અમદાવાદમાં આ ગૃપ કોરોનાના દર્દીઓ માટે એક પણ રૂપિયો લીધા વગર ઑક્સીજન રિફિલ કરી આપે છે

અમદાવાદમાં ઓક્સિજન સિલિન્ડર માટે તપાસ કરતા લોકો માટે સારા સમચાર એ છે કે લોકો એ ઓકસીજન માટે ભટકવું ના પડે એ માટે નાગલ ધામ ગ્રુપ એ પહેલ કરી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં નાગલ ધામ ગ્રુપ દિવસના 50 થી વધારે લોકો ને ઓકસીજનના સિલિન્ડર ભરાવી આપવા માટે મદદ સીધા ઓકસીજન પ્લાન્ટ પર મદદ કરે છે, એટલું […]

ફળોના ભાવ ઉંચા જતાં મોરબીના ઉદ્યોગકારે સિવિલમાં દાખલ દર્દીઓ માટે આંધ્રપ્રદેશથી 35 હજાર કિલો નારિયેળ, 10 હજાર કિલો સંતરા મગાવ્યા, વિનામૂલ્યે વિતરણ કરશે

મોરબીમાં અત્યારે કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વધુ એક વખત મોરબીના સેવાભાવી ઉદ્યોગકાર અને તેમની […]

100 રૂપિયાનું એક લીલું નાળિયેર, 130 રૂ. કિલો લીંબુ, સફરજન 200 રૂ.કિલો, મોસંબી 80થી 100 રૂ.કિલો. કોરોનાની આફતને અવસર બનાવીને વેપારીઓની ઉઘાડી લૂંટ

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફતને અવસરમાં પલટી નાખવા અંગેના સૂત્રને અપનાવી વેપારીઓ બેફામ ભાવવધારો કરી લૂંટફાટ […]

રાજકોટના બે તબીબના પરિવારના સભ્યો છે સંક્રમિત છતા દર્દીઓની સેવામાં સમર્પિત, તબીબે કહ્યું- મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ મારી જરૂર અત્યારે સમાજ અને દેશને છે

રાજકોટમાં કોરોના મહમારીએ અજગર ભરડો લીધો છે. શહેરના દરેક વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે તબીબી જગત પણ તેનાથી પ્રભાવિત થયું છે. આ સમયે કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે કાર્યરત બે તબીબોની આજે આપણે વાત કરવી છે. જેમના પરિવારજનો કોરોના સંક્રમિત હોવા છતાં પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા છે. પરિવારમાં 5 […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,605 કેસો નોંધાયા, 173 લોકોના કોરોનાથી મોત, 10180 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના થંભવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કોરોનાના કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલ કરતા કોરોનાના કેસો વધ્યા છે. ગઇકાલે રાજ્યમાં 14327 કેસો નોંધાયા હતા. જો કે સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના સામે યુદ્ધ જીતનારા લોકોની સંખ્યામાં એટલે […]

આ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને બનાવશે મજબૂત, ફેફસાની અંદર જામેલા કફને પણ કરશે દૂર

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ સમયે તમારી ડાયટમાં એવા આહારને સ્થાન આપવું જોઈએ, જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ અને […]

GMDC ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ‘શ્વાસ લેવામાં તકલીફ છતાં કાલે આવજો કહી મોકલી દીધાં’, લાચારીનાં દ્રશ્યો સર્જાયાં

જીએમડીસી ખાતે ડીઆરડીઓની ધન્વંતરિ હોસ્પિટલ બહાર કોવિડ દર્દીને દાખલ કરવાના પાસ લેવા માટે સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલી લાઇનમાં ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. સવારે ૮ વાગ્યાથી પાસ આપવાના શરૂ કર્યાના ૨૦ મિનિટમાં ૧૨૫ લોકોને પાસ આપ્યા બાદ કાઉન્ટર બંધ કરી દીધા હતા. સત્તધીશો એટલા બેરહમ જોવા મળ્યા કે ગંભીર હાલતમાં ૧૦૮ કે ખાનગી […]

રાજકોટ સિવિલમાં બની ધૃણાસ્પદ ઘટના: સિવિલના કોરોના વોર્ડમાં રાત્રે વૃદ્ધા દર્દી પર એટેન્ડન્ટે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું […]

સુરતનો હચમચાવી દેતો બનાવ: સુરતમાં કોરોનાથી માતાનું નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું

સુરતમાં કોરોના કહેર (Surat coronavirus cases)ને લઇ અનેક પરિવારોના માળા પીંખાયા છે. સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન માતા (Mother)નું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું (Suicide) કરી દીધું હતું. આ યુવકના પિતા સ્મશાનગૃહમાં નોકરી કરે છે અને માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. પત્નીના કોરોનાથી નિધન બાદ […]

વડોદરામાં મૃતદેહ પરથી દાગીનાની ચોરી: દર્દીનું 600 ગ્રામ ચાંદીનું કડુ ગાયબ, પુત્રએ કહ્યું : ‘જેટલા રૂપિયા જોઇએ તેટલા લઇ લો, પણ પિતાની અંતિમ નિશાની પાછી આપો’

વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો. સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં ચોરી થઇ જેમ […]