ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12820 કેસો નોંધાયા, 140 લોકોના કોરોનાથી મોત, 11,999 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસમાં રાહતના સમાચાર છે કે, કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 158 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12820 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 140 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ […]

પુરુષો અને મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ? જો ઓછું હોય તો વધારવા માટે કરો આ ઉપાય

કોરોના કાળમાં લોકોએ સંભવતઃ જે શબ્દ સૌથી વધુ સર્ચ કર્યો છે એ છે- ઈમ્યુનિટી. સૌ કોઈ જાણવા માગે છે કે, ઈમ્યુનિટીનું સ્તર શું છે અને તેને કઈ રીતે વધારી શકાય. તો તમે પણ ઈમ્યુનિટી વિશે માહિતી મેળવી લો. ઈમ્યુનિટી એટલે શું? માનવ શરીરમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. કેટલાક શરીર માટે ફાયદાકારક હોય […]

રાજકોટ જિલ્લામાં કોરોનાથી વ્હાલસોયી દીકરીનું મોત થતાં ત્રણ જ દિવસમાં પિતાએ પણ છોડ્યો દેહ

કાળમુખા કોરોનાનાને (coronavirus) કારણે અનેક નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કોરોનાના કારણે અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાનો પતિ તો કેટલાક પતિઓએ પોતાની પત્ની ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા બે કિસ્સાઓ રાજકોટ (Rajkot) પાસેનાં ગામડાં પણ બન્યા છે. જેના કારણે ગામ લોકોનાં આંખનાં આંસુ થંભી નથી રહ્યાં. રાજકોટ જિલ્લાના […]

રમઝાન મહિનામાં મુસ્લિમ યુવાનોએ માનવતાની મિશાલ કાયમ કરી: રોઝા રહીને પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે

રાણપુરમાં માનવ સેવા સમિતિ ના મુસ્લિમ યુવાનો રમજાન મહિનામાં કરી રહ્યા છે ઉત્તમ કામગીરી. ઓક્સિજન લેવલ ઘટતું હોય તેવા દર્દી ઓને આપી રહ્યા છે તદન મફત ઓક્સિજન બોટલ. દાતાઓના સહયોગથી થતી આ કામગીરીને ગામ લોકો એ આવકારી છે. બોટાદ જિલ્લામાં 30 ગામોનું રાણપુર શહેર તાલુકો છે. હાલની કોરોના પોઝીટીવ દર્દીની પરિસ્થિતિ અહીં ચિંતાજનક હતી કારણ […]

72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાનું મક્કમ મનોબળ: ઓક્સિજન લેવલ 60 ટકા, CRP 180; ઉપરાંત ડાયાબિટીસ-બીપી હોવા છતાં કોરોનાને હંફાવ્યો

ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી છે. ડાયાબિટીસ બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180 પહોંચી ગયું હતું છતાં વૃદ્ધાએ મજબૂત મનોબળ સાથે કોરોનાને હંફાવ્યો છે. શ્વાસમાં તકલીફ થતા તાત્કાલિક […]

હોસ્પિટલમાં સ્ટેચર ઉપર માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બહરાઈચમાં ઓક્સીજનની કમીનો (oxygen crisis) ભયંકર મંજર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ (viral video) થયો છે અહીં એક બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓક્સીજન આપી રહી છે. કોવિડ-19ના બીજા ચરણમાં દેશમાં ઓક્સીજનની કમીના પગલે કોરોના દર્દીઓની કેવી કફોડી હાલત થાય છે તે આ વીડિયોમાં ચોખ્ખું […]

જામનગરમાં દર્દીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ના મળી તો પાડોશીએ પોતાની ‘લેન્ડ રોવર’ કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની ‘લેન્ડ રોવર’ કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની લાખો રૂપિયાની કાર સેવાઅર્થે આપી છે. જ્યારે હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે કેર સારવાર દરમિયાન મૃત્યુ […]

સંકટ સમયમાં રિલાયન્સનું મિશન ઓક્સિજન: જામનગર બન્યું મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજન ઉત્પાદનનું હબ, રિલાયન્સ દ્વારા દરરોજ 1000 ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે

કોવિડ મહામારીના નવા વેવ સામે ભારત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ પ્રયાસો કામે લગાડવા માટે મેદાને ઉતર્યું છે. દર 10 દર્દીમાંથી એક દર્દીની જરુરિયાત RIL પૂર્ણ કરે છે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની જામનગર તેલ રિફાઇનરીમાં દરરોજ 1000 MTથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12978 કેસો નોંધાયા, 153 લોકોના કોરોનાથી મોત, 11146 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસમાં આજે રાહતના એક સમાચાર છે કે, આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 153 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા […]

જો ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરશો? કઇ રીતે વધારશો શરીરમાં ઓક્સિજન લેવલ, જાણો અને શેર કરો

દેશભરમાંથી ઓક્સિજનની અછત અને ઓક્સિજન માટે મારામારીની ખબરો સામે આવી રહી છે. કોરોના વાયરસના કેરની વચ્ચે લોકોના મનમાં શરીરમાં ઓક્સિજન લેવલને લઇ ઘણાં સવાલો થઇ રહ્યા છે. લોકોને એ વાતની જાણકારી નથી કે શરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં આવે છે. ઓક્સિજનના કયા સ્તરે આવ્યા બાદ ખતરો વધી જાય છે. જાણો ઓક્સિજનથી જોડાયેલી અગત્યની વાતો… […]