અરવલ્લીમાં દારૂના નશામાં PSIની ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં- જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે. જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? રાજ્યના સરહદી અરવલ્લી જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

મેઘરજના ઇસરીના PSI બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલા PSI જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે.

આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય જિલ્લા એસ.પી. સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે.

આ અંગે વાયરલ થઈ ગયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગામની એક શેરી ખાતે એકઠા થઈ ગયેલા કેટલાક લોકો પીએસઆઈની જીપ અટકાવીને તેમને નીચે ઉતારવાનો પણ પ્રયાસ કરે છે. જોકે, પીએસઆઈ બેફામ રીતે જીપ હંકારીને નાસી જાય છે. આ દરમિયાન એક એસ.ટી. બસને પણ જોઈ શકાય છે. પીએસઆઈ જે રીતે જીપ હંકારી રહ્યા હતા તેનાથી બસ સાથે જીપની ટક્કર પણ થઈ શકતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો