‘બાબા કા ઢાબા’માં ગ્રાહકો ના આવતાં 80 વર્ષીય યુગલ રડી પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકો મદદે આવતાં લાઇનો લાગી

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડિયો વાઈરલ થયો હતો. આ વિડિયોમાં વૃદ્ધ યુગલની વાત સાંભળીને આખો દેશ મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં ઢાબા ચલાવીને ગુજરાન કરનારું આ યુગલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. ઢાબામાં કોઈ જમવા આવતું નહોતું. વિડિયો સામે આવ્યા બાદ હવે બોલિવૂડ સેલેબ્સ તથા ક્રિકેટર્સે મદદ માટે હાથ લંબાવ્યો છે. સોનમ […]

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન, થોડા દિવસ પહેલા જ હાર્ટ સર્જરી થઈ હતી

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. पापा….अब आप इस दुनिया में नहीं हैं लेकिन मुझे पता है आप जहां भी हैं हमेशा मेरे साथ हैं। […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,278 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,47,951 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 68 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,278 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે […]

નબળાઇના કારણે નસ ખેંચાય છે તો કરો આ તેલથી મસાજ, અચૂક થશે ફાયદો જાણો અન્ય ઉપાય

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકોને અનેક બીમારી થાય છે. નબળાઇના કારણે કેટલીક મહિલાઓને રાતના સમયે પગમાં નસ ખેંચાવા લાગે છે. જોકે તેનું કોઇ ખાસ કારણ નથી. પરંતુ શારીરિક કમજોરી, ઉઠવા-બેસવાની ખોટી રીત અને બેલેન્સ ડાયેટ પર ધ્યાન ન આપવું પણ તેનું કારણ હોય શકે છે. કેટલીક વખત પગમાં થતા ખેંચાણથી થોડીક આરામ મળે છે. પરંતુ […]

હવે મકાઇ નહીં ખાઓ તેનું સ્વાદિષ્ટ શાક, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત

મકાઇ નામ સંભાળતા જ મોઢામાં પાણી આવી જાય ને. મકાઇ ના ડોડા કોઈ શેકી ને ખાઈ તો કોઈ બાફી ને. બાળકો ને પણ મકાઇ ખુબ જ ભાવતી હોય છે. તેને ચીઝ અને બીજા મસાલાઓ જોડે મિક્ષ કરી ને ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે મકાઇના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ટેસ્ટી લાગે […]

ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે કરો અરજી, આ છે તેની ઓનલાઇન રીત જાણો અને શેર કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ એ કોઈપણ માટેનું એક મહત્વપૂર્ણ પુરાવો છે અને જો તમે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતા હો તો તમારા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. આ સમયે મોટાભાગના લોકો કાં તો તેમના ઘરે હોય છે અથવા ઘરેથી ઓફિસમાં કામ કરતા હોય છે. આવી સ્થિતિમાં, તેમના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની એક મોટી તક છે, પરંતુ ડ્રાઇવિંગ […]

સુરતમાં મહિલાનો દુપટ્ટો બાઈકમાં આવી જતાં નીચે પટકાતા ઘટના સ્થળે જ થયું મોત, પટેલ પરિવારમાં ઘટી કરૂણાંતિકા

બાઈક પર જતી મહિલાઓ સામાન્ય રીતે દુપટો પહેરીને બેસતી હોય છે ત્યારે આવી મહિલાઓનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જતી માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું કરુણ મોત થયું છે. વરાછાથી પુત્ર સાથે મોટરસાયકલ પર જતી વેળાએ દાંડી રોડ પર મોઢા પર બાંધેલો […]

સુરતમાં ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો, TRB જવાનની દાદાગીરીનો CCTV વીડિયો સામે આવ્યો

સુરત શહેરમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરવાની […]

જૂનાગઢના ગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે મિત્રોનાં ડૂબી જવાથી મોત, નાના એવા ગામમાં અરેરાટી

ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ (Chuda and Dholva Village) વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-12 સાયન્સ (Student)માં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદ કિશોરના મોતથી ગામ (Village)માં શોકનું મોજું ફરી વળ્યું […]

અમદાવાદમાં રૂ. 1 લાખમાં મળે છે દારૂના ધંધાની પરમિશન? બૂટલેગરે વિડિયો વાઇરલ કરી વહીવટદાર પર કર્યા આક્ષેપો

રાજ્યમાં કડક દારૂબંધીની ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, જેની વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશન દારૂના વેચાણને લઈ ફરી વિવાદમાં આવ્યું છે. શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેશી દારૂ સપ્લાઇ કરતા […]