કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ, પેરાસિટામોલ લો

ગુજરાત સરકારે કોરોનાકાળમાં લોકોને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોને સાંકળીને રચેલા ટાસ્કફોર્સ દ્વારા પાટનગરમાં ર્સ્વિણમ સંકુલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવાયું હતું કે, કોરોનામાં ૮૦ ટકા દર્દીઓ ગળામાં સોજો, તાવ, બોડી પેઇન જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે, આવા દર્દીઓએ રેમડેસિવિર દવા માટે ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ માત્ર ત્રણ જ બાબતો ઉપર […]

લ્યો બોલો સુરતમાં અંતિમવિધિ માટે પણ લાંચ: મૃતદેહના વહેલા અંતિમસંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000 રુપિયા ‘ઓન’ બોલાય છે

પ્રત્યેક અગ્નિસંસ્કાર માટે 12 કલાક ઉપરાંતનું વેઇટિંગ ચાલી રહ્યું છે, સ્વજનો હોસ્પિટલમાં તથા અંતિમવિધિ માટે સ્મશાનમાં અટવાઇ રહ્યાં છે છતાં મૃતદેહોના ટોકન તોડીને વહેલાં અંતિમ સંસ્કાર કરી આપવાના નામે પણ ભ્રષ્ટાચાર કરી લોકોને વધુ હાલાકીમાં મુકાઇ રહ્યાં હોવાની અશ્વનીકુમાર સ્મશાન ખાતે રાવ ઊઠી છે. ટોકન આપવા છતાં પાછળના નંબરના ટોકનને વહેલી તક આપવાના લીધે સ્વજનોની […]

સુરતમાં TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી કરી હત્યા

સુરતમાં (Surat) એક પ્રેમ કહાનીનો (Lover Story) કરુંણ અંજામ આવ્યો છે. સુરતમાં એક મહિલા TRB તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ રહેતી મહિલાને સાથી TRB જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે આ યુવાને લગ્નથી બચવા માટે પોતાની પ્રેમિકાને મહારાષ્ટના ધુલીયા લઈ જઈને તાપી નદીમાં ફેંકી […]

જેઠ સાથે આડા સંબંધ ધરાવતી પત્નીએ સોપારી આપી પતિને પતાવી દીધો, મોતને કોરોનામાં ખપાવી દીધું!

પ્રેમ આંધળો હોય છે એવું ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ રાજસ્થાનના ઉદેપુરમાં આ વાતને સાબીત કરે તેવી જ એક ઘટના સામે આવી છે. ઉદેપુરમાં પત્નીએ જેઠ સાથેના ગેરકાયદે સંબંધોના કારણે પતિની હત્યા કરાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પાંચ મહિનાની તપાસ પછી આ ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટના ભદેપુર શહેરના પ્રતાપનગર વિસ્તારની છે. […]

ઘોર બેદરકારી: રાજકોટ સિવિલે કોરોનાગ્રસ્ત મહિલાનો મૃતદેહ આપ્યો પણ સોનાનો ચેઇન, માળા, નાકની ચૂક અને રોકડ રૂપિયા ન આપ્યા, પરિવારનો આક્ષેપ

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, પ્રૌઢાએ પહેરેલા સોનાના દાગીના અને રોકડ સાથેનું તેનું પર્સ મૃતદેહની સાથે પરિવારજનોને આપવામાં આવ્યા નહોતા અને શોધી આપીશું તેવા જવાબો આપી પરિવારજનોને રવાના કરી દેવાયા હતા. આ મામલાને બે દિવસ વીતી જવા છતાં સોનાના દાગીના પરત નહીં મળતા અંતે મૃતકના પરિવારજનોએ પોલીસનું શરણું લીધું […]

93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢમાં અપાશે સમાધિ

રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu) બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. […]

ગુજરાતમાં કોરોના બેફામ, આજે નવા કેસોનો આંક 5000ને પાર, એક દિવસમાં 49 લોકોનાં મોત, 2525 દર્દીઓ થયાં સાજા

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ભયાનક ગતિએ વધી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં 5011 કેસો નોંધાયા હતા. જ્યારે 49 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 2525 લોકોએ કોરોનાને માત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહી છે. અને કેસોની સાથે સતત મોતનો આંક વધતાં ચિંતાના વાદળો છવાયા છે. […]

ઉનાળામાં ખાઓ શક્કર ટેટી, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે તમે ચોંકી જશો, જાણો અને શેર કરો

ગરમીની સીઝન, તડકો અને તેની સાથે જ આવે છે અનેક બીમારીઓ. આ સીઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સીઝનલ ફ્રૂટનો સહારો લઈ શકાય છે. તરબૂચ અને ટેટી ખાવાના અનેક ફાયદા છે. ચાલો જાણીએ. શક્કરટેટી મોટાભાગના લોકો ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં જણાવેલા તેના ફાયદાઓ […]

અરવલ્લીમાં દારૂના નશામાં PSIની ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં- જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે. જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે […]

ઈન્જેક્શન માટે દીકરો 65000 રૂપિયા લઈને 4 કલાક 10થી વધુ જગ્યાએ રખડ્યો પરંતુ ક્યાંય ના મળતા આખરે માતાનું મોત થયું

રાજ્યભરમાં આફત બનીને આવેલા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઈન્જેક્શનની અછતને કારણે અમદાવાદની એક મહિલાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક મહિલાના પરિવારે આક્ષેપ કર્યો કે, ડોક્ટરે ટોસિલિઝુમેબ […]