ગુજરાતમાં કોરોનાનો કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા, 174 લોકોના કોરોનાથી મોત, 8595 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત બેકાબૂ બનેલાં કોરોના સંક્રમણ વચ્ચે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનાં કેસો 14300ની આસપાસ હતા. ગત રોજ કોરોનાનાં 14352 કેસ હતા અને 170 દર્દીનાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા છે. અને 174 દર્દીઓનાં મોત નિપજ્યા છે. […]

કોરોનાના ગમે તેટલાં સ્ટ્રેન બદલાય તો પણ મિથિલિન બ્લુ દરેક વખતે વાયરસને નાથવામાં એકસરખી કારગત: ડોક્ટરોનો દાવો

કોરોના મહામારીના મારણ તરીકે હાલ કોઈ નિશ્ચિત દવા નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ. ભાવનગરના અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન ડો. દિપક ગોલવાલકર હાલ ભાવનગર જ નહિ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મિથિલિન બ્લુના સફળ ઉપયોગ વડે કોરોના સંક્રમિતોને સાજાં કરી દેવા માટે બહુ જાણીતા છે. ડો. જગદીપ […]

પ્રાણીઓનો પ્રેમ તો જુઓ: બાયડમાં 17 વર્ષથી કપિરાજોને બિસ્કીટ ખવડાવનારા સુરેશભાઈનું મોત થતાં કપિરાજો 7 કિલોમીટર દૂરથી તેમના ઘરે પહોંચી ગયા

બાયડમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિ 17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિમી દૂર ભૂખેલા મંદિરમાં જઇ બિસ્કીટ આપતા હતા. તે વ્યક્તિનું મોત થતાં 7 કિમી અંતર કાપી કપિરાજો મૃતકના ઘરે પહોંચી જતાં સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. દર શનિવારે બિસ્કીટ ખવડાવતા હતા બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી અવસાન થતાં વેપારીઓમાં શોક છવાયો હતો. બીજી […]

જીવનસાથીની હૂંફ આગળ કોરોના પણ પાંગળો, અમદાવાદમાં પતિ-પત્નીની હાલત હતી ગંભીર તેમ છતાં પણ સાથે મળીને કોરોનાને હરાવ્યો

પતિ-પત્નીનો સાથ સાત જન્મ સુધી બંધાયેલો હોય છે તેવી માન્યતા બંધાયેલી છે. જે જીવનની સારી અને નરસી તમામ પરિસ્થિતિમાં ગમે તે ભોગે સાથ આપે તેને જ જીવનસાથી કહેવાય છે. આવા સાથીના સહયોગના કારણે જીવનના ગમે તેટલી વિકટ પરિસ્થિતિ પણ સરળતાથી સામનો કરી શકાય છે. જીવનસાથીનો પરસ્પર પ્રેમનો આવો જ કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ […]

હ્રદયદ્રાવક દ્રશ્યો આવ્યા સામે: ન ઓક્સિજન, ન સારવાર, ન શબવાહિની, મોત બાદ પુત્રીના શવને પિતા બાઈક પર જ લાવ્યા ઘરે

કોરોના વાયરસે આખા ભારતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેના કારણે આ બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. કોરોનાના કારણે મોતના આંકડા પણ વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર થઈ પડી છે. લોકોને પૂરતી સારવાર પણ નથી મળી રહી અને પૂરતી સુવિધા પણ મળી રહી નથી. દર્દીઓને બેડ પણ મળવાના […]

નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનારા 7 આરોપીની ધરપકડ: નર્સ બહેન ખાલી શીશી આપતી, ભાઈ એન્ટિબાયોટિક ભરીને રૂ. 8 હજારમાં દલાલોને વેચતો, દર્દીઓને 35 હજાર સુધીમાં મળતું

મધ્યપ્રદેશના રતલામમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. એક યુવક આ રેકેટ નર્સ સાથે મળીને ચલાવતો હતો. નર્સ મેડિકલ કોલેજમાંથી તેને રેમડેસિવિર ઇન્જેક્શનની ખાલી શીશી લાવી દેતી હતી. ભાઈ એમાં સામાન્ય એન્ટિબાયોટિક સેફ્ટ્રિક્સોન પાઉડર ભેળવીને એને ફેવિક્વિક સાથે ફરીથી પેક કરી દેતો હતો. ઇન્જેક્શનના ખાલી બોક્સ પર લખાયેલા દર્દીનું નામ સેનિટાઇઝરથી દૂર કર્યા […]

મહામારીની કપરી સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકો આગળ આવ્યા, કોરોનાના દર્દીઓને ફ્રીમાં આપશે સેવા

શહેરોમાં એક તરફ કેસ વધી રહ્યા છે બીજી તરફ સેવાયજ્ઞમાં જોડાઈને માનવ સેવા એ જ માધવ સેવા માની અનેક લોકો આગળ આવી રહ્યા છે. અમદાવાદમાં જ્યાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યાં અનેક સંગઠનો સેવા કરવા માટે મેદાને ઉતર્યા છે. એ પણ કોઈ પ્રકારનો ચાર્જ લીધા વગર. આવી કપરી સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકો આગળ […]

કોરોનાના કારણે દીકરો ગુમાવનાર દંપતીએ 15 લાખની FD તોડી બીજાના જીવ બચાવવા આ રીતે કરી રહ્યા છે મદદ

દેશમાં કોરોનાનો કેર ચરમ સીમા પર છે અને કોરોનાથી થનારી મોતોના આંકડા સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરથી સ્વાસ્થ્ય સુવિધાઓ તો ડગમગી ગઈ જ છે, સાથે માણસાઈએ પણ જવાબ આપી દીધો છે. દેશમાં કેટલાક વિસ્તારોમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોએ આ આપત્તિને અવસર બનાવ્યો અને જરૂરતમંદ દવાઓ અને ઓક્સિજનની કાળાબજારી […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,352 કેસો નોંધાયા, 170 લોકોના કોરોનાથી મોત, 7803 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાનાં 14 હજારથી ઉપર કેસો નોંધાય છે. પણ રાહતની એ વાત છે કે કોરોનાનાં કેસો હવે કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા. જે હવે છેલ્લા બે દિવસથી મામૂલી વધારો જ જોવા મળી રહ્યો છે. ગત રોજ કોરોનાનાં 14340 કેસ નોંધાયા હતા. જ્યારે 158 દર્દીનાં મોત હતા. પણ આજે કોરોના કેસ 14352 […]

ગુલકંદની જેમ ઘરે જ બનાવો નિમ્બકંદ, ચૈત્ર મહિનામાં લીમડાનું છે અનેરું માહાત્મ્ય, જાણો અને શેર કરો

આ ભૂલોકમાં ખરેખર જો કોઈને કલ્પવૃક્ષ કહેવું હોય તો તે છે આપણો ‘લીમડો’. શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે. વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે. આયુર્વેદમાં એટલે તેને ‘સર્વતોભદ્ર’ નામ આપવામાં આવ્યું છે. લીમડાનું આ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર મહિનામાં લીમડો પીવાનું માહાત્મ્ય આપણા પૂર્વજોએ સ્થાપ્યું હતું. જે આજે […]