રોજ પીઓ એક ગ્લાસ જ્યૂસ, પ્લેટલેટ્સ અને ઇમ્યુનિટી વધારવાની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરશે, આ રીતે કરો ઉપયોગ

જો તમે કોરોના મહામારીની સાથે જ અન્ય બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમે પ્લેટલેટ્સ અને ઈમ્યુનિટી વધારવા માટે ગિલોય, તેની ગોળીઓ કે તેનો જ્યુસ ઉપયોગમાં લઈ શકો છો. તેની છાલથી ઉકાળો પમ બનાવી શકો છો. તેને રોજ લેવાથી પેટની બળતરા ઘટે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની સાથે તે ઈમ્યુનિટી પણ વધારે […]

અમદાવાદમાં મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપી, પતિ કૌટુંબિક ભાણી સાથે કરતો હતો પ્રેમભરી વાતો, પત્નીએ રંગેહાથ પકડ્યો

અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ (In laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે લૉકડાઉન (Lockdown)માં તેનો પતિ ધાબે જઈને કૌટુંબિક ભાણી સાથે પ્રેમભરી વાતો કરતો હતો. આટલું જ નહીં તેના અન્ય બે સ્ત્રી સાથે પણ સંબંધ (Extramarital affairs) હતા. મહિલાને જ્યારે તલાટી […]

અમદાવાદમાં 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો ‘સુલતાન’, ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો હતો માલ

અમદાવાદ શહેરમાથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં […]

ગુજરાત ACBને મોટી સફળતા: કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી મળી રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત, 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા અને 11 દુકાનો સહિતનું રોકાણ

ગુજરાતમાં સૌથી વધુ રૂ. 30 કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ઝડપી પાડી છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. ACBએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે […]

સુરતમાં ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો ‘કાળિયો,’ પોલીસથી બચવા શાકભાજી વેચતો હતો, 25 જણાની ગેંગ ચલાવતો હોવાની માહિતીના પગલે ખળભળાટ

સુરતની કતારગામ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીની પૂછપરછમાં આરોપીએ 25 કરતા વધુ લોકોની ગૅંગ બનાવી ભરુચ જિલ્લામાં એકે કંપનીમાં ધાડ પાડી હતી તે સમયે ત્યાં હાજર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી બે જવાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘાતક હથિયાર સાથે આ ગુનાને અંજામ આપ્યો […]

ACBનો સપાટો: ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર સહિત પૂર્વ પ્રમુખને ACBએ રંગેહાથ ઝડપી લીધા

ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયાં છે. જમીનમાં નામ ચડાવવા માટે મામલતદારે 25 લાખ રુપિયાની લાંચ માંગી હતી. જોકે, એસીબીની ટીમે મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખની લાંચની રકમ કબજે લીધી હતી. જો કે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મામલતદારને લાંચની રકમ લેતા ઝડપી લીધા હતા. […]

પોલીસ જ બની બુટલેગર: રાજકોટના બે પોલીસ કર્મીની સ્કોર્પિયો મોરબી નજીક પલ્ટી મારી જતાં કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી

મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો પાડવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર પણ રોફ […]

સુરતમાં લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કરી દીકરી દત્તક યોજના: ટ્રસ્ટ સગાઈ-લગ્નમાં રૂ. 5 લાખ સુધીનો ખર્ચ કરી દીકરીઓને સાસરે મોકલવાની જવાબદારી ઉઠાવે છે, 325 દીકરીઓ વેઇટિંગમાં છે.

મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા હતા. એવા 4 હજાર કેસ સામે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 490 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 257,342 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસ […]

એક નહીં અનેક રોગોનો રામબાણ ઇલાજ છે ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

ડુંગળી શિયાળામાં આપણે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ. ડુંગળી ખાવું ખાસ કરીને હેલ્થ માટે ઉપયોગી છે. પરંતુ તમે લાલને બદલે સફેદ ડુંગળી ખાઓ છો તો તે હેલ્થ માટે ફાયદો કરે છે. સફેદ ડુંગળી ઉંમર વધારવાની સાથે સાથે અનેક રોગમાં લાભદાયી છે. તો જાણો કઈ રીતે આપે છે ફાયદો. સફેદ ડુંગળીમાં પાણીનું પ્રમાણ વઘારે હોય છે. […]