ૪-૫ નંગ – વધેલી રોટલી ૧/૨ ચમચી – રાઇ ૧/૨ કપ – ટામેટા ( સમારેલા ) ૧/૨ કપ ડુંગળી ( […]

વાપીમાંથી ગરીબોનો કોળિયો છીનવી સરકારી અનાજનો પુરવઠો સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું!

વાપીના કોળીવાડ વિસ્તારમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે વલસાડના કોલીવાડ વિસ્તારમાં છાપો માર્યો હતો. આ દરમિયાન એક પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જોકે ઘઉંના જથ્થા અંગે ટ્રકના ચાલકને પૂછપરછ કરવામાં આવતા […]