ઓપરેશન બાદ દર્દીને જમીન પર સુવડાવી, 150 રૂ. માટે એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારી દવાઓ મળવા અને સીએચસીમાં મીણબત્તી-ટોર્ચના પ્રકાશમાં સારવાર કરવાના મામલા બાદ હવે નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવવાનો મામલો સામે આવ્યો છે. મહારાજગંજ સીએચસીમાં નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવી દીધી હતી. આ તસવીરે સ્વાસ્થ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે.

એટલું જ નહીં, જ્યારે મહિલાઓ ઘરે જવા માટે એમ્બ્યુલન્સમાં બેઠી તો તેમા હાજર કર્મીએ 150 રૂપિયાની માંગણી કરી, તે ના આપવા પર ધક્કા મારીને તેમને અમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી દીધી. મહારાજગંજ જિલ્લામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારી દવાઓ મળવા અને નૌતનવા સીએચસીમાં અંધારામાં મીણબત્તી અને ટોર્ચના પ્રકાશમાં પ્રસવ કરાવવાના મામલા અંગે વિવાદ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યાં CMO ઓફિસની નીચે સ્થિત સીએચસીમાં નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવી દેવામાં આવી હતી.

ના બેડનો ખર્ચો, ના કોઈ ઝંઝટ, ડાયરેક્ટ જમીન પર સારવાર. એટલું જ નહીં, જ્યારે મહિલાઓ ઘરે જવા માટે એમ્બ્યુલન્સમાં સવાર થઈ તો તેમની પાસેથી ત્યાં હાજર કર્મચારીએ 150 રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ના આપવા પર ધક્કા મારીને તેમને એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી દેવામાં આવી. આ તસવીરે સ્વાસ્થ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે. આ મામલામાં CMOની અલગ જ દલીલ છે.

આ અંગે CMOએ જણાવ્યું કે, આવુ બની જ ના શકે, આવુ સંભવ જ નથી. પરંતુ, CMO પોતાની ખુરશી પરથી ઉઠીને ગેટ પાર કરવા પણ તૈયાર નથી કારણ કે, તેમને એ વાતની જાણકારી છે કે જો તેઓ જશે તો સત્ય સામે આવી જશે. આ નસબંધી શિબિરનું આયોજન CMOની ઓફિસની નીચે CHC દ્વારા કરવામાં આવ્યું હતું. એક જ બિલ્ડિંગમાં CHC નીચે અને CMOની ઓફિસ ઉપર ચાલે છે. સ્વાસ્થ્ય વિભાગની નિષ્ફળતા અને ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાની પાછળ એક ફાર્માસિસ્ટની ભૂમિકા સવાલોના ઘેરામાં છે. NRHM ઘોટાળા દરમિયાન ચર્ચિત આ ફાર્માસિસ્ટના ઈશારા પર જ જિલ્લાની સમગ્ર સ્વાસ્થ્ય વ્યવસ્થા ચાલે છે. લોકોના જણાવ્યા અનુસાર, પડછાયાની જેમ CMO સાથે રહેનારો આ ફાર્માસિસ્ટ દિવસને રાત કહે તો CMO પણ રાત જ કહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો