શિક્ષણ વ્યવસ્થા પર ગરમાઈ રાજનીતિ, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ને જવાબ

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બાદ વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીએ રીતસરની ભાજપ સરકાર પર પસ્તાળ પાડી હતી. આખરે જીતુ વાઘાણીએ પોતાના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહીને બચાવ કર્યો હતો. જો કે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ જીતુ વાઘાણીના ગઢ એવા […]

સુરતના વરાછા વિસ્તારમાં કળયુગી પુત્રવધુએ સાસુની હત્યા કરી નાખી, પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી હતી. પરિમલ સોસાયટીમાં ઘર નંબર 59માં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિય થયા હતા અને આસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંનેના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. તેમને […]

રાજકોટમાં ગરમ મસાલામાં ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ, 465 કિલો જથ્થાનો નાશ કરાયો, મરીના નામે ફોતરા અને માટી, ધાણા અને જીરૂના બદલે વેસ્ટેજ દાંડલી, તજના નામે લાકડાનો છોલ

રાજકોટમાં મસાલામાં ભેળસેળના ચાલી રહેલા કૌભાંડ ઉજાગર થયા છે. મરચા, હળદર, જીરૂ, ધાણા અને રાઈમા સિન્થેટીક રંગની ભેળસેળ પકડાયા બાદ હવે ગરમ મસાલામાં પણ હલકી ગુણવતાની વસ્તુઓ નાખીને સુગંધી મસાલા તૈયાર કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહાપાલિકાની ફૂડ શાખાએ સુગંધ એન્ટરપ્રાઈઝ નામની કોઠારીયા ખાતે માલધારી ક્રોસિંગ પાસે આવેલી પેઢીમાંથી હલકી ગુણવતાના મસાલા તૈયાર કરતું કૌભાંડ […]

રાજપૂત સમાજનો પ્રશ્ન- ‘કાયદો પરત ખેંચી શકાય, તો કલમ કેમ નહી?’ યુવરાજસિંહ સામે કેસ પરત ખેચવાની માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટી કલમો સાથેનો કેસ કરી તેમને જેલમાં ધકેલી દેવાયા છે, ત્યારે રાજપુત સંકલન સમિતિ દ્વારા રવિવારે સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં કાયદો પરત ખેંચી શકાય, તો કલમ કેમ નહી.? તેમ કહી રાજપૂત સમાજે યુવરાજસિંહની મુક્તિ માટેની રણનીતિ બનાવી હતી. ગુજરાત રાજયમાં છેલ્લા થોડા વર્ષોમાં ભરતી પરીક્ષાના કૌભાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી […]

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ તનાવ, ટિયર ગેસના સેલ છોડવા પડ્યા

કાલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે હિંમનગરમાં આ પાવન પર્વ પર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અહીંના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં બે જૂથો સામ-સામે આવી ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીના […]

આવતાની સાથે જ નિર્લિપ્ત રાયનો સપાટો, જાણો અમદાવાદમાં શું કર્યું

અમદાવાદમાં ગુરૂવારે નવા આવેલા પોલીસ અધિકારીઓએ આવતાવેત જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પોલીસબેડામાં ફેરફાર થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી કરી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી થતા શહેરના બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે. ચાર્જ સંભાળતાની સાથે જ સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાબરમતી […]

શાબાશ જીતુભાઇ, તમે કંઇ ખોટું કર્યું નથી. આવું ફરી કહેતા-કરતા જ રહેજો!

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ છંછેડેલા મુદ્દાના તીવ્ર પ્રત્યાધાત દિલ્હી સરકારમાં પડ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પલટવાર કરી કહ્યું કે હું ગુજરાતની મુલાકાતે આવી રહ્યો છું અને સોમવારે સ્કૂલો જોવા જવાનો છું. કોઇ એક રાજ્યના શિક્ષણમંત્રીના માત્ર એક નિવેદનથી કોઇ બીજા રાજ્યના શિક્ષણમંત્રી દોડી આવે તેવું કદાચ દેશના ઇતિહાસમાં ક્યારેય થયું નહીં હોય. […]

પાલીતાણામાં પોલીસે ફળની લારીમાંથી સામાન રસ્તા પર ફેંક્યો: ‘મને ધંધો કરવા દો સાહેબ..’, પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય છે. પોલીસ વિભાગ કાયદાનું પાલન અને શાંતિ જાળવવા માટે કામ કરે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારીઓ જ અરાજક બની જાય, તો કોને કહેવા જવું. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાખીનો રૌફ જમાવતા […]

2 લાખ રૂપિયા પગાર લેતા લેક્ચરર 5000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

રાજસ્થાનના અલવર જિલ્લાના બીબીરાનીમાં રાજકીય પી.જી. યુનિવર્સિટી કૉલેજમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ કાર્યવાહી કરી. જેમાં કાર્યવાહક પ્રિન્સિપાલ સહિત 3 લેક્ચરરને 15 હજારની લાંચ સાથે ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય લેક્ચરરની સેલેરી 2-2 લાખ રૂપિયા પ્રતિ મહિના હોવાની કહેવામાં આવી રહી છે તેમને 5-5 હજાર રૂપિયાની લાંચ લેતા ACBએ ધરપકડ કરી છે. આ ઘટના અલવર જિલ્લાની […]

ઓપરેશન બાદ દર્દીને જમીન પર સુવડાવી, 150 રૂ. માટે એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારી દવાઓ મળવા અને સીએચસીમાં મીણબત્તી-ટોર્ચના પ્રકાશમાં સારવાર કરવાના મામલા બાદ હવે નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવવાનો મામલો સામે આવ્યો છે. મહારાજગંજ સીએચસીમાં નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવી દીધી હતી. આ તસવીરે સ્વાસ્થ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે. એટલું જ […]