રોજ પીઓ એક ગ્લાસ જ્યૂસ, પ્લેટલેટ્સ અને ઇમ્યુનિટી વધારવાની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરશે, આ રીતે કરો ઉપયોગ

જો તમે કોરોના મહામારીની સાથે જ અન્ય બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમે પ્લેટલેટ્સ અને ઈમ્યુનિટી વધારવા માટે ગિલોય, તેની ગોળીઓ કે તેનો જ્યુસ ઉપયોગમાં લઈ શકો છો. તેની છાલથી ઉકાળો પમ બનાવી શકો છો. તેને રોજ લેવાથી પેટની બળતરા ઘટે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની સાથે તે ઈમ્યુનિટી પણ વધારે છે.

ઉકાળો, જ્યૂસ કે ગોળીના રૂપમાં કરી શકાય છે સેવન

તમને તાજુ ગિલોય મળે તે જરૂરી નથી પણ તેના ફાયદા અનેક છે. તમે તેની ગોળીઓ મેડિકલ સ્ટોર પરથી લાવી શકો છો. પુખ્ત વયના લોકોએ તેની 2 ગોળીઓ દિવસમાં લેવી અને 10 વર્ષથી નાના બાળકોએ 1 ગોળી દિવસમાં લેવી. એટલે કે અડધી ગોળી 2 વાર લેવી.

ઉકાળાનો સ્વાદ પણ લાગે છે સારો

જો તમે ગિલોયની ગોળીઓ ખાવા થી ઈચ્છતા તો તમે ગિલોયનો ઉકાળો ટ્રાય કરી શકો છો. તેમાં તમે 2 ઈંચ આદુ, 2-4 પાન તુલસીના અને ગિલોયની સ્ટીકની સાથે 2 મરી પણ મિક્સ કરો. હવે 2 ગ્લાસ પાણીમાં આદુ, તુલસી અને ગિલોય મિક્સ કરો અને પાણીને ઉકાળીને અડધું કરો,હવે તેમાં અન્ય ચીજો મિક્સ કરી લો. હવે 5-10 મિનિટ બાદ તેને ગાળી લો અને હૂંફાળું કરીને તેને પીઓ. આવું દિવસમાં એક વાર પીશો તો પણ લાભ થશે. આ ઉકાળો વધુ પ્રમાણમાં ન લેવાય તેનું પણ ધ્યાન રાખો.

આ રીતે બનાવો જ્યૂસ

જો તમે ગિલોયને મેળવી શકો છો તો તેને સારી રીતે ધોઈ લો અને 2 ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી ઉકળીને અડધું થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ઠંડું કરો. રોજ 1 ગ્લાસ આ જ્યૂસનું સેવન કરો. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડું પીવાથી લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો