PMએ જ્યારે કોરોના સામે જીત જાહેર કરી હતી ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા, આજે રાહતના શ્વાસ લઈ રહ્યો છે આ જિલ્લો

દેશ આખો જ્યારે કોરોના સામે લડાઈ જીતી ગયા તેવું જાહેર કરી રહ્યો હતો ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા અને આજે તેમની દીર્ઘદ્રષ્ટિથી તેમનો જિલ્લો રાહતના શ્વાસ લઈ રહ્યો છે. ખૂબ જ પછાત અને આદિવાસ જિલ્લા નંદુરબારમાં કોરોના વાયરસ સામે જંગ માત્ર 20 બેડ સાથે શરૂ થઈ હતી. આજે આ જિલ્લામાં 1,289 […]

મહામારીમાં મોતના સોદાગરઃ અમદાવાદ માથી ઝડપાયું સૌથી મોટું કૌભાંડ, 5000 ડુપ્લિકેટ રેમડેસિવર વેચ્યા

કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઈન્જેક્શનને રામબાણ ઈલાજ માનીને દર્દીઓના સગાં હજારો રૂપિયા ખર્ચીને ઈન્જેક્શન મેળવવા માટે રખડી રહ્યા છે. આ સંજોગોમાં માનવતાના દુશ્મનોએ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનો બનાવીને મોતનો વેપાર શરૂ કર્યો હતો. ટ્રેટાસાયક્લિનના ઈન્જેક્શનોને રેમડેસિવિરના લેબલ લગાવી કાળાબજારમાં વેચનારા સાત ઈસમોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ 133 જેટલાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શનો કબજે કર્યા છે. એક પછી […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,327 કેસો નોંધાયા, 180 લોકોના કોરોનાથી મોત, 9544 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 14327 કેસ નોંધાયા છે. જ્યારે 180 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 9544 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે આજે 1,64,979 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં […]

પત્નીનું મૃત્યુ થતાં પાડોશીઓએ કાંધ ન આપી તો સાઇકલ પર લઈ જવા લાગ્યો શવ, પોલીસે દેખાડી માનવતા

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ભારતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં માનવતાની પરીક્ષા થઈ રહી છે. આ કપરા કાળમાં એવા એવા સમાચાર સાંભળવા મળે છે જેને સાંભળીને આપણી રુવાંટી ઊભી થઈ જાય છે. ક્યાંક લોકોને હૉસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી, ક્યાંક લોકોને શબવાહિની મળી રહી નથી, તો કોઈક ને […]

ડૉક્ટરોએ જીવતી મહિલાને જાહેર કરી મૃત, ચિતા પર પણ ચાલી રહ્યા હતા શ્વાસ: પરિવારનો આરોપ

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ડૉક્ટરોએ 72 વર્ષની મહિલાને મૃત જાહેર કરી દીધી, જો કે તે જીવતી હતી. પરિવાર મહિલાને લઇને સ્મશાન પહોંચી ગયા. કથિત રીતે મૃત મહિલાને જ્યારે ચિતા પર રાખવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પરિવાર તેને પરત હૉસ્પિટલ લઇને પહોંચ્યો, પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતુ. પરિવારનો આરોપ છે કે […]

સુરતમાં 80% ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા યુવાનને 34 દિવસમાં સાજો કર્યો, પરિવાર હિંમત હારી ગયો, પણ દિકરો જંગ જીતી ગયો

સુરત સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં 80 ટકા ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા એક શ્રમજીવી યુવાનને 34 દિવસની સતત મોનિટિંગ સાથેની સારવાર બાદ સાજો કરી ડોક્ટરોએ રજા આપી છે. હિંમત હારી ગયેલા પરિવારે ધર્મેન્દ્ર યાદવને આંખ સામે જોઈ ભાવુકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં. પરિવારે મેડિસિન વિભાગના ડો. અશ્વિન વસાવા અને તેમની આખી ટીમનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો છે. […]

સુરતમાં નાઈટ કરફ્યૂમાં કોરોનાગ્રસ્ત દર્દી માટે લોહી લેવા નીકળેલાં સગાંને પોલીસે માર્યો માર, સમયસર લોહી ન મળતા દર્દીનું મોત, કમિશનરે આપ્યા આદેશ

સુરતમાં નાઈટ કરફ્યૂમાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુરતના ઉન વિસ્તારમાં દાખલ દર્દી માટે લોહી લેવા નીકળેલા સંબંધીને સચિન GIDC પોલીસે અટકાવી માર માર્યો હતો. આ ધમાચકડીમાં સમયસર લોહી નહીં મળતાં દર્દીનું મોત થયું હતું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુરત પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા […]

રાજકોટમાં ઓક્સિજનની અછતને કારણે 4 વર્ષનો પુત્ર મા વગરનો થઈ ગયો, રાત્રે બાટલો ભરાવા મૂક્યો, સવારે ફોન આવ્યો લઈ જાઓ, પરંતુ રાત્રે જ પત્નીનું મોત

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ હોમ આઇસોલેશનમાં રહેતા લોકો ઓક્સિજનની ભારે અછત ભોગવી રહ્યા છે. ત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં સમયસર ઓક્સિજન નહીં મળવાને કારણે અનેક દર્દીઓના જીવ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાના પતિએ ઓક્સિજનનો બાટલો ભરવા આપ્યો હતો, […]

ગરીબ ભાઈ બહેનને સારવાર અપાવવા કરગરતો રહ્યો પણ 30 કલાક સુધી 108 ન આવી, બહેને દમ તોડયો, ભાઈએ લાગવગથી દાખલ થનારાનો વીડિયો ઉતાર્યો

‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે’ પંક્તિ યાદ કરાવતી એક ઘટના એલજી હોસ્પિટલના પૂર્વ લેબ કર્મચારીની બહેન સાથે બની હતી. મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય દાખલ કરવાની એલજી હોસ્પિટલે ના પાડી હતી. બીજી તરફ ૩૦ કલાક સુધી ૧૦૮ ન આવતા સારવારના અભાવે મહિલાએ ઘરે જ દમ તોડી […]

85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો, કહ્યું -મે જિંદગી જીવી લીધી, 3 દિવસ બાદ થયું નિધન

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતના ઘણાં શહેરોમાં ઓક્સિજનથી લઇ બેડ સુધીની અછત જોવા મળી રહી છે. તેની વચ્ચે નાગપુરના 85 વર્ષીય વૃદ્ધે એક મિસાલ રજૂ કરી, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. નારાયણ ભાઉરાવ દાભાડકર કોરોનાથી સંક્રમિત હતા. હોસ્પિટલમાં તેઓ પોતાના બેડ પર હતા. તે સમયે એક મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે […]