સુરતમાં બેરોજગાર ચોકીદારે લોનના હપ્તા ન ચુકવી શકતા કર્યો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

કોરોનાની મહામારી વચ્ચે (Coronavirus) સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં (Amroli surat) રહેતા એક આધેડે પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ (Man commits suicide) અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે સુરતના અમરોલી-જુના કોસાડ રોડ પર સ્વસ્તિક રો હાઉસની બાજુમાં રાધેશ્યામ રેસિડેન્સીમાં રહેતા 65 વર્ષિય જીવરાજભાઇ ઠાકરશીભાઇ ભોજાણી હાલ રાધેશ્યામ રેસિડેન્સીમાં જ વોચમેન તરીકે નોકરી કરતાં હતાં. જયારે તેમનો પુત્ર ધર્મેશ કાપડ માર્કેટમાંથી સાડીઓ લાવી ટિકી ચોંટાડવાના કામ સાથે સંકળાયેલો છે. પરંતુ કોવિડ-19 કોરોના સંક્રમણના કારણે છેલ્લા ચાર મહિનાથી તેમણે રોજગારી ગુમાવવી પડી હતી.

જેના કારણે રૂા. 11 લાખની હોમલોનના હપતા તેઓ ચૂકવી શકતા ન હતાં. આ ઉપરાંત તેમણે રૂ. 50 હજારની સરકારની આત્મનિર્ભર લોન લઇ લીધી હતી અને જાન્યુઆરીથી તેના હપતા પણ શરૂ થવાના હોવાના કારણે તેઓ હપ્તાના કારણે તેઓ ટેન્શન અનુભવતા હતા.

આખરે જિંદગીથી હતાશ થઇ જઇને તેમણે ગતરોજ મધ્યરાત્રીના 2:30 કલાકે ઘરના ગળે ફાસો ખાઇએન જીવન ટૂંકાવી લીધું હતું જોકે આ ઘટાની જાણકારી મળતા પરિવાર લોકો તેમને હોસ્પિટલમાં ખસેડવામાં હતા જયાં તેઓનું વહેલી સવારે ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જોકે અમરોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દરમિયાન સુરતમાં બે દિવસમાં આપઘાતના બે બનાવ બન્યા છે. અન્ય એક કિસ્સામાં ખેડૂત કિરીટ પટેલે પોતાના પર દેવું વધી જતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. મૃતક કિરીટ ભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં કોઈ મગન દેસાઈ નામના બિલ્ડરનો ઉલ્લેખ કર્યો હતો. બિલ્ડરે તેમની જમીન ખરીદી સમયસર રૂપિયા ન આપતા ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. આમ સુરતમાં જુદા જુદા કારણોસર આ બનાવમાં આપઘાતની ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો