વડોદરામાં પોલીસની દાદાગીરી: કર્ફ્યૂમાં ગલ્લો ખુલ્લો રાખનાર સામે કાર્યવાહીને બદલે પોલીસ કર્મીઓએ ઢોર માર મારી કપડાં ફાડી નાંખ્યા

વડોદરા શહેરનાના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં સમા પોલીસ મથકના જવાનોએ મફતમાં ડુંગળી ન આપનાર શાકભાજીના વેપારીને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને […]

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: 2 વર્ષની બાળકીને તાવ આવ્યો તો મા-બાપ ડામ અપાવવા લઈ ગયા, તબિયત વધારે બગડી તો મોડીરાતે હોસ્પિટલે લાવ્યા

ટેક્નોલોજીના સમયમાં પણ અંધશ્રદ્ધા ચાલુ જ છે તેનો અહેસાસ કરાવનારો એક કિસ્સો રાજસ્થાનના ભીલવાડાના કોટા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બાળકીને તાવ આવવાના કારણે તેના મા-બાપ તેને ડામ અપાવવા લઈ ગયા હતા. ડામ આપવાના કારણે 2 વર્ષની બાળકીની તબિયત બગડી ગઈ. પછીથી શનિવારે મોડી રાતે બાળકીને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. જ્યાં તે […]

AMCની નવી પોલિસી તૈયાર: જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં વાહનોના પાર્કિંગ માટે માસિક 300 થી 1500 સુધીના ચાર્જ વસૂલાય તેવી શક્યતા

AMCએ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સોજીત્રાના દેવાતળપદ ગામના ગરીબ પરિવારને MGVCLએ 80 હજારનું લાઇટબિલ ફટકાર્યું, પરીવારની વાર્ષિક આવક પણ વીજબિલ જેટલી નથી!

સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે રામકુવા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ઘરમાં માત્ર 5 જ ઇલેકટ્રોનિક ઉપકરણો છે. તેમ છતાં એમજીવીસીએલે મે-જૂન માસનું 80 હજાર ઉપરાંત વીજબીલ ફટકરાતાં સૌ ચોંકી ઉઠયા હતા. ગરીબ પરિવારને ઝુંપડપટ્ટી વીજકનેકશન યોજના હેઠળ કનેકશન મળ્યું હતું. પરંતુ વીજમીટર કે રીડરની ખામીને કારણે તેની વાર્ષિક આવક કરતાં વધુ વીજબીલ ફટકારવામાં આવતાં ગરીબ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 42 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 262 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.66 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 262 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાહતભર્યા સમાચાર એ […]

એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત હોય, તેનો મૃત્યુ સમય નજીક આવતા તેણે એક યોજના બનાવી, યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. જાણો પછી શું થયું?

એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું ખૂબ જ ઘમંડ હતું. ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે મૂર્તિકારને લાગ્યું કે હવે […]

ચોમાસાની સિઝનમાં સૌથી વધુ તાકતવર મનાતા કંકોડા શરીરને રાખશે તંદુરસ્ત, કંકોડાનું શાક ખાવાથી શરીરમાં જોવા મળશે ચમત્કાર

ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક રોગને દૂર કરવાની શક્તિ છે. કંકોડામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે પર્વતિય વિસ્તારોમાં કંકોડાની ખેતી વધારે પ્રમાણમાં થાય છે. કંકોડામાં રહેલું મોમોરડીસીન અને ફાઇબર તત્વ શરીર […]

તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી પૂર્ણ થયા પછી પણ દોડશે 20 કિમી સુધી

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન તામિલનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. […]

સલામ છે આવા શિક્ષકને: વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલે ઉંટ પર 10 કિમીનું અંતર કાપી ભણાવવા પહોંચે છે શિક્ષક

કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન બાળકોના અભ્યાસને થયું છે. કોરોનાની બીજી લહેર મંદ પડતા 21 જૂનથી રાજસ્થાન સરકારે ઓનલાઈન શિક્ષણ માટે સ્માઈલ-3 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ રાજસ્થાનના થારના રણમાં મોબાઈલ નેટવર્ક એક મોટો પડકાર છે. આવામાં રણની વચ્ચે વસેલા ગામોમાં ઓનલાઈન એજ્યુકેશન બહુ દૂરનું સપનું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

રાજકોટમાં સેવાથી ચાલતી અનોખી ‘ઝૂંપડપટ્ટી શાળા’: 570 ગરીબ બાળકોને ભણતરથી લઈને ભોજન પણ અપાય છે

ગરીબ અને તરછોડાયેલા બાળકોને પાયાના શિક્ષણથી લઈ તમામ વ્યવસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો અભ્યાસથી અળગા ન રહે તેવા ઉમદા વિચાર સાથે 2002થી રોપાયેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હાલ ઝૂંપડપટ્ટીના 570 બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]