ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1021 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,66,254 થયો

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની 1100થી વધુ હતી ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1021 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,66,254એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3682એ પહોંચ્યો છે. જ્યારે […]

શું તમને પણ અચાનક આવે છે ચક્કર અને પછી આંખોની આગળ આવે છે અંધારા તો હોય શકે છે આ ગંભીર બીમારી

તમે કોઇ વસ્તુ મુકીને તેને ક્યાં મુકી તે ભૂલી જાવ છો… તમે થોડા સમય પહેલા જે વાત કરી હતી તે તમને યાદ નથી … તમને ચક્કર આવે છે અને કેટલીકવાર આંખો સામે અંધારા આવે છે … તો આ બધા લક્ષણો નસોમાં કમજોરી આવવાના છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમારા નર્વસ સિસ્ટમને મજબૂત […]

શું તમને પણ પગમાં સોજા અને બળતરા થાય છે તો જાણી લો રામબાણ ઈલાજ, હોય શકે છે યુરિક એસિડની સમસ્યા

તઆજે દર 5 લોકોમાંથી 2 લોકોના મોંમાંથી યુરિક એસિડની સમસ્યા સાંભળશો. જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો, તે હાડકાઓમાં સંધિવા અને બળતરાનું કારણ બને છે અને જો તમને યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે તમારા ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે આ રોગ તમારી લાઇફસ્ટાઇલ પર નિર્ભર […]

સગા-સંબંધી કે પાડોશી ન આવતા પત્નીએ એકલા જ કરવા પડ્યાં પતિના અંતિમ સંસ્કાર, આ કારણે મુખાગ્નિ માટે કરતી રહી ઇન્કાર

અલીગઢ: કિડની ખરાબ હોવાથી પતિનું મોત થઈ ગયું હતું. પત્ની સુલેખા આશા વર્કર છે. ઘરમાં ત્રણ નાની દીકરી છે. પતિની લાશ ઘરમાં જ પડી હતી. મોતના સમાચાર મળ્યાં બાદ પણ પાડોશમાંથી કોઈ આવ્યું ન હતું. ઘર નજીક જ થોડે દૂર રહેતો દિયર પણ ન આવ્યો. કોઈ કારણથી લોકો સુલેખાના ઘરથી દૂર જ રહ્યા હતા. પતિના […]

શરમજનક ઘટના! ગુંડાઓએ ભરબજારમાં મહિલાને ઉઠાવી જવાની કરી કોશિશ, પાંચ લોકો સામે ફરિયાદ

રાજસ્થાનના ભરતપુરમા જિલ્લાના વાડી કસબામાં ભરબજારમાં એક મહિલાની છેડતી (woman molestation) કરવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક મહિલા ઘરેથી બજારમાં જવા માટે નીકળી હતી. આ દરમિયાન એક જીપ તેની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બે લોકો ઉતર્યા હતા. અને મહિલાને ઉઠાવી જવાની કોશિશ (Attempted kidnapping) કરી હતી. અહીં તમાશો જોવા માટે […]

‘મત માગવા જ આવો છો, મુસીબત વખતે દેખાતા નથી’ કહીને લોકોએ કરજણ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ઘઘલાવીને ભગાડ્યા

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણીને લઇને હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. જોકે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવી જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વિડિયો વાઇરલ થયો છે. કરજણ […]

ભાવનગરના ધોરણ-12ના વિદ્યાર્થીએ બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક, ફક્ત 10 પૈસામાં ચાલે છે 1 કિલોમીટર!

ભાવનગર શહેરમાં સામાન્ય પરિવારના ધોરણ-12 કોમર્સના એક વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક બાઇક (Bhavnagar Student Electric Bike)નો આવિષ્કાર કર્યો છે. આર.ટી.ઓ.નાં નિયમોમાંથી છૂટકારા સાથે પ્રદૂષણ અટકાવવાના અભિગમ સાથે ભાવનગરનાં ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ ઓટોમેટિક ચાલતા વાહનનો આવિષ્કાર કર્યો હતો. વિદ્યાર્થીએ આ ઇલેક્ટ્રિક બાઇક (Electric Bike)ને ખૂબ જ આકર્ષક લૂક આપ્યો છે. ભાવનગરમાં આર.ટી.ઓ ના નિયમોનું પાલન ન કરવાને લીધે […]

સુરતના માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ, અપહરણની આશંકા, એક શકમંદ બાળકીને લઈને જતો CCTVમાં થયો કેદ

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસેથી એક 4 વર્ષની માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે. જેમાં એક શંકાસ્પદના ફોટો સાથે શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે આ શકમંદ યુવક બાળકીને સાઈકલ પર લઈને […]

સુરત: બીજાને ચોર કહેનાર પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી 40-50 કરોડની મિલકતોની વિગતો

સુરતના જ્વેલર્સ સામે ટ્વિટર પર મની-લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલા દરોડા યથાવત્ રહ્યા છે. તપાસમાં શર્માની દસ જેટલી મિલકત સામે આવી છે, જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1112 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,65,233 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1112 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1112 Corona Positive cases in Gujarat). […]