કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન, થોડા દિવસ પહેલા જ હાર્ટ સર્જરી થઈ હતી

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

થોડા દિવસ પહેલા જ હાર્ટ સર્જરી થઈ હતી

રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.

1969માં પાસવાને પ્રથમ ચૂંટણી લડી હતી

  • રામવિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946માં બિહારના ખગડિયા જિલ્લાના ગરીબ અને દલિત પરીવારમાં થયો હતો.
  • તેઓએ બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસીથી MA અને પટના યુનિવર્સિટીમાંથી LLB કર્યું હતું.
  • 1969માં પાસવાન પ્રથમવાર બિહારથી રાજ્યસભા ચૂંટણીમાં સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા.
  • 1977માં છઠ્ઠી લોકસભામાં પાસવાન જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ બન્યા હતા.
  • 1982માં લોકસભાની ચૂંટણીમાં પાસવાન બીજીવાર જીત્યા હતા.
  • 1983માં તેઓએ દલિત સેનાની સ્થાપના કરી તેમજ 1989માં નવમી લોકસભામાં ત્રીજીવાર વિજેતા થયા.
  • 1996માં દસમી લોકસભામાં પણ તેઓ ચૂંટાયા
  • 2000માં પાસવાને જનતા દળ યુનાઈટેડથી અલગ થઈને લોક જન શક્તિ પાર્ટીની સ્થાપના કરી.
  • ત્યાર પછી તેઓ UPA સરકાર સાથે જોડાય ગયા અને રસાયણ અને ખાદ્ય પ્રધાન બન્યા.
  • પાસવાન 2004માં લોકસભામાં જીત્યા, પરંતુ 2009માં તેઓએ હારનો સામનો કરવો પડ્યો.
  • તેઓ 12મી ,13મી અને 13મી લોકસભામાં ચૂંટણી જીત્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો