માણસાઈ મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: માતાના મૃતદેહ પાસે 2 દિવસ સુધી ભૂખથી તડપતી રહી 1 વર્ષની બાળકી, લોકો અડ્યા પણ નહીં; અંતે મહિલા કોન્સ્ટેબલે સંભાળી

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનું મોત થઈ ગયું અને બે દિવસ સુધી તેનો મૃતદેહ તેના ઘરમાં પડ્યો રહ્યો. મહિલાની બાજુમાં તેની એક વર્ષની બાળકી ભૂખથી તડપતી હતી પરંતુ કોઈ તેની મદદ કરાવા પણ ના ગયું. અંતે શુક્રવારે એક મહિલા કોન્સ્ટેબલ શુક્રવારે તે બાળકીને પોતાની સાથે પોલીસ […]

સુરતમાં મૃતદેહ પર પણ લેભાગૂઓએ કમાણી ચાલુ કરી, કોરોના મૃતકના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મૂકવાના 3000 હજાર, સ્મશાને પહોંચાડવાના 1000 રૂપિયા

કોરોનાના કારણે સુરત શહેર જિલ્લામાં મૃત્યુનો આંકડો વધ્યો છે. જેને પગલે સ્મશાનમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે. જ્યારે આવી સ્થિતિમાં પણ લેભાગૂઓ રૂપિયા પડાવવાનું ચૂકતા નથી. કોરોના દર્દીના મોત બાદ તેના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મકૂવાના 3000 રૂપિયા પડાવવામાં આવે છે. આ સાથે મૃતદેહને સ્મશાન પહોંચાડવા માટે 500થી લઈને 1000 રૂપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદો […]

ભારતમાં કોરોનાની રસી બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ ભારત છોડ્યું, કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. હાલ દેશમાં રસીકરણ પણ વેગીલું કરવામાં આવ્યું છે. દેશમાં ગઈકાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી છે. આવા સમયે, દેશ માટે રસી તૈયાર કરનારી સૌથી અગ્રણી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ અદાર પુનાવાલા લંડન ચાલ્યા ગયાનાં સમાચાર છે. રિપોર્ટસ અનુસાર, શનિવારે તેમણે આની પાછળ […]

સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા, પુત્રને ગુમાવનાર પિતાએ કહ્યું-બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું

પાંડેસરામાં કોરોનાના દર્દીનુ સારવાર દરમિયાન મોત થયાં બાદ પરિવારે બિલ ન ભરતા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેના પગલે મૃતકના પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. જોકે આમાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી. પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન ત્રીનાથ નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર […]

સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા થયું મોત, શ્વાસ ચડતાં વેન્ટિલેટર ન મળતાં બાળક સાથે જીવ ગુમાવ્યો

કોરોના વાયરસની બીજી લહેરમાં મોતનો આંકડો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે. શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા એનું મોત થયું હતું. જલોત્રા ગામમાં પરણાવેલી પ્રસુતાની તબિયત એકાએક લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ વેન્ટિલેટરના અભાવે એનું મૃત્યુ થયું છે. વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા સાસરિયે ગયેલી પ્રસુતાના બે […]

સુરતના ફાર્મ હાઉસમાંથી ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ: ગ્લૂકોઝ અને પાણીથી બનતા રેમડિસિવિરનો પર્દાફાશ, પાંચ હજાર ઈન્જેક્શન વેચ્યાનો ખુલાસો

સુરતના ઓલપાડના પિંજરત ખાતે ફાર્મહાઉસ ભાડે રાખી નકલી રેમડેસિવિર ઈન્જેકશનની ફેકટરી ચલાવતા બેની પોલીસે ધરપકડ કરી છે. રાજયવ્યાપી ચાલી રહેલા આ કૌભાંડમાં મોરબી પોલીસે અગાઉ બે આરોપીને પકડયા હતા. જેમની પૂછપરછમાં અમદાવાદના સાળા-બનેવીએ તેમને ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાનું ખૂલ્યું હતુ. જેના આધારે પોલીસે જુહાપુરાના સાળા-બનેવીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમાં સુરતના કૌશલ વોરા અને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13847 કેસો નોંધાયા, 172 લોકોના કોરોનાથી મોત, 10582 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા […]

રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો કરી લો આ ઘરેલૂ ઈલાજ, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે. જેથી આજે અમે તમને રાતે ખાંસી ન આવે તે માટેના ઉપાય જણાવીશું. ઉધરસની સમસ્યામાં ગળાની ખારાશ અને ગળામાં ખુજલી જેવી સમસ્યા પણ થાય છે. સતત ઉધરસ આવવાથી રોજિંદા કાર્યોમાં પણ ઘણી પરેશાની થાય છે. કેટલાક લોકોને રાતે સૂતી વખતે […]

કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થયા બાદ નબળાઈ અનુભવી રહ્યા છો? તો નબળાઈને દૂર કરવા માટે આટલું અચૂક કરો

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોજના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને આ સાથે બેડ તેમજ ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, 80 ટકા કરતાં વધુ કોવિડ-19 દર્દીઓ ઘરે જ સાજા થઈ જાય છે. તેથી, જો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવે તો તરત […]

કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે પત્નીના ઘરેણાં વેચીને પોતાની ઓટોને બનાવી એમ્બ્યુલન્સ, મફતમાં લઈ જાય છે હૉસ્પિટલ

કોરોનાના કારણે આખા દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પરિસ્થિતિ એવી તો વણસી ગઈ છે કે હવે રાજ્યોએ કોરોનાની ચેન તોડવા માટે રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરવા પડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરે આખા દેશને ડરાવી દીધો છે. ચિકિત્સકીય સંસાધનો ઓછા પડી રહ્યા છે, જેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા […]