કોરોનાના હાહાકાર વચ્ચે સુરતમાં 20 દિવસના નવજાત બાળકે 7 દિવસમાં કોરોનાને હરાવ્યો

છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાની (coronaviurs) બીજી લહેર અને નવા સ્ટ્રેઈનમાં (corona new Strain) યુવાનો, કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના (surat civil hospital) પિડીયાટ્રિક્ટ વિભાગે (Pediatric) માત્ર 20 દિવસના નવજાત બાળકને 7 દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કર્યું છે. કોરોનાને હરાવનાર નાનકડા નાજુક […]

પહેલો સગો પાડોશી એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી: અમદાવાદમાં કોરોના વચ્ચે ત્રણ પેઢીનો આખો પરિવાર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો, દેવદૂત બનીને પાડોશી આગળ આવ્યા

કોરોનાએ અમદાવાદ શહેરમાં કહેર વર્તાવ્યો છે, નવા વર્ષમાં અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે ત્યારે અમદાવાદના એક પરિવારમાં પણ એક એવો જ કિસ્સો બન્યો છે, જેમાં એકસાથે દાદા, પુત્ર અને પુત્રવધૂ તથા પૌત્ર પણ વારાફરતી કોરોનાની ચુંગાલમાં ફસાયાં. પરિવારના ચારેય સભ્યો એક બાદ એક સંક્રમિત થતાં તમામ સભ્યો હોમ કવોરન્ટીન થયા હતા અને અલગ અલગ […]

કોરોનાએ રોજગારી છીનવી, હિંમત નહિ: અમદાવાદમાં 4-4 સ્કૂલ વાનના માલિકે બિઝનેસ બંધ થતા શાકભાજીની લારી શરૂ કરી, ડ્રાઈવરને પણ ઘર ચલાવવા રિક્ષા લઈ આપી

ભલભલી આફત આવે પણ જો માણસમાં લડવાની હિંમત હોય તો તે ગમે તેવી પરિસ્થિતિને અવગણીને નવો રસ્તો ઉભો કરે છે. કોરોનાએ પણ અનેક પરિવાર સાથે આવું કર્યું છે. પણ કોઈ પરિસ્થિતિને કાયમી માનીને ત્યાં જ અટકી જવું પણ એક કાયરતાની નિશાની છે. અમદાવાદના પટેલ પરિવાર કોરોના પહેલા જ્યારે સ્કૂલ ધમધમાટ હતો, ત્યારે સ્કૂલવાનનો વેપાર કરતા […]

ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષને રેમેડેસિવિર ઈન્જેક્શન ન મળતાં ઉર્જા મંત્રીના ઘરની બહાર જ સુઈ ગયા, કહ્યું- નાટક ન કરે મંત્રી, જનતાની સેવા કરે

ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની માગે તો ભાજપમાં જ રોષ ઊભો કરી દિધો છે. મધ્યપ્રદેશમાં પોતાની જ સરકાર વિરૂદ્ધ કેટલાંક નેતાઓએ મોરચો ખોલ્યો છે. જે કામ વિપક્ષે કરવું જોઈએ, હાલ તે કામ ભાજપના જ કેટલાંક નેતાઓ કે જેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે તેઓ જ કરી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવાને કારણે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ […]

મોરબીના ઉદ્યોગપતિએ મહામારીમાં દેખાડી માનવતા: પાણી અને વીજળીથી ચાલતા ઓક્સિજન મશીન ખરીદી દર્દીઓને નિ:શુલ્ક આપે છે

કોરોના મહામારીની બીજી લહેર ઝડપની સાથે સાથે ઘાતક પણ નીવડી છે.દર્દી સંક્રમણનો શિકાર થયા ગણતરીના દિવસમાં તેનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતું હોવાથી કૃત્રિમ રીતે ઓક્સિજન આપી શ્વાસોચ્છવાસ ચલાવવામાં આવે છે. આ માટે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરમાથી ઓક્સિજન આપવામા આવે છે. જોકે દર્દીઓની સંખ્યા વધી જવાને કારણે લોકોને ઓક્સિજન સિલિન્ડર માટે પણ લાંબી લાઈનોમાં રહેવું પડે […]

અનોખી સેવા: કોરોના મૃતકોની નનામી બાંધવા પણ કોઈ તૈયાર નથી, ત્યારે આ અમદાવાદી યુવાન નનામી બાંધવાથી લઈ ડેડબોડીને સ્મશાન સુધી પહોંચાડે છે

ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને પગલે હોસ્પિટલોથી લઈ સ્મશાનો હાઉસફૂલ છે. જે રીતે એકપણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી એ રીતે જ વેઈટિંગ ન હોય એવું કોઈ સ્મશાન નથી. જેને પગલે હવે લોકો પણ સ્મશાનમાં જતાં પણ ડરી રહ્યા છે. અન્ય લોકો તો દૂર રહ્યા કોરોના મૃતકના સ્વજનો પણ ડેડબોડી પાસે જતા ડરે છે. મૃતકની નનામી બાંધવા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,340 કેસો નોંધાયા, 158 લોકોના કોરોનાથી મોત, 7727 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત વકરી રહેલાં કોરોનાનાં સંક્રમણની ગતિ હવે ધીમી પડતાં જોવા મળી રહી છે. હવેથી કોરોનાનાં દૈનિક કેસોમાં જે અગાઉ 1000ની ગતિએથી વધતાં હતાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યા છે. ગત રોજ કોરોનાનાં 14,296 કેસ-157નાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં 14,340 કેસ અને 158 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 7727 વ્યક્તિઓ સાજા થયા છે. જ્યારે […]

રોજ શરૂ કરી દો આ કડવો રસ પીવાનું, શરદી-ખાંસી અને કફ તરત જ મટી જશે, આ રોગોનો પણ કરશે ખાતમો

કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે જ તે ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે. ચાલો જાણીએ ફાયદા. કડવા કારેલાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. કારેલામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં છે. જેમ કે વિટામિન બી1, બી2, બી3, સી, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક, […]

દેશના ટોચના ડૉક્ટરોએ જણાવ્યું કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી, શ્વાસ લેવામાં તકલીફ પડે કે કોરોના સંક્રમિત થાઓ તો કરો આ કામ

દેશમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે. દેશમાં એક તરફ ઑક્સિજન અને રેમડેસિવિરની ભારે તંગી છે. તો દેશના દિગ્ગજ ડૉક્ટરોએ લોકોને કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી તેને લઇને મહત્વની વાતો જણાવી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, “અમેરિકાની એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે મૉડરેટથી સિવિયર એટલે કે મધ્યમથી ગંભીર સંક્રમણના દર્દીઓને રેમડેસિવિર આપો તો તેમને […]

ભાવનગરના એક ગામમાં સેવાભાવી યુવક અને ડૉક્ટરે શરૂ કરી દીધુ કોવિડ કેર સેન્ટર, એક પણ રૂપિયા વગર તમામ પ્રકારની દવાઓથી માંડી ઓક્સિજન સુધીની વ્યવસ્થા

હાલ કોરોના કહેર વચ્ચે એક બાજુ ખાનગી હોસ્પિટલો દ્વારા મસમોટી રકમ ઉઘરાવી અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ એવા લોકો પણ પડ્યા છે કે જેમને વિનામૂલ્યે સેવાનો શમિયાણો શરૂ કર્યો છે. ભાવનગર જિલ્લામાં હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે અને બીજી બાજુ ખાનગી હોસ્પિટલો મસમોટા બીલો બનાવી અને દર્દીઓને લૂંટી રહ્યા […]