અમદાવાદમાં મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપી, પતિ કૌટુંબિક ભાણી સાથે કરતો હતો પ્રેમભરી વાતો, પત્નીએ રંગેહાથ પકડ્યો

અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ (In laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે લૉકડાઉન (Lockdown)માં તેનો પતિ ધાબે જઈને કૌટુંબિક ભાણી સાથે પ્રેમભરી વાતો કરતો હતો. આટલું જ નહીં તેના અન્ય બે સ્ત્રી સાથે પણ સંબંધ (Extramarital affairs) હતા. મહિલાને જ્યારે તલાટી (Talati) તરીકેની નોકરી લાગી ત્યારે પણ સાસરિયાઓ ત્રાસ આપતા હતા. મહિલાને બેંકમાં મેનેજર (Bank Manager)ની નોકરી મળી ત્યારે પણ ત્રાસ આપતા હતા. મહિલા ગર્ભવતી થઈ હતી ત્યારે શ્રીમંત પ્રસંગમાં તેના પતિએ બધા વચ્ચે તેણીને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ચાંદખેડામાં રહેતી 34 વર્ષીય યુવતી છેલ્લા થોડા સમયથી તેના પિયરમાં માતાપિતા સાથે રહે છે. યુવતી એક બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2006માં તેણીના લગ્ન મોડાસા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેની સાસરીમાં મોડાસા ખાતે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસુ-સસરા, દિયર, નણંદ સહિતના લોકો હતા. યુવતીને તેના સાસરિયા વાળાઓએ શરૂઆતમાં ચારેક માસ સારી રીતે રાખી હતી. ત્યારબાદ ઘરના કામને લઈને અને વધુ દહેજ લાવવા માટે મ્હેંણા મારી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

વર્ષ 2008માં મહિલા પ્રેગનેન્ટ બનતાં શ્રીમંત પ્રસંગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં તેના સ્વર્ગીય સાસુએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને બધાની હાજરીમાં પતિએ લાફો પણ માર્યો હતો. માત્ર પતિએ જ નહીં પરંતુ સાસરી પક્ષના અન્ય લોકોએ પણ બીભત્સ ગાળો બોલી યુવતીને લાફા માર્યા હતા. યુવતીને અપશબ્દો બોલી અપમાનીત કરી હતી. યુવતી ગર્ભવતી હોવાથી તેણીએ આ તમામ દુઃખ મુંગા મોઢે સહન કર્યું હતું.

વર્ષ 2008માં મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ 20 લાખ રૂપિયા દહેજમાં માંગ્યા હતા. વર્ષ 2010માં આ યુવતીને તલાટી તરીકે નોકરી લાગી હોવાથી તે સાસરિયાઓના ત્રાસ સહન કરતી હતી. વર્ષ 2011માં તેણીને બેંકમાં નોકરી મળતાં તેણીએ બેંકમાંથી લોન લઈ ચાંદખેડા ખાતે મકાન લીધું હતું. જેનું ડાઉન પેમેન્ટ પણ તેણીએ જ ભર્યું હતું. છતાં પણ સાસરિયાઓએ દહેજની માગણી કરતાં યુવતીએ માનસિક રીતે કંટાળીને ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જે બાદમાં તેણીને ચાંદખેડાની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. વર્ષ 2016માં આ યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં માનસિક શારીરિક ત્રાસ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જોકે, સાસરિયાઓએ ત્રાસ ન આપવાની બાંહેધરી આપતા ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.

વર્ષ 2020માં કોરોના કાળમાં લૉકડાઉન આવ્યું ત્યારે આ યુવતી અને તેનો પતિ ઘરે રહેતા હતા. આ દરમિયાન તેનો પતિ તેનાથી છૂપાવીને ફ્લેટના ધાબા ઉપર ચડી જતો હતો અને તેની પત્નીની જાણ બહાર કૌટુંબિક ભાણી સાથે મોબાઇલ તેમજ વોટ્સએપથી વાતો કરતો હતો. આ યુવતી અને તેના માતાપિતાએ જમાઈને રંગેહાથ પકડી લીધો હતો. મહિલાએ એવા પણ આક્ષેપ કર્યા છે કે તેના પતિના બીજી બે સ્ત્રીઓ સાથે સંબંધ હતા. આથી મહિલાએ આખરે માનસિક ત્રાસ અને પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોથી કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો