સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસેથી એક 4 વર્ષની માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે. જેમાં એક શંકાસ્પદના ફોટો સાથે શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે આ શકમંદ યુવક બાળકીને સાઈકલ પર લઈને જતો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, રાયાભાઈ રામજીભાઈ ઓડ(ઉ.વ.40) ભાટાકોલ ગામની સીમમાં ખુલ્લા મેદાનના પડાવમાં દીકરી સાથે રહે છે અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમની પત્નીના ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. ત્યારબાદથી રાયાભાઈ પોતાની એકની એક દીકરી આરતી(ઉ.વ.4 વર્ષ અને 9 મહિના)ને સાથે લઈને મજૂરી કામ અર્થે જાય છે.દરમિયાન ગત 20 ઓક્ટોબરના રોજ મજૂરના કામ અર્થે પિતા પુત્રી કીમ ચાર રસ્તા પાસે ઉભા હતા. મજૂરોની અવર-જવર વધી જતી પિતા મજૂરી કામની શોધખોળમાં વ્યસ્ત થઈ ગયા હતા. દરમિયાન આરતી નજરે પડી ન હતી. જેથી આખો દિવસ આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કોઈ અપહરણ કરી ગયો હોવાની આશંકાને લઈને કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બાળકીની શોધખોળ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો
પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દીકરી આરતીએ લાલ કલરનો શર્ટ અને લીલા કલરનો પાયજામો પહેર્યો છે. બાળકીના અપહરણની આશંકા સાથે પિતાની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે તપાસ કરતા એક શંકાસ્પદ યુવક સામે આવ્યો છે. જ્યારે આ શંકાસ્પદ યુવક બાળકીને સાઈકલ પર લઈ જતો પણ સીસીટીવીમાં કેદ થયો છે. હાલ પોલીસ ટીમે બનાવી બાળકીની શોધખોળ કરી રહી છે. આ સાથે સોશિયલ મીડિયામાં બાળકી, શંકાસ્પદ આરોપીની તસવીરો પણ વાઈરલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..