ગુજરાતના નિઃસહાય-જરૂરિયાતમંદ લોકો માટે આ યુવાને શરૂ કર્યું કામ: મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન ધન્ય થઈ જશે અને હું જન્મભૂમિનું ઋણ ચૂકવી શકીશ

હાલની કોરોના મહામારીના કટોકટીના સમયમાં માનવતા મરી પરવારી હોય તેવાં અનેક દ્રશ્યો આપે જોયા હશે. પણ આ મહામારીમાં પણ માનવતા જીવંત છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે એક યુવાન ગરીબ અને જરૂરિયાતમંદોની વ્હારે આવ્યો છે. કોરોના સંક્રમણ દરમિયાન સુરત શહેરના દાનવીરો […]

950 બેડની હોસ્પિટલ પાસે લોકોમાં આક્રોશ: માત્ર 108ને એન્ટ્રી અપાતા રિક્ષામાં લાવેલા બે દર્દીનું હોસ્પિટલ બહાર જ મોત

GMDC કન્વેનશન સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સવારથી માત્ર 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓ દાખલ કરવામા આવતા હતા. ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ ન કરવામા આવતાં દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. દર્દીના પરિવારજનો એટલાં રોષે ભરાયા હતા કે તેઓએ જણાવ્યું હતું કે અમે રાતના અહીંયા છીએ. બે દિવસથી 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો […]

આ તે કેવી કરૂણતા: એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કાર ઉપર બાંધીને સ્મશાન પહોંચ્યો દિકરો

ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોઈને મોત બાદ પણ કાધ મળતી નથી. આવી જ એક ઘટના બરેલી અને આગ્રામાં જોવા મળી છે. આગ્રામાં એક યુવકે તેના પિતાના મોત બાદ કાધ આપવા માટે ચાર લોકો પણ મળ્યા ન હતા. તો કારની […]

ડોક્ટરે દેખાડી માનવતા: ગોંડલમાં વૃદ્ધા બેભાન થઇ પડી ગયા, વાહન ન મળતા રેકડીમાં સુવડાવી ડોક્ટરે જાતે ચલાવી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા

હાલ કોરોનાની મહામારીને કારણે માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ગોંડલમાં એક ડોક્ટરની માનવતાના દર્શન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધા રિક્ષામાંથી બેભાન થઇ પડી જાય છે અને ડોક્ટરને જાણ થતા તેઓ દોડી આવે છે. અન્ય કોઇ વાહન ન મળતા ડોક્ટર અને તેનો સ્ટાફ વૃદ્ધાને બાજુમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,296 કેસો નોંધાયા, 157 લોકોના કોરોનાથી મોત, 6727 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જનજવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અને હજારો લોકોનું જીવન બરબાદ કરી દીધું છે. તેવામાં આજે ગુજરાતમાં કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા છે. જ્યારે 157 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 6727 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે રસીકરણમાં ઘટાડો થયો છે. આજે 1,27,539 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  રાજ્યમાં હાલ કોરોના […]

વડોદરામાં મહિલા પીએસઆઇએ દેખાડી માનવતા: 3 વર્ષની દીકરીએ અડધી રાત્રે કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરી, પિતાએ કાંગારૂ બેગમાં લીધી, PSIએ વ્યવસ્થા કરી

કોરોનાકાળમાં માનવતાના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર 3 વર્ષની પુત્રીને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. રસ્તામાં પિતાને મહિલા પીએસઆઇએ રોક્યાં હતાં અને બાળકીને આ રીતે લઇને ક્યાં જઇ રહ્યા છો, એમ પૂછ્યું હતું. જોકે સમગ્ર બાબતની જાણ થયા […]

સુરતમાં 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો, ડૉક્ટર્સને કહેતા- દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.

સુરતના 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો છે. તેમની ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા. પરંતુ આખરે ઉજીબા શબ્દશ: સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મક્કમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી […]

અમદાવાદમાં એમ્બ્યુલન્સની તંગી વચ્ચે નિસ્વાર્થ સેવા માટે યુવતીએ ગ્રુપ સાથે ‘ઓટો એમ્બ્યુલન્સ’નો પ્રોજેક્ટ શરૂ કર્યો, પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ અને રિપોર્ટ કઢાવવા લઈ જવાય છે

કોરોનાની બીજી કહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા પણ રહી નથી સાથે જ એમ્બ્યુલન્સ પણ હવે ખૂટી પડી છે. 108, સરકારી એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એમ તમામ એમ્બ્યુલન્સમાં અત્યારે 24 કલાકથી પણ વધુનું વેઈટિંગ છે. હાલ અનેક પરિવાર અથવા તો પરિવારના મોટાભાગના સભ્યો સંક્રમિત થયા હોય છે. જેથી કોરોના […]

જેતપુરના જેતલસરની હૈયું હચમચાવી દેતી ઘટના: 5 સભ્યના પરિવારમાંથી 4 લોકોને કોરોના ભરખી ગયો એકમાત્ર મહિલા બચી

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક પરિવારના માળા વિખાયા છે, ત્યારે જેતપુરના જેતલસર ગામે પાંચ સભ્યના પરિવારમાં 4 સભ્યોના ત્રણ દિવસના અંતરે જ જીવનદીપ બુઝાયા છે. હવે માત્ર એક મહિલા બચી છે; તે પણ કોરોનાની સારવાર હેઠળ છે. જેતલસરના અગ્રવાત પરિવાર પર કોરોનાનું કાળચક્ર ફરી વળતાં નાનાએવા ગામમાં સોંપો પડી ગયો છે. કોરોનારૂપી […]

કોરોનાના કારણે લગ્નના દિવસે જ દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાએ અગ્નિદાહ આપવાની નોબત આવી

કોરોના વાયરસે ઘણા પરિવારોના સ્વજનોને છીનવી લીધા છે. ક્યારેક તો પરિવારના સભ્યોને પોતાના સ્વજનનું અંતિમવાર મોઢું જોવાનું પણ નસીબ થતું નથી. તો ક્યારેક પરિવારના સભ્યોની સામે કોરોનાથી તરફડીને પરિવારના સભ્યોનું મોત થાય છે. જ્યારે કોરોના એક દિકરીના લગ્નની ખુશીને માતમ પરિવર્તિત કરી છે. યુવતીએ પોતાના પીઠીના દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જે […]