આખો દિવસ પગ અને હાથમાં થાય છે પરસેવો? અપનાવો આ ટિપ્સ, તરત થશે ફાયદો, જાણો અને શેર કરો

ઘણા લોકોને ઉનાળો હોય કે શિયાળો પગના તળીયે પરસેવો થાય છે. તમને પણ આવી કોઈ સમસ્યા હોય અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ રીત અપનાવો

ઠંડા પાણીમાં પગ-હાથ પલાળો
એક્સપર્ટ્સ અનુસાર પગ અને હાથમાં વધારે પરસેવો આવવાની સમસ્યા થાય છે તો એવામાં તેને ઠંડા પાણીમાં 15 મિનિટ માટે ડુબાવો તેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.

ટેલકમ પાઉડર
ઘણી વખત લોકોના પગમાં પરસેવો આવવાની સમસ્યા વધી જાય છે કે શૂઝ કાઢ્યા બાદ કેમના પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં તે ટેલકમ પાઉડરની મદદ લઈ શકે છે. જોકે તેના યુઝ પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો.

સંતરાનો પાઉડર
સંતરાની છાલને સુકવીને તેનો પાઉડર બનાવી લો અને તે પાઉડરને નિયમિત રીતે પગ અને હાથોમાં લગાવો. એક્સપર્ટ્સ અનુસાર આ પાઉડર ખૂબ કારગર સાબિત થઈ શકે છે.

ગુલાબ જળ
કહે છે કે આ લગાવવાથી હાથો અને પગોમાં કૂલિંગ ઈફેક્ટ્સ મળે છે અને સ્કિન ફ્રેશ પણ ફીલ કરે છે. આ ઘરેલુ ઉપચાર માટે દિવસમાં બે ત્રણ વખત હાથ અને પગમાં ગુલાબ જળને જરૂર સ્પ્રે કરો.

એપ્પલ સાઈડર વિનેગર
જો તમને આ ગરમીમાં હાથ અને પગમાં પરસેવાની સમસ્યા રહે છે તો એવામાં એપ્પલ સાઈડર વિનેગરની મદદ લો. તેના માટે એક બાટલીમાં પાણી લો અને તેમાં એપ્પલ સાઈડ વિનેગર મિક્ષ કરો. થોડો સમય હાથ અને પગને તેમાં ડૂબાવીને રાખો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો