તેલંગણાનો સુપર કીડ: પોણા બે વર્ષનો ટેણિયો શાર્પ મેમરીને કારણે ચર્ચામાં, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

આદિત વિશ્વનાથન ગૌરીશેટ્ટી. ઉંમર માત્ર પોણા બે વર્ષ. આ ટેણિયો આજકાલ ખુબ જ ચર્ચામાં છે. અને આ ચર્ચાનું એકમાત્ર કારણ તેની શાર્પ મેમરી છે. આદિત એક વખત જે વસ્તુ જોઈ લે છે તેને યાદ રાખી લે છે. આટલી ઉંમરે સામાન્ય બાળકોને રમકડાંની પણ પૂરતી સમજ ન હોય ત્યારે આદિત કલર, આલ્ફાબેટ્સ, પાળતું અને જંગલી પ્રાણીઓ, […]

નવરાત્રી પર પ્રતિબંધ સામે લોકોમાં રોષ, કહ્યું- કાયદો બધા માટે સરખો રાખો, ગરબા નહીં તો સભાઓ પણ નહીં

છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગુજરાતભરમાં નવરાત્રી યોજાશે કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રી યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં કોઈપણ પ્રકારના ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. એક તરફ નવરાત્રી, દિવાળી અને દશેરા જેવા તહેવારોની જાહેર ઉજવણી […]

કોરોનાના નામે બેવડા ધોરણ: નવરાત્રીમાં ગરબા નહીં થાય પણ ચૂંટણી પ્રચારમાં સભાઓ યોજાશે, ‘પ્રજા’પર પ્રતિબંધની લગામ અને રાજનેતાઓને ઉઘાડી છૂટ

કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇપણ પ્રકારના ગરબા યોજાશે નહીં તેવી ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છૂટ આપવામાં આવી છે. જેને લઇને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે અને એ જ સમયે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,49,194 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1243 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,49,194એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 […]

ખરતા વાળની સમસ્યા માટે અક્સીર ઉપચાર છે ડુંગળી, કઈ રીતે કરવો તેનો ઉપયોગ? જાણો અને શેર કરો

કલાકો સુધી ઈલેક્ટ્રીક ગેજેટ્સ સામે સમય પસાર કરવો તેમજ વધતા તણાવ અને પ્રદૂષણને કારણે પણ આપણી ત્વચાની સાથેસાથે વાળ પર પણ તેની માઠી અસર પડે છે. હાલના સમયમાં નાની ઉંમરથી જ મહિલા અને પુરુષ એમ બંનેમાં વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતી મોંઘી અને કેમિકલવાળી પ્રોડક્ટનો […]

હોટલમાં નહીં, હવે ઘરે જ બનાવો મસાલેદાર દુધી કોફતાનું શાક, જાણો બનાવવાની સરળ રીત

રોજ-રોજ શું જમવાનું બનાવવું એ લઇને તમે પણ વિચારતા હશો. આજે અમે તમારા માટે દુધી કોફતાનું શાક ઘરે કઇ રીતે બનાવવું તેની રેસીપિ લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો હોટલમાં જતા હોય છે. પરંતુ હાલ કોરોનાને કારણે બહારનું ભોજન કરવું તેના કરતા ઘરે જ બનાવવું વધારે સારું રહેશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય દુધી […]

યુવાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો! અમદાવાદમાં યુવતી જેની સાથે લિવ-ઈનમાં રહેતી હતી તે યુવક પરિણીત અને એક બાળકનો પિતા નીકળ્યો!

જવાનીના જોશમાં ઘણીવાર વ્યક્તિથી ગંભીર ભૂલો થઈ જતી હોય છે, જે બાદ પસ્તાવો કરવા સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો નથી. શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમમાં પડ્યા બાદ લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી એક યુવતીનો કિસ્સો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. યુવતીને લાંબા સમય સુધી યુવક સાથે લિવ-ઈનમાં રહ્યા બાદમાં ખબર પડી કે […]

સુરતમાં લારી ચલાવતા બાળકને પાલિકાએ 400 રૂપિયા દંડ કર્યો, માસૂમની આંખેથી વહી ગંગા-જમના, જૂઓ હ્રદય દ્રાવક વીડિયો,

‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ આ ગુજરાતી કહેવત સૌએ સાંભળી હશે, અનુભવી પણ હશે પરંતુ તેની સૌથી વધુ સાર્થકતા હાલ સુરતના એક કિસ્સામાં જોવા મળી રહી છે. સુરતના (Surat Boy fine Viral Video) આ વાયરલ કિસ્સામાં એક બાળકની ગરીબી અને મજબૂરીનો ‘લાભ’ ઉઠાવતી પાલિકાની દંડ ટીમે માનવતાને મારી નાંખી છે. […]

પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ઘરે જ શરૂ કર્યું મસાલા પેક કરવાનું કામ, હવે દર મહિને કમાય છે 45 હજાર રૂપિયા

જયપુરના અમિત કુમાર પારીકની પાસે કોઈ કામ ન હતું. દિવસ-રાત એક જ વાત વિચારતો કે એવું શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય. બાજુમાં જ પવન પારીકની દુકાન હતી. તેમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈને અમિતે અનેક વખત પવનને કહ્યું હતું કે યાર, હું આનું માર્કેટિંગનું કામ શરૂ કરી લઉં. તેઓ યુટ્યૂબ […]

લ્યો બોલો ખિચડી-કઢીમાં પણ 15 કરોડનું કૌભાંડ: સુરત પાલિકાએ ‘દલા તરવાડી’વાળી કરી, કેટરિંગ કોન્ટ્રાક્ટરોએ લાખો ડીશના બિલ મૂક્યા ને વગર ઓડિટે પેમેન્ટ થઈ ગયું

લોકડાઉન દરમિયાન ભુખ્યાને ભોજન કરાવવામાં પાલિકાએ સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી. સાથે જ કોન્ટ્રાક્ટ કરીને ખાનગી કેટરર્સ સહિતનાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં કોને કેટલું ક્યારે અને ક્યાં જમાડવું તે પણ જે કોન્ટ્રાક્ટર પર જ ઢોળી દેવામાં આવ્યું હોય તેમ જમાડી દેવાયાના આંકડા પ્રસિધ્ધ થતાં હતાં. લોકડાઉન બાદ અનલોકમાં પાલિકાએ કોન્ટ્રાક્ટરોને ચૂકવણા શરૂ કરી દીધા […]